________________
૨૯૨] ભિન્ન ભિન્નપણે સંતાનની અઘટના. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
"नेरड्या णं भंते ! किं सासया, असासया ? । गोयमा ! सिय सासया, सिय असासया | સેવે રે ? સોયમા, ! વ્યથા સાસયા, માવા , ઉપસારસથા.
એટલે હે ભગવંત ! નારકો શાશ્વત છે, કે આશાશ્વતા છે? ગૌતમ ! કોઈ અપેક્ષાએ શાશ્વતા છે, અને કોઈ અપેક્ષાએ અશાશ્વતા છે. તે કેવી રીતે ભગવંત ? ગૌતમ ! દ્રવ્યાર્થપણે શાશ્વતા-નિત્ય છે, અને ભાવાર્થ-પર્યાયાર્થપણે અશાશ્વાતા-અનિત્ય છે.
વળી “પ્રથમ સમયના નારકો વિચ્છેદ પામશે” એમ જે ત્યાં આલાપકમાં કહ્યું છે, તેથી વસ્તુનો કંઈ સર્વથા નાશ નથી. કારણ કે ત્યાં સમયાદિવિશેષણ આપેલું છે. એટલે નારકો સર્વથા નાશ પામશે એમ ન સમજવું, પણ પ્રથમ સમયના નારકપણે વિચ્છેદ પામશે. એજ પ્રમાણે બીજા સમયના નારકો દ્વિતીય સમયાદિ નારકપણે વિનાશ પામશે, પણ સર્વથા વિનાશ પામશે, એમ ન સમજવું. દ્રવ્યપણે તો તે શાશ્વતા-નિત્ય છે. જો એમ ન હોય, અને વસ્તુનો સર્વથા નાશ માનીએ, તો તેમને પ્રથમ-દ્વિતીયાદિ સમયનું વિશેષણ ન ઘટે. કારણ કે જો પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા નારકોનો સર્વથા નાશ થતો હોય, તો દ્વિતીયસમયનો અથવા તૃતીયસમયનો નારકી, એવો વ્યવહાર કેવી રીતે કરી શકાય? જે કોઈ અવસ્થિત હોય, તેને જ દ્વિતીય-તૃતીયાદિ સમયે ઉત્પન્ન થવાદિ રૂપ વિશેષણ ઘટે. વળી જો સર્વથા નાશ માનવામાં આવે, તો પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા નારકનો નિરન્વયપણે નાશ થવાથી દ્વિતીયસમયે ઉત્પન્ન થયેલો નારક એમ કેવી રીતે કહેવાય? તથા નારકથી સર્વથા વિલક્ષણ હોવાથી આ દેવ, ઘટ કે અભાવ છે, એવો વ્યવહાર કેવી રીતે થાય ? અને જો દેવ, ઘટ વગેરે વ્યવહાર કરાય તો દ્વિતીયાદિસમયનો નારક એવો વ્યવહાર ન થાય. માટે પ્રથમ સમયે ઉત્પન્ન દ્વિતીય સમયે ઉત્પન્ન એવું વિશેષણ જે કથંચિત્ અવસ્થિત હોય એવા નારક વગેરેને જ ઘટે, અન્યને ન ઘટે. એ પ્રમાણે એ સૂત્રમાં પણ નારકાદિનો સર્વથા વિચ્છેદ કહ્યો નથી. માત્ર તને તારા પોતાના અશુભકર્મના વિપાકોદયથી જ આવો વ્યામોહ થયો છે, તેથી તે આ પ્રમાણે વિપરીત પ્રરૂપણા કરે છે અને માને છે. ૨૩૯૪ થી ૨૩૯૬.
अहव समाणुप्पत्ती समाणसंताणओ मई होज्जा । વો સવા વિના સંતાનો વિંઃ સામvi ? રરૂo/ संताणिणो न भिण्णो जइ संताणो न नाम संताणो । अह भिण्णो न खणिओ खणिसो वा जइ न संताणो ॥२३९८॥ पुवाणुगमे समया होज्ज न सा सव्वहा विणासम्मि । अह सा न सव्वनासे तेण समं वा नणु खपुष्पं ॥२३९९॥ अण्णविणासे अण्णं जइ सरिसं होइ होउ तेलोक्कं ।
तदसंबंधति व मई सोवि कओ सब्बनासम्मि ? ॥२४००॥ અથવા સમાન સંતાનથી દ્વિતીયાદિ સમાન નારકાદિની ઉત્પત્તિ થાય, એમ કહેવામાં આવે, તો સર્વથા નિરન્વય નાશમાં સંતાન કોનો? અને સમાનતા કોની ? વળી જો એ સંતાન સંતાનીથી ભિન્ન ન હોય, તો તે સંતાન ન કહેવાય, અને ભિન્ન હોય, તો તે ક્ષણિક ન કહેવાય, જો ક્ષણિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org