________________
૨૮૬] બાહ્ય આચારવાળા સાધુઓની વંઘતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
तेण कहियंत्ति व मई देवोऽहं रूवदरिसणाओ य । साहुत्ति अइं कहिए समाणरुवम्मि का संका ॥२३६१॥ देवरस व किं वयणं सच्चं ति न साहुरूवधारिस्स ।
न परोप्परंपि वन्दह जं जाणन्तावि जयउ त्ति ॥२३६२।। દેવ થયેલા ગુરુએ સાધુ રૂપે શિષ્યો પાસે વંદનાદિ કરાવ્યું, દેવરૂપ ગુરુએ સત્ય વાત કહી, ત્યારે તે શિષ્યો અવ્યક્ત દષ્ટિ થયા. તેઓ એમ માનવા લાગ્યા કે આ બધા સાધુઓમાં પણ કોણ સત્ય સાધુ હશે ને કોણ સાધુવેશધારી દેવ હશે ? એનો કોઈ નિશ્ચય થઇ શકતો નથી. માટે કોઇએ કોઈને પણ વંદનાદિ કરવું નહિ; કેમકે આષાઢદેવની જેમ અસંયતિને વંદન થઈ જાય, ને “આ વ્રતી છે.” એમ બોલવામાં મૃષાવાદ દોષ લાગે. (આ પ્રમાણે તેઓને અવ્યક્તદૃષ્ટિ થયેલા જાણીને) વૃદ્ધ સાધુઓએ કહ્યું, જો તમને બીજાઓમાં “આ સાધુ છે, કે દેવ છે ?” એવો સંદેહ થતો હોય, તો જેણે તમને “હું દેવ છું” એમ કહ્યું, તે દેવમાં “એ દેવ છે કે દેવ નથી ?” એવો સંદેહ કેમ થતો નથી ? તેણે પોતે જ કહ્યું કે હું દેવ છું, અને અમે પણ દેવ સ્વરૂપ જોયું, તેથી તેમાં સંદેહ થતો નથી; એમ કહેતા હો તો જે એમ કહે કે હું સાધુ છું, અને સાધુનું સ્વરૂપ પણ જોવામાં આવે છે, તો તેમાં તમને કેમ સંદેહ થાય છે ? અથવા શું સત્ય સાધુનું વચન અસત્ય હોય છે, અને દેવનું વચન સત્ય હોય છે ? કે જેથી “આ સાધુ છે” એમ જાણ્યા છતાં પણ પરસ્પર વંદનાદિ કરતા નથી ? ૨૩૫૮ થી ૨૩૬ ૨.
जीवाइपयत्थेसुवि सुहुम-ब्बवहिय-विगिट्ठरूवेसुं । अच्चंतपरोक्नेसु य कह न जिणाईसु भे संका ? ॥२३६३॥ तब्बयणाओ व मई नणु तब्बयणं सुसाहुवित्तोति । आलयविहारसमिओ समणोऽयं वंदणिज्जोत्ति ॥२३६४।। जह वा जिणिंदपडिमं जिणगुणरहियंति जाणमाणावि । परिणामविसुद्धत्थं वंदह तह किं न साहुंपि ? ॥२३६५॥ होज्ज नवा साहुत्तं जइरुवे नत्थि चेव पडिमाए । सा कीस वंदणिज्जा ? जइरुवे कीस पडिसेहो ? ॥२३६६॥ अस्संजयजइवे पावाणुमई मई न पडिमाए ।
नणु देवाणुगयाए पडिमाअवि हुज्ज सो दोसो ॥२३६७॥ (જો એ પ્રમાણે તમને યતિઓમાં સંદેહ હોય) તો સૂમ-વ્યવહિત-અને વિપ્રકૃષ્ટ જીવાદિ પદાર્થોમાં, તેમ જ અત્યંત પરોક્ષ એવા જિનેશ્વરાદિમાં પણ તમને શંકા કેમ ન હોય? જિનેશ્વરમાં શંકા નથી, અને તેમના વચનથી જીવાદિ પદાર્થમાં પણ શંકા નથી; એમ કહેતા હો, તો “સારા આચરણવાળા હોય તે સાધુ” એવા જિનવચનથી આલય-વિહાર યુક્ત આ સાધુ છે, અવશ્ય વંદન કરવા યોગ્ય છે. (એમ કેમ માનતા નથી?) અથવા જેમ જિનેશ્વરની પ્રતિમા જિનેશ્વરના ગુણરહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org