________________
ભાષાંતર] ત્રીજા નિધવ સંબંધી વક્તવ્યતા.
[૨૮૫ વંદન જ ન કરવું એ વધારે લાભદાયી છે, અન્યથા અવિરતિને વંદન કરતાં મૃષાવાદ દોષ થાય. આ પ્રમાણે તેવા પ્રકારના ભારે કર્મના ઉદયથી અપરિપકવ બુદ્ધિવાળા તે સાધુઓ અવ્યક્તદષ્ટિ થયા, અને પરસ્પર એકબીજાને પણ વંદન કરવું છોડી દીધું. આથી તેમને બીજા વૃદ્ધ મુનિઓએ કહ્યું, જો તમને સર્વત્ર એવો જ સંદેહ હોય, તો જેણે તમને “હું દેવ છું” એમ કહ્યું, તેમાં તમને એ દેવ છે, કે નહિ, એવો સંદેહ કેમ થતો નથી ? તેણે પોતે જ “હું દેવ છું” એમ કહ્યું, વળી પ્રત્યક્ષથી પણ અમે તે દેવસ્વરૂપ જોયું, તેથી તેમાં અમને સંદેહ નથી, એમ કહેતા હો, તો જેઓ “અમે સાધુ છીએ” એમ કહે છે, અને પ્રત્યક્ષથી સાધુ સ્વરૂપ જણાય છે, તેમાં તમને સાધુપણાનો સંદેહ શાથી થાય છે કે જેથી તમે પરસ્પર પણ વંદન કરતા નથી ? વળી સાધુના વચન કરતાં દેવનું વચન સત્ય છે, એમ ન કહી શકાય, દેવો ક્રીડા માટે અસત્ય વચન પણ બોલે, પરંતુ સાધુઓ મૃષાભાષણથી વિરત થયેલા હોવાથી કદી પણ અસત્ય બોલતા નથી.
ઇત્યાદિ યુક્તિઓથી સમજાવ્યા છતાં પણ, તેઓ સમજયા નહિ, એટલે તે સઘળા અવ્યક્તવાદી સાધુઓને ગચ્છ બહાર કર્યા, તેઓ વિહાર કરતા અનુક્રમે રાજગૃહ નગરે આવ્યા, અને ગુણશીલ ચૈત્યમાં રહ્યા. તે વખતે તે નગરનો મૌર્યવંશી બળભદ્ર નામે રાજા શ્રાવક હતો. તેણે જાણ્યું કે તે અવ્યક્તવાદી નિહ્નવો છે, આથી તેઓને યોગ્ય માર્ગે લાવવા માટે રાજાએ પોતાના માણસો મોકલીને તે સાધુઓને રાજમહેલમાં બોલાવ્યા. અને તેઓને હાથીના પગ નીચે ચગદીને વધ કરવા માટે લશ્કરના માણસોને આજ્ઞા કરી. પછી તેમને ચગદી નાખવા માટે હાથીનું લશ્કર આવ્યું ત્યારે તે સાધુઓ બોલ્યા, રાજનું! અમે જાણીએ છીએ કે તું શ્રાવક છે, તો અમારા જેવા સાધુઓને આમ શા માટે મારે છે ? તે સાંભળીને રાજાએ કહ્યું, તમારા સિદ્ધાન્તાનુસાર હું શ્રાવક છું કે નહિ, તેની શી ખાતરી ? વળી તમે પણ ચોર, ડાકુ કે ગુપ્તચર નથી અને સાધુ છો એની શી ખાતરી ? સાધુઓ બોલ્યા, રાજન્ ! અમે નિશ્ચય સાધુઓ જ છીએ, અન્ય કોઇ નથી. રાજાએ કહ્યું જો તમને એમ નિશ્ચય હોય, તો જે જયેષ્ઠ મુનિઓ હોય, તેમને પણ તમે પરસ્પર વંદનાદિ કેમ કરતા નથી ? આ પ્રમાણે રાજાના નિષ્ફર અને કોમળ વચનો સાંભળી તે મુનિઓ બોધ પામ્યા, લજ્જા પામ્યા અને નિઃશક્તિ થવાથી સન્માર્ગ પામ્યા પછી રાજાએ વિનયથી કહ્યું પૂજ્ય ! તમને યોગ્ય માર્ગે લાવવા માટે જ મેં આ પ્રમાણે કર્યું છે, તેમાં મારાથી જે અવિનય કે અપરાધ થયો હોય તે ક્ષમા કરશો. ૨૩૫૬ થી ૨૩૫૭. એ જ અર્થ વિસ્તારથી હવે ભાષ્યકાર કહે છે.
गुरुणा देवोभूएण समणरुवेण वाइया सीसा । સરમાવે પરિદિપ વત્તળિો ગાયા રરૂકતા को जाणइ किं साहू देवो वा तो न वंदणिज्जोत्ति । होज्ज असंजयनमणं होज्ज मुसावायममुगोत्ति ॥२३५९॥ थेरवयणं जइ परे संदेहो किं सो त्ति साहत्ति ?। देवे कहं न संका किं सो देवो न देवो त्ति ? ॥२३६०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org