________________
૨૮૪] દેવની અનુકંપાથી ત્રીજા નિધવની ઉત્પત્તિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હવે ત્રીજા નિતવ સંબંધી વક્તવ્યતા કહે છે. (३४३) चउदस दो वाससया तइआ सिद्धिं गयस्स वीरस्स ।
तो अव्बत्तयदिट्टी सेयविआए समुप्पण्णा ॥२३५६। (३४४) सेयविपोलासाढे जोगे तहिवसहिययसले य ।
सोहम्मनलिणिगुम्मे रायगिहे मुरियबलभद्दे ॥२३५७।। ભગવંત મહાવીરદેવ મોક્ષે ગયા પછી બસો ચૌદ વર્ષે શ્વેતવિકા નગરીમાં અવ્યક્તવાદીનું દર્શન ઉત્પન્ન થયું. શ્વેતવિકા નગરીના પૌલાષાઢ ચૈત્યમાં રહેલા આચાર્ય પોતાના શિષ્યોને યોગવહન કરાવતા હતા. તેઓ તે દિવસે હૃદયમાં શૂળ ઉત્પન્ન થવાથી કાળધર્મ પામીને સૌધર્મ દેવલોકના નલિની ગુલ્મ વિમાનમાં દેવ થયા. સાધુ પરની અનુકંપાથી તે દેવે આચાર્યના મૃતદેહમાં દાખલ થઈને સાધુના યોગ પૂર્ણ કરાવ્યા, પછી પ્રગટ થઈને તે પોતાને સ્થાને ગયો, એટલે સાધુઓ અવ્યક્ત દૃષ્ટિ પામ્યા. તેમને રાજગૃહી નગરીમાં મૌર્યવંશી બળભદ્ર રાજાએ બોધ પમાડ્યો. ર૩પ૬-૨૩૫૭.
- શ્રી મહાવીર દેવ નિર્વાણ પામ્યા પછી બસો ને ચૌદ વર્ષે અવ્યક્તવાદીનું દર્શન ઉત્પન્ન થયું. તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે. શ્વેતવિકા નગરીના પીલાષાઢ ચૈત્યમાં આર્ય આષાઢ નામના આચાર્ય પોતાના ઘણા શિષ્યો સહિત આવીને રહ્યા, અને શિષ્યોને આગાઢ યોગ વહન કરાવવા લાગ્યા. તે અવસરે બીજા કોઈ વાચનાચાર્ય ન હોવાથી, આચાર્ય પોતે જ તેમના વાચનાચાર્ય થયા; તથાવિધ કર્મવિપાકથી આચાર્યશ્રી તે જ દિવસે રાત્રે હૃદયમાં શૂળના વ્યાધિથી કાળધર્મ પામીને સૌધર્મ દેવલોકના નલિની ગુલ્મ વિમાનમાં દેવ થયા. આચાર્ય કાળધર્મ પામ્યા છે - તે વાત ગચ્છમાં કોઈપણ જાણતું ન હતું, આથી પૂર્વોક્ત દેવે અવધિજ્ઞાનથી સાધુઓનો યોગોદ્રહનાદિ પૂર્વભવનો બનાવ જાણીને, સાધુઓ પરની અનુકંપાથી આચાર્યના મૃત શરીરમાં પ્રવેશ કર્યો, પછી ઉઠીને સાધુઓને કહ્યું, અરે મુનિઓ ! વૈરાત્રિકકાળ (રાત્રિના બીજા પહોરે લેવાનો) ગ્રહણ કરો; તેથી સાધુઓએ તે પ્રમાણે કર્યું, અને શ્રુતના ઉદ્દેશ-સમુદેશ અનુજ્ઞા વગેરે સર્વ તેમની આગળ આચાર્યરૂપધારી દેવે કર્યા. આ પ્રમાણે પોતાના દેવપ્રભાવથી તે દેવે સાધુઓના યોગો કાલભંગાદિ વિદનથી બચાવીને પૂર્ણ કરાવ્યા. પછી તે શરીર તજીને દેવલોકમાં જતાં તે દેવે મુનિઓને કહ્યું, હે મુનિઓ ! મેં અવિરતિએ ચારિત્રવાળા એવા તમારી પાસે વંદનાદિ કરાવ્યું તેની ક્ષમા કરશો. હું આચાર્યનો જ જીવ છું, તે દિવસે હું મરણ પામીને દેવ થયો છું, અવધિજ્ઞાન વડે તમારો વૃત્તાંત જાણીને તમારા પરની અનુકંપાથી અહીં આવ્યો, અને તમને સર્વને આગાઢયોગ પૂર્ણ કરાવ્યા. આપની પાસે વંદનાદિ અનુચિત મેં કરાવ્યું, તે મારો અપરાધ ક્ષમા કરશો, ઇત્યાદિ કહીને તે દેવ પોતાના સ્થાનકે ગયો.
દેવના ગયા પછી સાધુઓ આચાર્યના શરીરને પરઠવીને વિચારવા લાગ્યા કે અરે ! આપણે સઘળાએ ઘણા કાળ સુધી અવિરતિને વંદન કર્યું, આ પ્રમાણે કપટ યુક્ત અન્યત્ર પણ હોય, તો શી ખબર? કોણ જાણે કોણ વિરતિવાળો હશે ને કોણ અવિરતિ દેવ હશે? માટે કોઈએ કોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org