SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર]. આમલકલ્લામાં મિત્રશ્રી શ્રાવકથી પ્રતિબોધ. [૨૮૩ માટે આમંત્રણ કર્યું. તે ત્યાં ગયો એટલે શ્રાવકે ઘણા આદર પૂર્વક તેની આગળ ભણ્ય-પાનવ્યંજન-વસ્ત્ર વગેરેનો સમૂહ ધરીને તે દરેકમાંથી એકેક અવયવ લઈને તેને આપ્યો, આથી તિષ્યગુને કહ્યું-શ્રાવક ! આ પ્રમાણે કરીને, શું તે અમારી મશ્કરી કરી ? ત્યારે શ્રાવકે કહ્યું, (મહારાજ !) અંતિમ અવયવમાત્ર જ અવયવી છે, એમ તમારો સિદ્ધાંત છે; જો એ સત્ય હોય, તો મેં આમાં મશ્કરી કરી કેમ કહેવાય ? અને એમ ન હોય, તો તમારો સિદ્ધાંત અસત્ય છે. ૨૩૪૮ થી ૨૩૫૦. अंताऽवयवो न कुणइ समत्तकज्जति जइ न सोऽभिमओ । संववहाराईए तो तम्मि कओऽवयविग्गाहो ? ॥२३५१।। अंतिमतंतू न पडो तक्कज्जाकरणओ जहा कुंभो । अह तयभावेवि पडो सो किं न घडो खपुष्पं व ? ॥२३५२।। उवलंभब्बवहाराभावाओ नत्थि भे खपुष्पं व । अंतावयवेऽवयवी दिटुंताभावओ वावि ॥२३५३।। पच्चक्खओडणुमाणा आगमओ वा पसिद्धिअत्थाणं । सब्बप्पमाणविसायाईयं मिच्छत्तमेवं भे ॥२३५४॥ इय चोइय संबुद्धो खामियपडिलाभिओ पुणो विहिणा। गंतुं गुरुपायमूलं ससीसपरिसो पडिक्कंतो ॥२३५५।। જો અંતિમ અવયવ સંપૂર્ણ અવયવીનું કાર્ય ન કરતો હોય, અને તેથી તમને તે ઇષ્ટ ન હોય (એજ પ્રમાણે જો પકવાન્નના તથા વસ્ત્રના અંતિમ અવયવો તમને સંતોષ ન પમાડતા હોય) તો સંવ્યવહારરહિત એ અંતિમ અવયવમાં સમસ્ત અવયવીનો તમને આગ્રહ ક્યાંથી થયો ? જેમ ઘડો પટનું કાર્ય કરતો નથી, તેમ અન્ય તત્ત્વ પણ ઠંડીથી રક્ષણ કરવાદરૂપ પટનું કાર્ય કરતો નથી, તેથી તે પટ નથી અને જો તેમાં પટના કાર્યનો અભાવ છતાં પણ પટ કહેવામાં આવે, તો ઘટ અથવા આકાશપુષ્પને પણ પટ કેમ ન કહેવાય ? (તે પણ પટનું કાર્ય કરતા નથી) વળી અન્ય અવયવમાં તમે માનેલો અવયવી જણાતો નથી, અને તેના વ્યવહારનો પણ અભાવ છે, તેથી આકાશપુષ્પની જેમ તેમાં તેનો અભાવ છે, અથવા તમારી માન્યતામાં કોઇ દૃષ્ટાંત નથી, તેથી તમારા સાધ્યની સિદ્ધિ પણ નથી. પ્રત્યક્ષ અનુમાન અને આગમથી પદાર્થોની સિદ્ધિ થાય છે, અને એ પ્રમાણે તો તે તમારું સાધ્ય સિદ્ધ કરતા નથી, તેથી તમારો માનેલો પક્ષ સર્વ પ્રમાણના વિષયરહિત હોવાથી અસત્ય છે. આ પ્રમાણે મિત્રશ્રી શ્રાવકે તેને પ્રતિબોધ પમાડ્યો એટલે તેણે તેને ખમાવ્યો, તેથી શ્રાવકે પુનઃ સંપૂર્ણ અન્ન-વસ્ત્રાદિ વિધિપૂર્વક વહોરાવ્યા. પછી તે પોતાના શિષ્યોસહિત ગુરુ પાસે ગયો અને સમ્યગુ માર્ગ પામીને ગુરુ સાથે વિચારવા લાગ્યો. ૨૩૫૧ થી ૨૩૫૫. એ પ્રમાણે અન્યપ્રદેશમાં જીવ માનનાર તિષ્યગુમનામના દ્વિતીય નિતવનો વાદ સમાપ્ત થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy