SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] જિનપ્રતિમાની માફક બાહ્યઆચારવાળા સાધુઓની વંધતા. [૨૮૭ છે, એમ જાણવા છતાં પણ પરિણામની વિશુદ્ધિ માટે, તમે તેને વંદન કરો છો, તેવી રીતે સાધુને પણ કેમ કરતા નથી ? વળી તિરૂપમાં સાધુપણું હોય. અથવા ન પણ હોય, અને પ્રતિમામાં તો જિનપણું નથી જ હોતું, તે છતાં તે પ્રતિમાને શા માટે વંદન કરો છો ? અને તિરૂપમાં શા માટે નિષેધો છો ? દેવાધિષ્ઠિત અસંયત યતિરૂપધારી મુનિને વંદન કરવાથી અસંયતના પાપની અનુમતિ થાય છે, તેવી પાપાનુમતિ પ્રતિમાને વંદન કરવાથી થતી નથી, એમ કહેતા હો, તો દેવાધિષ્ઠિત દેવ પ્રતિમાને વંદન કરતાં પણ તે અનુમતિરૂપ દોષ આવે છે જ. ૨૩૬૩ થી ૨૩૬૭. अह पडिमाए न दोसो जिणबुद्धीए नमओ विसुद्धरस । તો નવું નમો નવુદ્ધી! હું વોસો ? II૨૨૬૮ अह पडिमंपि न वंदह देवासंकाए तो न घेत्तव्वा । બાહારો-હિ-સંગ્ગા મા સેવા ભવેચ્ન જ્જુ રરૂદ્દી को जाड़ किं भत्तं किमओ किं पाणयं जलं मज्जं । किमला माणिक्कं किं सप्पो चीवरं हारो ? ।।२३७०॥ कोजाइ किमसुद्धं किं सुद्धं किं सजीवनिज्जीवं । किं भक्खं किमभक्खं ? पत्तमभक्खं तओ सव्वं ।। २३७१ ।। જિનપ્રતિમામાં જિનબુદ્ધિએ નમસ્કાર કરતાં વિશુદ્ધ અધ્યવસાયવાળાને અનુમતિરૂપ દોષ લાગતો નથી, (એમ કહેતા હો) તો યતિરૂપને યતિબુદ્ધિએ નમસ્કાર કરતાં વિશુદ્ધ અધ્યવસાયવાળાને કેવી રીતે દોષ લાગે ? ન જ લાગે. (અહીં કોઇ એમ કહે કે એ પ્રમાણે સાધુબુદ્ધિએ લિંગ માત્ર ધારણ કરનારા પાસસ્થા વગેરેને નમસ્કાર કરતાં પણ વિશુદ્ધ અધ્યવસાયવાળાને દોષ ન લાગવો જોઇએ. આ કથન અયોગ્ય છે, કારણ કે તેવાઓને પ્રત્યક્ષ સમ્યક્ યતિરૂપ જ હોતું નથી, (એટલે પાસસ્થાદિને નમસ્કાર કરતાં સાવઘ અનુજ્ઞારૂપ દોષ લાગે છે.) અને જો દેવશંકાથી પ્રતિમાને પણ વંદન નહિ કરો તો પછી આહાર-ઉપધિ-શય્યા વગેરે દેવકૃત હોય, એમ ધારીને તે પણ ગ્રહણ ન કરવાં જોઇએ. વળી (એવી શંકાથી સર્વથા વ્યવહારનો જ ઉચ્છેદ થશે, જેમ કે-) કોણ જાણે આ ભાત છે કે કીડા છે ? આ પીવાના પદાર્થ જળ છે કે મદિરા છે ? આ અલાબુ (તુંબડુ) છે કે માણિક્ય છે ? આ સર્પ છે કે વસ્ત્ર કે હાર છે ? કોણ જાણે આ વસ્તુ શુદ્ધ છે કે અશુદ્ધ છે ? આ સજીવ હશે કે નિર્જીવ હશે ? આ ભક્ષ્ય હશે કે અભક્ષ્ય હશે ? આ પ્રમાણેની ભ્રાન્તિથી સર્વ વસ્તુ તમારે અભોગ્ય અને અભક્ષ્ય થશે. ૨૩૬૮ થી ૨૩૭૧. Jain Education International जणावि न सहवासो सेओ पमया-कुसीलसंकाए । होज्ज गिहीवि जइत्ति य तस्सासीसा न दायव्वा ||२३७२|| न यसो दिक्यव्वो भव्वोऽभव्वोत्ति जेण को मुणइ ? । चोरुत्ति चारिउत्ति व होज्ज व परदारगामित्ति ? || २३७३ ॥ को जाणइ को सीसो को व गुरू ? तो न तव्विसेसोवि । गज्झो न चोवएसो को जाणइ सच्चमलियंति ? || २३७४ || For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy