________________
નય વિભાગનો વિચ્છેદ કરવાનું કારણ. ઉપરોક્ત ગાથાનો વિશેષાર્થ કહેવાને ભાષ્યકાર કહે છે.
૨૧૬]
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
नाऊण रक्खियज्जो मइ-मेहा - धारणासमग्गंपि । किच्छेण धरेमाणं सुयण्णवं पूसमित्तंति ॥ २२८९।। अइसयकओवओगो मइ मेहा - धारणाइपरिहीणे । नाऊण गमेस्सरिसे खेत्तं कालाणुभावं च ॥ २२९०।। साग्गोऽणुओगे वीसुं कासी य सुयविभागेणं । सुहगहणाइनिमित्तं नए य सुनिगूहियविभागे || २२९१।।
सविसयमसद्दहंता नयाण तम्मत्तय च गिण्हंता । मण्णता ग विरोहं अपरीणामातिपरिणामा ||२२९२ || गच्छेज्ज मा हुमिच्छं, परिणामा य सुहुमाइबहुभे । होज्जासत्ता धेत्तुं न कालिए तो नयविभागो ।। २२९३ ।।
તે આર્યરક્ષિતાચાર્યે, મતિ-મેઘા અને ધારણાદિ સમગ્ર ગુણવાળા પોતાના શિષ્ય પુષ્પમિત્રને પણ મુસીબતે શ્રુતાર્ણવ ધારણ કરતા જાણીને, તથા અતિશય જ્ઞાનોપયોગથી ભવિષ્યના પુરુષો ક્ષેત્રકાળાનુરૂપ મતિ-મેઘાદિ ગુણ રહિત થશે એમ જાણીને, તેઓ પર અનુગ્રહ કરવાને કાલિકાદિ શ્રુત વિભાગ વડે અનુયોગો કર્યા તથા સુખે ગ્રહણ કરી શકાય તે માટે અતિગૂઢાર્થવાળા નયો જુદા કર્યા, કારણ કે નયોના સ્વવિષયને નહિ સહનારા, તેમ જ નયના એક જ વિષયને ગ્રહણ કરીને તેમાં વિરોધ માનનારા અપરિણામી અને અતિપરિણામી શિષ્યો મિથ્યાત્વ ન પામે, તથા પરિણામી શિષ્યો પણ સૂક્ષ્માદિ બહુ ભેદવાળા નયોને ગ્રહણ કરી શકે નહીં, તે કારણથી કાલિકશ્રુતમાં નય વિભાગ રાખ્યો નથી. ૨૨૮૯ થી ૨૨૯૩.
શ્રીમાન્ આર્યરક્ષિતાચાર્યે, મતિ (અવબોધ શક્તિ), મેઘા (પાઠ શક્તિ), અને ધારણા (અવધારણ શક્તિ) આદિમાં સમર્થ અને બુદ્ધિમાન એવા પોતાના શિષ્ય દુર્બલિકા પુષ્પમિત્રને અતિમુશીબતે શ્રુત ધારણ કરતા જોઈને તેમજ ભવિષ્યમાં મતિમેઘા આદિ ગુણહીન પુરુષો થશે એમ જ્ઞાનોપયોગથી જાણીને, તેઓના ઉપર ઉપકાર કરવાને માટે શ્રીમાન્ આચાર્ય કાલિકાદિ શ્રુતના વિભાગે અનુયોગ જુદા કર્યા. માત્ર અનુયોગ જુદા કર્યા એટલું જ નહિ, પણ તે સાથે ક્ષેત્ર અને કાળનું સ્વરૂપ જાણીને નૈગમાદિ નયો પણ જુદા કર્યા; કારણ કે નયોની વ્યાખ્યા અતિગૂઢ અર્થવાળી છે, સુખપૂર્વક ગ્રહણ કરી શકાય, તે માટે તે જુદા કર્યા.
Jain Education International
નયો જુદા કરવાનું બીજું પણ વિશેષ કારણ છે કે અપરિણામી અતિપરિણામી, અને પરિણામી એમ ત્રણ પ્રકારના શિષ્યો હોય છે. તેમાં અવિપુલમતિ, અગીતાર્થ એવા અને જિનવચનનું રહસ્ય જેને સમજાયું ન હોય, તે અપરિણામી કહેવાય છે. જે અતિવ્યાપ્તિ આદિ વડે જિનવચનમાં અપવાદ દૃષ્ટિવાળા હોય, તે અતિપરિણામી કહેવાય છે, અને જે સમ્યક્ પ્રકારે જિનવચનનું રહસ્ય જાણીને મધ્યસ્થવૃત્તિવાળા હોય, તે પરિણામી કહેવાય છે. એમાંના જે અપરિણામી શિષ્યો હોય તે “માત્ર જ્ઞાન જ શ્રેય છે, અથવા ક્રિયા જ શ્રેય છે' ઇત્યાદિ નયોના સ્વ સ્વ વિષયને નહિ માનતા,
For Private & Personal Use Only
www.jainelibrary.org