SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] નયો જુદા કરવાનું કારણ [૨૬૭ મિથ્યાત્વને ન પામો, તથા જે અતિપરિણામી શિષ્યો હોય તે અમુક એક નયે ક્રિયા વગેરે કહેલ હોય, તેને જ પ્રમાણ તરીકે ગ્રહણ કરીને, એકાંત નિત્યાદિ વસ્તુનું પ્રતિપાદન કરનારા નયોનો પરસ્પર વિરોધ માનતા મિથ્યાત્વ ન પામો, તેમજ જે પરિણામી શિષ્યો હોય તે જો કે મિથ્યાત્વ ન પામે, તો પણ નયો વડે વિસ્તારથી વ્યાખ્યા કરતાં, તેના સૂક્ષ્મ-અતિસૂક્ષ્મ ભેદો ગ્રહણ કરી શકે નહિ. તેથી તેઓ પર અનુગ્રહ કરવાની બુદ્ધિવાળા આર્યરક્ષિતાચાર્ય કાલિકશ્રુતમાં તેમ જ બીજા સર્વ શ્રતમાં વિસ્તારથી વ્યાખ્યા કરવા રૂપ નય વિભાગ કર્યો. ૨૨૮૯ થી ૨૨૯૩. હવે ચરણકરણાદિ ક્યા ક્યા અનુયોગ શ્રુતવિભાગમાં છે તે કહે છે. (३३१) कालियसुयं च इसिभासियाई तइआ य सूरपन्नत्ती । सब्बो य दिट्ठिवाओ चउत्थओ होइ अणुओगो ॥२२९४।।मू.भा. (३३२) जं च महाकप्पसुयं जाणि अ सेसाणि छेयसुत्ताणि । चरणकरणाणुओगोत्ति कालियत्थे उवगयाणि ॥२२९५॥७७७॥ કાલિકશ્રુતમાં પહેલો, ઋષિભાષિત શ્રુતમાં બીજો, સૂર્યપ્રજ્ઞપ્તિ આદિમાં ત્રીજો અને સમગ્ર દૃષ્ટિવાદમાં ચોથો એમ અનુક્રમે ચાર અનુયોગ છે, તથા જે મહાકલ્પકૃત અને એ સિવાયના શેષ જે છેદ સૂત્રો, તેમાં પણ ચરણ-કરણાનુયોગ છે. કેમકે તે સર્વ કાલિકશ્રુતમાં અન્તભૂત થાય છે. ૨૨૯૪ થી ૨૨૯૫. કાલગ્રહણાદિ વિધિ વડે ભણાતું અગીઆર અંગ રૂપ સર્વ શ્રુત કાલિકશ્રુતે કહેવાય છે. તેમાં ઘણે ભાગે ચરણસિત્તરી અને કરણસિત્તરીનું જ પ્રતિપાદન કરેલું છે, આથી તેમાં આર્યરક્ષિતાચાર્યે ચરણકરણાનુયોગને જ વ્યાખ્યામાં કર્તવ્યપણે કહેલ છે, તેમાં શેષ ત્રણ અનુયોગો છે, પણ તેની વ્યાખ્યા કર્તવ્યપણે કહી નથી. અહીં અનુયોગ અને અનુયોગવાનનો અભેદ ઉપચાર કરીને કાલિકશ્રુતને પ્રથમ ચરણકરણાનુયોગ તરીકે કહ્યું છે. જેમાં નમિ, કપિલ વગેરે મહર્ષિઓનાં ધર્મકથાનકો જ ઘણે ભાગે કહેલાં છે, એવા ઋષિભાસિત ઉત્તરાધ્યયન વિગેરેમાં ધર્મકથાનુયોગની વ્યવસ્થા કરી છે, તેથી તેને બીજો ધર્મકથાનુયોગ કહેવાય છે. સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરેમાં ચંદ્ર-સૂર્ય-ગ્રહનક્ષત્ર વગેરેની ગતિ સંબંધી ગણિત જ ઘણે ભાગે કહેલ છે, તેથી તેમાં ગણિતાનુયોગની વ્યવસ્થા કરી છે. અને સમગ્ર દૃષ્ટિવાદમાં પૂર્વપક્ષ ઉત્તરપક્ષાદિ વડે જીવાદિ દ્રવ્યનું પ્રતિપાદન કર્યું છે, તથા સુવર્ણરજત-મણિ-મોતી વગેરે દ્રવ્યની સિદ્ધિઓ કહેલ છે, તેથી તેમાં દ્રવ્યાનુયોગ જ સ્થાપન કર્યો છે. આ પ્રમાણે શ્રુતના વિભાગથી ચાર અનુયોગની વ્યવસ્થા કરી છે, અને દરેક સૂત્રે ચારે અનુયોગ કરવાનું નિષેધ્યું છે. ઉપર જણાવેલ ગ્રંથો સિવાય, મહર્ષિઓએ દૃષ્ટિવાદમાંથી ઉદ્ધરીને મહાકલ્પ ગ્રુત છેદ સૂત્રો વગેરે ગ્રંથો, ધર્મકથાનુયોગના પ્રસંગે ચરણકરણાનુયોગનું પ્રતિપાદન કરવાને કહેલા હોય, તે પણ સર્વ ચરણકરણાનુયોગ સમજવા. કારણ કે તે સૂત્રો પણ કાલિકશ્રુતમાં અન્તભૂત થાય છે. ૨૨૯૪-૨૨૯૫. હવે વહુ ઇત્યાદિ ૨૩૦૦મી ગાથાની પ્રસ્તાવના કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy