SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ २१२] નૈગમાદિ ત્રણ ગયો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ નયનો વિચાર ક્યાં કરવો અને ક્યાં ન કરવો તે કહે છે. (३१२) एएहिं दिट्ठिवाए परूवणा सुज्ञ-अत्थकहणा य । इहपुणअणभुवगमो अहिगारो तीहिं ओसन्नं ॥२२७५।।७६०॥ पायं संववहारो ववहारंतेहिं तिहि य जं लोए । तेण परिकम्मणत्थं कालियसुत्ते तदहिगारो ॥२२७६॥ (३१३) नत्थि नएहिं विहणं सुत्तं अत्थो य जिणमए किंचि । आसज्ज उ सोयारं नए नयविसारओ बूया ॥२२७७॥७६१॥ भासिज्ज वित्थरेणवि नयमयपरिणामणासमत्थम्मि । तदसत्ते परिकम्मणमेगनएणंपि वा कुज्जा ॥२२७८।। એ મૈગમાદિ નયા વડે દૃષ્ટિવાદમાં સર્વ વસ્તુની પ્રરૂપણા તથા સૂત્રાર્થનું કથન કરાય છે; પરંતુ અહીં કાલિકશ્રુતની વ્યાખ્યા નો વડે કરાતી નથી, જો શ્રોતાની અપેક્ષાએ નય વિચાર કરાય, તો ઘણું કરીને પ્રથમના ત્રણ નવો વડે અધિકાર છે. કેમકે ઘણું કરીને લોકમાં નૈગમસંગ્રહ ને વ્યવહાર એ ત્રણ નયો વડે સ્કૂલ વ્યવહાર પ્રતિપાદન થાય છે, તેથી કરીને શિષ્યની મતિની પરિકર્મણા માટે કાલિક શ્રુતમાં તેનો અધિકાર છે. જિનમતમાં એવું કોઈ સૂત્ર કે અર્થ નથી, કે જે નયે કરને રહિત હોય, પરંતુ મતિમંદ આચાર્ય અને શિષ્યની અપેક્ષાએ સર્વ નયનો વિચાર નિષેધ્યો છે, જો કોઈ બુદ્ધિમાન શ્રોતા મળે તો તેને નય વિશારદ આચાર્ય વિસ્તારથી પણ સર્વ નયનો વિચાર કહે, પરંતુ તેવો શ્રોતા ન હોય (મતિમંદ હોય) તો એક નયનો વિચાર પણ ન કહે. ૨૨૭૫ થી ૨૨૭૮. ॥ सभातम् नयारम् ॥ એ પ્રમાણે નયદ્વાર કહીને, હવે સમવતારદ્વાર કહે છે, એટલે કે એ નયોનો સમાવતાર ક્યાં થાય અને ક્યાં ન થાય તે કહે છે. (३१४) मूढनइयं सुयं कालियं तु न नया समोयरंति इहं । अपुहुत्ते समोयारो नत्थि पुहुत्ते समोयारो ॥२२७९॥७६२॥ अविभागत्था मूढा नयत्ति मूढनइयं सुयं तेणं । न समोयरंति संता पइपयं जं न भण्णंति ।।२२८०॥ अपुहुत्तमेगभावो सुत्ते सुत्ते सवित्थरं जत्थ । भण्णंतऽणुओगा चरण-धम्म-संखाण-दव्वाणं ॥२२८१॥ तत्थेव नयाणंपि हु पइवत्थु वित्थरेण सब्बेसि । देसिंति समोयारं, गुरवो भयणा पुहत्तम्मि ॥२२८२।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy