________________
ભાષાંતર ] નયોનું નિરૂપણ.
[૨૬૧ परसमएगनयमयं तप्पडिवक्खनयओ नियत्तेज्ज ।
समए व परिग्गहियं परेण जं दोसबुद्धीए ॥२२७४॥ જેમ છૂટા છૂટા મણીઓ રત્નમાળા ન કહેવાય, તેમ જુદા જુદા નયો પણ સમસ્ત વસ્તુના જ્ઞાપક ન કહેવાય; પરંતુ સમુદિત મણીઓ જેમ રત્નમાળા કહેવાય છે, તેમ સમુદિત નયો પણ સમસ્ત વસ્તુના જ્ઞાયક થાય છે. ઉપર કહ્યા મુજબ સ્વવિષયને સત્યપણે તથા પરવિષયને પરાક્ષુખપણે જાણીને નથવિધિજ્ઞ સાધુ જ્ઞયવસ્તુમાં સંમોહ પામતો નથી અને સિદ્ધાંતની આશાતના કરતો નથી. જે વ્યક્તિ વિધિપૂર્વક નિક્ષેપ નય અને પ્રમાણથી વસ્તુને જાણતો નથી, તે વ્યક્તિને અયુક્ત હોય તે યુક્ત જણાય છે અને યુક્ત હોય તે અયુક્ત જણાય છે. અન્ય દર્શનવાળાઓનો મત એકનયાનુસારી છે, તેને તેના પ્રતિપક્ષી નયથી દૂર કરવો, અને સ્વસિદ્ધાંતમાં બીજાઓએ જે દોષ બુદ્ધિથી ગ્રહણ કર્યું હોય, તેને પણ નયની યુક્તિ વડે ગુણરૂપે સ્થાપવું. ર૨૭૧ થી ૨૨૭૪.
જેમ છૂટા છૂટા મણિઓ રત્નમાળા કહેવાય નહિ. તેમ જુદા જુદા નયો પણ પરસ્પર નિરપેક્ષ હોવાથી સમસ્ત વસ્તુના જ્ઞાયક થતા નથી, પરંતુ જેમ એકત્રિત કરીને સૂત્રમાં પરોવેલા મણિઓ રત્નમાળા કહેવાય છે, તેમ સમુદિત નયો પણ પરસ્પર સાપેક્ષ હોવાથી સમસ્ત વસ્તુના જ્ઞાપક થાય છે.
પૂર્વે કહ્યા મુજબ પરસ્પર વિવાદ કરતા નયોને જોઈને કોઈ મૂંઝાઈને એમ કહે કે “આમાં તો પરસ્પર કંઈ મેળ ખાતો નથી.” આ પ્રમાણે બોલીને જેઓ સિદ્ધાંતની આશાતના કરે છે, તે તેઓનું મહા અજ્ઞાન છે કેમકે જે જે દ્રવ્યાસ્તિકાદિ નય છે, તે પોતાનો નિત્યસ્વાદિ વિષય માત્ર પ્રતિપાદન કરવામાં તત્પર છે, અને બીજા પર્યાયાસ્તિકાદિ નયના અનિત્યત્વાદિ વિષયનો તિરસ્કાર કરતા નથી, તેમ તેનું પ્રતિપાદન પણ કરતા નથી, કારણ કે દરેક નય એકાંશગ્રાહી હોવાથી માત્ર સ્વવિષયનું જ પ્રતિપાદન કરે છે, તેથી તે સમ્યગુનય છે. આ પ્રમાણે સર્વ નયો જાણીને અન્યોન્યરૂપે તેઓના સ્વસ્વવિષયના પ્રતિપાદનમાં પણ નિયવિધિ જાણનાર પંડિત જોય વસ્તુમાં સમ્મોહ પામતો નથી, તેમ જ નિંદા કરવાદિ વડે સિદ્ધાંતની આશાતના કરીને મિથ્યાત્વ પણ પામતો નથી; પરંતુ “અમુક અપેક્ષાએ એમ પણ છે, અને અમુક અપેક્ષાએ આમ પણ ઘટે છે,” ઈત્યાદિ પ્રકારે નયોને વિષયવિભાગે સ્થાપીને વસ્તુ જાણે છે.
સંમોહ ઉત્પન્ન કરનાર આવા નિયવિચારનું જ શું પ્રયોજન છે ? એવી કોઈ શંકા કરે તો તે અયોગ્ય છે; કારણ કે જે મનુષ્ય નામ-સ્થાપનાદિ નિક્ષેપ, નૈગમાદિ નય, અને પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે સૂકમબુદ્ધિપૂર્વક વસ્તુ તત્ત્વનો વિચાર કરતો નથી, તેને અજ્ઞાનને લીધે યોગ્ય હોય તે અયોગ્ય ભાસે છે, અને અયોગ્ય હોય તે યોગ્ય ભાસે છે, આ કારણથી વસ્તુને યથાર્થપણે જાણવા માટે નય વિચાર કરવો જોઈએ. વળી બૌદ્ધાદિક અન્ય દર્શનીના અનિત્યતાદિનું પ્રતિપાદન કરનાર ઋજુસૂત્રાદિ નયના મતનું, તેના પ્રતિપક્ષી નિત્યાદિકનું પ્રતિપાદન કરનાર દ્રવ્યાસ્તિકાદિ નયના મતથી નિરાકરણ કરવું, અથવા જેનાગમમાંથી પણ અજ્ઞાન અને દ્વેષાદિ યુક્ત અન્યદર્શનીએ દોષબુદ્ધિથી જે જીવાદિ વસ્તુ ગ્રહણ કરી હોય-માની હોય, તેનું પણ નથવિધિજ્ઞ પંડિત નયની યુક્તિઓ વડે નિરાકરણ કરવું. આ કારણથી પણ નયનો વિચાર કરવો સપ્રયોજન છે. રર૭૧ થી ૨૨૭૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org