________________
૨૬૦] ગજના દૃષ્ટાન્તે સર્વનયસમૂહની શાસનતા.
વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
દરેક નય વસ્તુને દેશથી જણાવનારા હોવાથી શ્રુતાદિકની જેમ તે વસ્તુને જણાવનારા જ છે; તેથી સર્વ તૈયો સમ્યક્દ્ભાવને પામવાથી કેવળજ્ઞાનની જેમ સમસ્ત વસ્તુને જણાવનારા છે. હસ્તીના અવયવમાં હસ્તિની પ્રતિપત્તિ માનનાર આંધળાઓની જેમ અનંતધર્માત્મક વસ્તુના એકાદ અંશ-ધર્મમાં સંપૂર્ણ વસ્તુ માનનારા જુદા જુદા નયો મિથ્યાર્દષ્ટિ છે. હસ્તીના સર્વ અવયવ સમુદાયને હસ્તી કહેનાર દેખતા મનુષ્યની જેમ, સમુદ્રિત થયેલા નયો સમસ્ત પર્યાયાત્મક વસ્તુને જણાવનારા છે, તેથી તે સમ્યવાદી છે. ૨૨૬૮-૨૨૭૦.
ચક્ષુ માત્ર ઘટ-પટાદિનું રૂપ જ ગ્રહણ કરે છે, પણ રસાદિ નહિ, અને પર્વતાદિકનો માત્ર આગળ આગળનો જ ભાગ જણાય છે, પાછળનો જણાતો નથી, આ પ્રમાણે વસ્તુનો એક દેશ જણાય છે. છતાં ચક્ષુ તે તે સંપૂર્ણ વસ્તુને જણાવનાર છે, એમ કહેવાય છે, એજ પ્રમાણે દરેક નયો પણ વસ્તુનો એક દેશ જણાવનારા હોવાથી સામાન્યપણે તેઓ વસ્તુને જણાવનારા છે, એમ કહેવાય છે. મિથ્યાત્વ દૂર થતાં સમ્યક્ત્વરૂપ થવાથી સર્વ નયો અનુક્રમે વિશુદ્ધ થતાં સર્વ આવરણ-પ્રતિબંધના અભાવે જેમ કેવળજ્ઞાન જણાવે છે તેમ નો પણ સમસ્ત વસ્તુને જણાવનાર થાય છે.
અનંતધર્માત્મક વસ્તુના કોઈ એક અનિત્યાદિરૂપ ધર્મને ગ્રહણ કરીને બૌદ્ધાદિનયવાદીઓને એવી પ્રતીતિ થાય છે, કે મેં “સંપૂર્ણ વસ્તુ જાણી' આવી રીતે જુદા જુદા દરેક નયો વિપરીતબુદ્ધિવાળા હોવાથી મિથ્યાર્દષ્ટિ છે, જેમ અનેક અવયવવાળા હસ્તીના પુચ્છાદિમાંથી કોઈ એક અવયવને ગ્રહણ-કરીને હસ્તીની કલ્પના કરનાર અંધ મનુષ્યોની પ્રતીતિની જેમ જુદા જુદા નયોની પણ માન્યતા એક અંશગ્રાહી છે.
પરંતુ સમુદિત થયેલા સર્વ નયો સમસ્તપર્યાય યુક્ત વસ્તુને જણાવનારા થાય છે, તેથી તે સમ્યગ્દષ્ટિ કહેવાય છે. જેમ સર્વ અવયવના સમુદાયાત્મક હસ્તિને દેખતો પુરુષ હસ્તિને સત્ય સ્વરૂપે કહે છે, તેમ સમુદિત નયોનું પણ સર્વ અવયવમય વસ્તુ કહેવાપણું જાણવું. એકાંત નિશ્ચયરહિત અન્ય નયની અપેક્ષાવાળો સ્થાત્ શબ્દ યુક્ત એક નય હોય, તો પણ તે સમ્યવાદી છે, પરંતુ એકાંત નિશ્ચયવાળા અન્ય નયની અપેક્ષારહિત સ્થાત્ શબ્દ વિનાના સમુદિત ઘણા નયો હોય, તેને સમુદિત નય કહેવાતા નથી, કેમકે ખરી રીતે તેઓ સમુદિત નથી, એકાન્ત નિશ્ચય વિનાના પૃથક્ પૃથક્ નયો હોય, તો પણ તેમને પરસ્પરની અપેક્ષાએ સમુદિત કહેવાય છે. ૨૨૬૮ થી ૨૨૭૦.
સમુદિત નયો વસ્તુને સમસ્ત પ્રકારે જણાવે છે, તે વાત બીજા ઉદાહરણથી કહે છે.
न समत्तवत्थुगमगा वीसुं रयणावलीए मणउ व्व । सहिया समत्तगमगा मणओ रयणावलीए व्व ।। २२७१ ।।
Jain Education International
एवं सविसयसच्चे परविसयपरं मुहे णये नाउं । नेसु न संमुज्जइ न य समयासायणं कुणड़ || २२७२ || अत्थं जो न समिक्खई निक्खेव-नय- प्पमाणओ विहिणा । तस्स अजुत्तं जुत्तं जुत्तमजुत्तं व पडिहा
॥२२७३॥
For Private & Personal Use Only
www.jainelibrary.org