SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] નયોનું નિરૂપણ. [૨૫૯ અથવા ઉપરોક્ત સંખ્યા યુક્ત જ નય પ્રકાશે છે એમ નહિ, પણ જેટલા વચનના પ્રકાર છે, તેટલા જ નયના પ્રકાર છે, જે જે નયો છે, તે દરેક એકાંત નિશ્ચયવાળા હોવાથી અન્ય દર્શનીના સિદ્ધાન્તરૂપ છે, પરંતુ જો તે બધા સમુદિત હોય તો એકાંત નિશ્ચય રહિત થતાં સ્યાત્ શબ્દ યુક્ત થવાથી સમ્યકત્વભાવ પામે છે. આ સંબંધમાં સ્તુતિકાર મહારાજ કહે છે કે “હે નાથ ! જેમ સમુદ્રમાં સર્વ નદીઓ મળે છે, તેમ આપને વિષે સર્વ દર્શનો મળે છે; પરંતુ નદીઓમાં સમુદ્ર જણાતો નથી, તેમ તે વિભક્ત દર્શનોમાં આપ જણાતા નથી.” અહીં કદાચ કોઈ એમ કહેવા માગે છે - એ સઘળા નો કદી પણ સમુદિત થાય નહિ, અને જો કદાચ થાય, તો તે સમ્યકત્વભાવ પામે નહિ, કારણ કે તે દરેક પ્રત્યેક અવસ્થામાં મિથ્યાષ્ટિ હોવાથી સમુદિત અવસ્થામાં તો તે વિશેષે કરીને મહામિથ્યાત્વી થાય. વળી તે સમુદિત થયા હોય, તો વસ્તુને જણાવનારા પણ ન થાય, કેમકે તે પ્રત્યેક અવસ્થામાં પણ વસ્તુને સંપૂર્ણ જણાવનારા નથી, તેથી કરીને સમુદિત થયેલા નયો પરસ્પર વિરોધી હોવાથી શત્રુની જેમ માંહોમાંહે વિવાદ કરતા વસ્તુને જણાવનારા નથી થતા, પણ ઉલટા વસ્તુનો વિઘાત કરનારા થાય છે, એટલે તે સમ્યકત્વ અથવા જિનશાસનભાવ પણ પામતા નથી. ઉપરનું કથન યુક્તિ સંગત નથી, કેમકે પરસ્પર વિરુદ્ધ છતાં પણ તે સઘળા નો સમુદિત થાય છે, અને સમ્યકત્વભાવ પામે છે. જેમ પરસ્પર વિરોધભાવ પામેલા નોકરવર્ગને ન્યાયદર્શી રાજા યોગ્ય ઉપાયથી તેમનો વિરોધ દૂર કરીને એકત્ર કરે છે, અને તેમની પાસે સમ્પ્રવૃત્તિ કરાવે છે અથવા ધન ધાન્ય ભૂમિ આદિને માટે પરસ્પર વિવાદ કરતા લોકોને, સમ્યગુ ન્યાયદર્શી કોઈ મધ્યસ્થ પુરુષ તેમના વિવાદનું કારણ યુક્તિ વડે દૂર કરવાપૂર્વક, સમાધાન કરીને સન્માર્ગ ગ્રહણ કરાવે છે, તેમ અહીં પણ પરસ્પર વિરુદ્ધ એવા ઘણા નયોને સમ્યગુ જ્ઞાની જૈન સાધુ તેમનું એકાંતનિશ્ચયરૂપ વિરોધનું કારણ દૂર કરીને એકઠા કરે છે, જ્યારે એકાંતનિશ્ચયરૂપ તેમના વિરોધનું કારણ દૂર થાય છે, ત્યારે તેઓ સમ્યકત્વ પામે છે - જૈનાગમભાવ પામે છે. જેમાં પુષ્કળ વિશ્વના અંશો છતાં પણ તેને પ્રૌઢમંત્રવાદી વિષરહિત કરીને કોઢ આદિ રોગવાળાને આપે છે, તો તે અમૃતભાવ પામે છે, તેમ અહીં પણ જાણવું. ર૬૪ થી રર૬૭. દરેક નયો એકેક અંશગ્રાહી હોવાથી સમુદિત થયેલા તે વસ્તુને જણાવનારા કેવી રીતે થાય ? જો વસ્તુ જણાવનારા હોય, તો તે દરેક મિથ્યાદેષ્ટિ કેમ કહેવાય ? અને મિથ્યાદષ્ટિ હોવાથી સમુદિત થતાં સમ્યગુદૃષ્ટિ કેવી રીતે થાય ? એ માટે કહે છે કે : देसगमगत्तणाओ गमगच्चिय वत्थुणो सुयाइ ब्व । सव्वे समत्तगमगा केवलमिव सम्मभावम्मि ॥२२६८॥ जमणेगधम्मणो वत्थुणो तदंसेवि सब्बपडिवत्ती। अन्ध ब्ब गयावयवे तो मिच्छद्दिट्ठिणो वीसुं ॥२२६९।। जं पुण समत्तपज्जायवत्थुगमगत्ति समुदिया तेणं । सम्मत्तं चक्नुमओ सव्वगयावयवगहणे व्व ॥२२७०।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy