SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮] નયની વ્યાખ્યા અને તેમની સમીચીનતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ચાર નિયો, અર્થને મુખ્ય માનીને શબ્દને ગૌણ માની વસ્તુનું પ્રતિપાદન કરે છે, બાકીના શબ્દાદિ ત્રણ નયો, શબ્દને મુખ્ય માની અર્થને ગૌણ માનીને વસ્તુનું પ્રતિપાદન કરે છે. એ પ્રમાણે નૈગમાદિ નયોનું સંક્ષેપ લક્ષણ મૂળનીતિભેદે કહ્યું, અને વિસ્તારથી પણ એ જ પ્રમાણે તેના ઉત્તરભેદે જાણવું. ર૨૬૦ થી રર૬૩. હવે એ નયોનો ઉત્તર ભેદ જણાવે છે. (३११) एक्केको य सयविहो सत्त नयसया हवंति एमेव । अन्नोवि य आएसो पंचेव सया नयाणं तु ॥२२६४।७५९॥ जावन्तो वयणपहा तावन्तो वा नयाविसद्दाओ । ते चेव य परसमया सम्मत्तं समुदिया सन्चे ॥२२६५॥ न समेन्ति न य समेया सम्मत्तं नैव वत्थुणो गमगा । वत्थुविघायाय नया विरोहओ वेरिणो चेव ।।२२६६।। सब्वे समेंति सम्मं चेगवसाओ नया विरुद्धावि । भिच्च-ववहारिणो इव राओदासीणवसवत्ती ॥२२६७॥ નિગમાદિ એકેક નયાના સો સો ભેદ ગણતાં સાત નયના સાતસો ભેદ થાય, એ જ પ્રમાણે બીજા આદેશથી પાંચ નયોના પાંચસો આદિ ભેદો થાય છે. અપિ શબ્દથી જેટલા વચનના માર્ગ છે, તેટલા નયો છે, અને તે દરેક પરિસિદ્ધાન્તરૂપ છે, પણ તે સઘળા સમુદિત હોય તો તે જિનશાસનરૂપ છે. (કદાચ કહેવામાં આવે છે) તે નય સમુદિત થતા નથી, અને સમુદિતા થાય, તો પણ તે સમ્યકત્વભાવ પામતા નથી, તેમ જ વસ્તુને જણાવનારા પણ થતા નથી; પરંતુ પરસ્પર વિરોધને લીધે વેરીની જેમ ઉલટા વસ્તુ વિઘાતક થાય છે. (આમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે કેમકે) રાજાને આધીન નોકરો અને ઉદાસીન (મધ્યસ્થી વૃત્તિવાળાને આધીન વ્યવહારીની જેમ સર્વ નયો પરસ્પર વિરુદ્ધ છતાં પણ તે એક જૈન સાધુના વશવર્તી હોવાથી સમ્યકત્વભાવ પામે છે. ર૨૬૪ થી રર૬૭. એ નૈગમાદિ સાતે નયોના દરેકના સો સો ઉત્તર ભેદ ગણીએ, ત્યારે બધા મળી સાતસો ઉત્તર ભેદ થાય અને શબ્દાદિ ત્રણ એટલે શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણને એક જ શબ્દનય કહીએ ત્યારે મૂળ પાંચ નો થાય, અને તે દરેકના ઉત્તર ભેદ સો સો ગણીએ તો સર્વ મળી પાંચસો ભેદ થાય. વળી અપિ શબ્દથી બીજા પ્રકારે મૂળ નયો છ-ચાર અને બે પણ થાય જેમકે સામાન્યગ્રાહી નૈગમનો સંગ્રહનયમાં, અને વિશેષગ્રાહી નૈગમનો વ્યવહારનયમાં અંતર્ભાવ કરવામાં આવે, ત્યારે મૂળ છ નય થાય, અને તેનાં ઉત્તર ભેદ છસો થાય. સંગ્રહ-વ્યવહાર ને ઋજુસૂત્ર એ ત્રણ નયો અને શબ્દાદિ ત્રણ શબ્દનયને એક જ પર્યાયાસ્તિક કહેવામાં આવે, ત્યારે મૂળ ચાર નવો થાય, અને તેના ઉત્તર ભેદ ચારસો થાય. તથા નૈગમાદિ ચાર નિયોને એક દ્રવ્યાસ્તિક નય કહેવામાં આવે, અને શબ્દાદિ ત્રણ નયોને એક પર્યાયાસ્તિક નય કહેવામાં આવે, ત્યારે મૂળ બે ગયો અને તેના ઉત્તર ભેદ બસો થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy