________________
ભાષાંતર ] સમવતાર દ્વાર.
[૨૬૩ एगो च्चिय देसिज्जइ जत्थणुओगो न सेसआ तिण्णि ।
सन्तावि तं पुहुत्तं तत्थ नया पुरिसमासज्ज ॥२२८३॥ હાલમાં મૂઢનયિક એવું કાલિકશ્રુત હોવાથી તેમાં નયોનો સમાવતાર થતો નથી પણ જ્યાં સુધી ચારે અનુયોગોનો એકીભાવ હતો ત્યાં સુધી સમવતાર થતો હતો, પૃથગુભાવમાં થતો નથી. અવિભાગસ્થ નથી જ્યાં હોય તે તે મૂઢનયો કહેવાય, અને તે વડે શ્રત પણ મૂઢનયિક કહેવાય. એવા મૂઢનયિક કાલિકશ્રત (જે શ્રત પહેલી અને છેલ્લી પોરિસીમાં ભણાય તે)માં નયોનો સમાવતાર થતો નથી. જો કે હાલ પણ નયો છે તો પણ તે દરેક પદે કહેવાતા નથી. આ પ્રથગુભાવ એટલે
જ્યાં સુધી દરેક સૂત્રમાં ચરણ-કરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ એ ચાર સવિસ્તર વર્ણવતા હતા ત્યાં સુધી સર્વ નયોનો સમવતાર દરેક વસ્તુ પર ગુરુ મહારાજ બતાવતા હતા, પણ પૃથગુભાવમાં સમાવતારની ભજના છે; કેમકે પૃથગુભાવમાં એકેક સૂત્રે એકેક અનુયોગ જ બતાવાય છે, શેષ ત્રણ અનુયોગ બતાવાતા નથી. પરંતુ કોઈ યોગ્ય પુરુષની અપેક્ષાએ ત્યાં પણ સમાવતાર બતાવે છે. ૨૨૭૯ થી ૨૨૮૩.
ક્યા પુરુષ વિશેષથી આરંભીને એ પૃથભાવ થયો તે જણાવવાનું નિર્યુક્તિકાર તથા ભાષ્યકાર મહારાજ કહે છે કે - (३१५) जावंति अज्जवइरा अपुहुत्तं कालियाणुओगस्स ।
तेणारेण पुहुत्तं कालियसुय दिट्ठिवाए य ॥२२८४॥७६३।। अपुहुत्तमासि वइरा जावंति पुहुत्तमारओऽभिहिए ।
के ते आसि कया वा ? पसंगओ तेसिमुप्पत्ती ॥२२८५।। મહાબુદ્ધિમાન આર્યવજસ્વામી પર્યત કાલિકશ્રુતનો અનુયોગ પૃથફ ન હતો. ત્યાં સુધી શ્રોતા અને વક્તા તીવ્ર બુદ્ધિવાળા હતા.(અહીં આ જે કાલિકશ્રુત કહ્યું છે, તે તેની મુખ્યતા જણાવવાને માટે જ કહ્યું છે. અન્યથા ઉત્કાલિકશ્રુતમાં પણ દરેક સૂત્રમાં ચારે અનુયોગ તે વખતે હતા.) તે પછી આર્યરક્ષિતાચાર્યથી કાલિકશ્રુત અને દૃષ્ટિવાદમાં અનુયોગનું પૃથપણું થયું. આર્યવજાચાર્ય સુધી અનુયોગનું પૃથકપણું ન હતું, તે પછી પૃથપણું થયું; એમ કહ્યા પછી તે આર્તવજાચાર્ય કોણ હતા અને તે ક્યારે થયા એ શંકાના સમાધાન માટે પ્રસંગથી તેમની ઉત્પત્તિ કહેવી જોઈએ. ૨૨૮૪ થી ૨૨૮૫. - અસાધારણ ગુણવાળા આર્યવજાચાર્ય મહારાજની ઉત્પત્તિ કહેવાને ગ્રંથકાર “સ્વ” ઈત્યાદિ ગાથાઓ વડે તેમની સ્તુતિ કરે છે, તે ગાથાઓ સુગમ હોવાથી ભાષ્યકારે તેની વ્યાખ્યા કરી નથી, તે જાણવાની ઈચ્છાવાળાએ, મૂળ આવશ્યકની ટીકામાંથી તે જાણી લેવી. અહીં તે સંબંધની નિયુકિત ગાથાથી વ્યાખ્યા ન કરતાં, ભાષ્યકાર તે અનુયોગના પૃથકપણાની ઉત્પત્તિ કહે છે.* *(३१६) तंबुवणसन्निवेसाउ निग्गयं पिउसगासमल्लीणं ।
छम्मासिअ छसु जयं माऊइ समन्निअं वंदे ॥७६४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org