________________
ભાષાંતર]. ધ્વનિભેદે ભેદ માનવાનું કારણ.
[૨૫૧ અનુસરે છે, તેથી આને સમભિરૂઢનય કહે છે. દ્રવ્ય અથવા પર્યાયરૂપ વસ્તુ જે વચનાન્તરથી અભિધેય હોય છે, તે સંકરાદિ દોષ ન થાય માટે અન્ય શબ્દના વાચ્યમાં સંક્રમતું નથી; કેમકે અન્ય શબ્દથી વાચ્ય વસ્તુ અન્ય શબ્દના અર્થને પામતી નથી. કારણ કે સંકરપણાદિ દોષના પ્રસંગથી સંશય-વિપર્યય અને એકતાદિ દોષો પ્રાપ્ત થાય. માટે ઘટપટાદિ શબ્દના અર્થની જેમ ઘટ અને કટાદિ શબ્દોના અર્થનો પણ અભિધાનના ભેદથી ભેદ યોગ્ય છે, અર્થાત્ તેથી પર્યાય - અભાવ છે. યદિ લિંગ અને વચનથી ભિન્ન એવા ઘટ તથા પટાદિ શબ્દથી વાચ્ય અર્થનો ધ્વનિના ભેદથી ભેદ માનવામાં આવે છે, તો પછી ઘટ અને કૂટાદિ શબ્દથી વાચ્ય અર્થનો ધ્વનિના ભેદથી વાચ્ય અર્થનો ભેદ શા માટે માનવામાં ન આવે ? રર૩૬ થી ૨૨૪૦.
જે જે ઘટાદી સંજ્ઞા છે, તે તે સંજ્ઞાને યથાર્થસંજ્ઞાવાળી જ આ નય માને છે, કારણ કે તે ઘટાદિ સંજ્ઞા કુટાદિરૂપ નામાંતરના અર્થમાં વિમુખ હોવાથી ઘટશબ્દથી વાચ્ય જે અર્થ છે, તે અર્થ કુટ-કુંભાદિ શબ્દથી વાચ્ય હોતો નથી. એટલે કે જે દ્રવ્ય અથવા પર્યાયાત્મક ઘટાદિ વસ્તુ ઘટાદિ વચનથી વાચ્ય છે, તે કુટાદિરૂપ વચનાંતરથી વાચ્ય ભાવને પામતી નથી. જો એક ઘટાદિ વસ્તુનો અન્ય કુટાદિ વસ્તુમાં સંક્રમ થાય તો સંકરાદિ દોષોની પ્રાપ્તિ થાય, એમ થવાથી ઘટાદિ અર્થમાં પટાદિ અર્થનો પણ સંક્રમ થતાં શું આ ઘટ છે? કે પટાદિ વસ્તુ છે? એવો સંશય થાય, અથવા ઘટાદિકમાં પટાદિકનો નિશ્ચય થવાથી વિપર્યય થાય, અથવા પટાદિકમાં પણ ઘટાદિકનો નિશ્ચય થવાથી ઘટ-પટાદિ અર્થની એકતા થઈ જાય, અથવા મેચકમણિની પેઠે ઘટ-પટાદિ અર્થની સંકીર્ણરૂપતા થાય.
આ સર્વ કહેવાનું તાત્પર્ય એ છે કે ઘટ-કુટ-કુંભ ઈત્યાદિ શબ્દો, પટ-ખંભાદિ શબ્દોની જેમ ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તવાળા હોવાથી, ભિન્ન ભિન્ન અર્થના વાચક છે, એમ સમભિરૂઢનય માને છે. જેમકે વિશિષ્ટ ચેષ્ટાવાન પદાર્થ તે ઘટ, કુટિલતાના યોગે કુટ, કુત્સિતપણે પૂર્ણ હોવાથી કુંભ. આ પ્રમાણે ઘટ-કુટ આદિ શબ્દો ભિન્ન ભિન્ન અર્થવાળા છે; તેથી કરીને જ્યારે ઘટાદિ અર્થમાં કુટાદિ અર્થનો પ્રયોગ કરવામાં આવે ત્યારે કુટાદિ વસ્તુનો તેમાં સંક્રમ કર્યો ગણાય, અને એમ થવાથી ઉપરોક્ત સંશયાદિ દોષો પ્રાપ્ત થાય.
તાત્પર્યાર્થ એ છે કે ઘટ-કુટ કુંભ આદિ શબ્દોથી વાચ્ય પદાર્થનો પરસ્પર ભેદ યોગ્ય છે, કેમકે જેમ વાચક શબ્દના ભેદથી ઘટ-પટ-સ્તંભ આદિ શબ્દોથી વાચ્ય જે ઘટાદિ પદાર્થો ભિન્ન છે તેમ ઘટ-કુટ-કુંભ આદિમાં પણ વાચક શબ્દોનો ભેદ છે; માટે કુટ કુંભ-કળશ આદિ શબ્દો ઘટના પર્યાય વચન નથી. પણ દરેક ભિન્ન ભિન્ન છે. કારણ કે એક અર્થમાં અનેક શબ્દની પ્રવૃત્તિ હોઈ શકે નહિ. આ લિંગ અને વચનથી ભિન્ન એવા ઘટ-પટ-સ્તંભ આદિ શબ્દોથી વાચ્ય અર્થોનો જેમ શબ્દના ભેદથી ભેદ માનવામાં આવે છે, તો પછી ઘટ-કુટ-કુંભ-કળશ આદિ શબ્દોથી વાચ્ય અર્થોના ભેદ શા માટે ન માનવો જોઈએ? તેમાં એ ધ્વનિનો ભેદ તો સમાન છે. ર૨૩૬ થી રર૪૦. હવે વસતિ અને પ્રસ્થકાદિ વિચારમાં પણ આ નયનો પૂર્વેના નયોથી ભેદ જણાવે છે.
आयासे वसइत्ति य भणिए भणइ किह अन्नमन्नम्मि । मोत्तणायसहावं वसेज्ज वत्थू विहम्मम्मि ? ॥२२४१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org