SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦] સમભિરૂટની વ્યાખ્યા અને માન્યતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વસ્તુમાં પણ વિશેષતા માને છે; કેમકે સ્ત્રીલિંગ-પુલિંગ અને નપુંસકલિંગવાળા નામોથી વાચ્ય તટ તટી આદી પદાર્થોમાં ભેદ છે એકતા નથી. “તટી” એ નામનો અર્થ જુદો છે, “તટ” એ નામનો અર્થ જુદો છે, અને “તમ્” એ નામનો અર્થ પણ જુદો છે; વળી “ગુરુ અને ગુરુઓ” ઈત્યાદિ એકવચન તથા બહુવચનથી વાચ્ય પદાર્થોમાં પણ ભેદ છે; કારણ કે ધ્વનિના ભેદથી ઘટ-પટાદિ પદાર્થોની જેમ તે શબ્દોમાં પણ ભેદ છે. માટે તે લિંગ અને વચનનો ભેદ હોય તો ભિન્ન અર્થ માનવો, એટલે કે જેવો ધ્વનિ તેવો તેનો અર્થ જાણવો. અન્ય લિંગવાચી શબ્દનો અન્યલિંગવાળો અર્થ થઈ શકે નહિ, તેમજ એક વચનવાચી શબ્દનો અર્થ દ્વિવચનવાચી કે બહુવચનવાચી પણ થઈ શકે નહિ. વળી જાસૂત્રનય નામાદિ ચાર નિક્ષેપયુક્ત વસ્તુ માને છે. અને શબ્દનય તો માત્ર ભાવનિક્ષેપને જ માને છે, તે પણ પૂર્વોક્ત નીતિએ સભાવાદિ વડે વિશેષિત અને લિંગ તથા વચનથી અભિન્ન અર્થવાળી વસ્તુ માને છે, પણ એક જ અર્થને ત્રિલિંગવૃત્તિ શબ્દથી વાચ્ય માનતો નથી, તેમ એકવચન બહુવચન વૃત્તિ શબ્દથી વાચ્ય પણ માનતો નથી. એ પ્રમાણે ઋજુસૂત્ર અને શબ્દનયનો પરસ્પર ભેદ છે. હવે અનન્તર કહેવાશે તે સમભિરૂઢ નયની સાથે આ શબ્દનયનો તફાવત જણાવે છે. “ઈન્દ્રશક્ર-પુરન્દર” ઈત્યાદિ બહુ પર્યાયો ઈન્દ્રાદિક વસ્તુના જે છે તે શબ્દનયના મતે એક છે, કેમકે ઈન્દ્રાદિક શબ્દના ઈદનાદિ જે અર્થ છે, તે વડે ઈન્દ્રાદિક એક વસ્તુમાં ઈન્દન-શકન્દન-પુદરણાદિ બધા અર્થ ઘટે છે, તેથી ઈન્દ્ર-શુક્ર આદિ બહુ પર્યાયવાળી છતાં પણ તે વસ્તુ એક જ છે, એમ શબ્દનયનું મન્તવ્ય છે, પરંતુ સમભિરૂઢનય એમ માનતો નથી, તે તો પર્યાયના ભેદ વસ્તુનો પણ ભેદ માને છે, એ સંબંધી હકીકત આગળ કહેવાશે. ૨૨૩૧ થી રર૩૫. હવે સમધિરૂઢનયની માન્યતા જણાવે છે અને તેની વ્યાખ્યા કહે છે. जं जं सण्णं भासइ तं तं चिय समभिरोहए जम्हा । सण्णंतरत्थविमुहो तओ नओ समभिरूढो त्ति ॥२२३६।। दबं पज्जाओ वा वत्थं वयणंतराभिधेयं जं । न तदन्नवत्थुभावं संकमए संकरो मा हू ॥२२३७॥ न हि सइंतरवच्चं वत्थु सइंतरत्थतामेइ । संसय-विवज्जए-गत्त-संकराइप्पसंगाओ ।।२२३८॥ घड-कुडसद्दत्थाणं जुत्तो भेओऽभिहाणभेआओ। घड-पडसद्दत्थाण व तओ न पज्जायवयणंति ॥२२३९।। धणिभेयाणं भेओऽणुमओ जइ लिंग-वयणभिन्नाणं । घड-पडवच्चाणं पिव घड-कुडवच्चाण किमणिट्ठो ? ॥२२४०।। આ નય જે જે સંજ્ઞા-નામ કહે છે તે તે સંજ્ઞાને જ માત્ર (તે સંજ્ઞાન્તર વિમુખ હોવાથી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy