________________
ભાષાંતર)
- લિંગાદિભેદે શબ્દભેદ.
[૨૪૯
નપુંસકલિંગવાળા નામોના વાચ્ય અર્થનો પટ અને ઘટની જેમ ધ્વનિના ભેદથી ભેદ છે, માટે આ નય લિંગ અને વચનથી અર્થને અભિન્ન માને છે. વળી વિશેષિત અભિન્ન લિંગ અને વચનવાળી ભાવવસ્તુને જ વસ્તુપણે માને છે, તેમજ શબ્દાર્થવશાત્ બહુ પર્યાયવાળી વસ્તુ પણ શબ્દનયને માન્ય છે. ૨૨૩૧ થી ૨૨૩૫. | ઋજુસૂત્રનય પ્રત્યુત્પન્ન અવિશેષિતઘટ સામાન્યથી માને છે, પણ શબ્દનય તો તે જ પ્રત્યુત્પન્ન ઘટને વિશેષિત માને છે; આટલો આ બે નયની માન્યતામાં તફાવત છે. સ્વપર્યાયવડે-પરપર્યાયવડે અને ઉભયપર્યાયવડે; સર્ભાવવડે-અસભાવવડે અને ભાવાભાવવડે વિશેષિત ઘટ-અઘટ-અવક્તવ્ય ઉભયરૂપાદિ ભેદ માને છે, અર્થાત્ સપ્તભંગી આ નય માને છે, જેમકે-ઉર્ધ્વગ્રીવા કપોલ કુક્ષિબુનાદિ સભૂત સ્વપર્યાયો વડે વિશેષિત ઘટને ઘટ કહેવાય છે, આ વ્યાખ્યાથી “ઘટ છે” એવો પ્રથમ ભાંગી થાય છે. તથા પટાદિગત જે ત્વચાનું રક્ષણ કરવારિરૂપ પરપર્યાયો તે ઘટમાં નથી, તેથી અસભૂત એવા પરપર્યાયો વડે વિવક્ષા કરતાં ઘટ ન કહેવાય એટલે કે પરપર્યાયો વડે ઘટની અસત્ વિવક્ષા કરતાં “ઘટ નથી” એવો બીજો ભાંગો થાય છે. વળી સ્વ-પર ઉભય પર્યાયો વડે અને સદ્ભાવ અસદ્દભાવથી વિશેષિતપણે એકી સાથે કહેવા ઈચ્છીએ તો અતિ કે નાસ્તિપણે કહી શકાય નહિ, તેથી “અવ્યક્તવ્ય” નામનો આ ત્રીજો ભાગો થાય; કેમકે સભૂત અસભૂત સ્વપરપર્યાયથી સતુ અસતુ એવા તેને કોઈપણ એક અસાંકેતિક શબ્દ વડે એકી સાથે કહી શકાય નહિ. આ ત્રણ ભાંગા સકલાદેશ કહેવાય છે. અને બાકીના ચાર ભાંગી વિકલાદેશ કહેવાય છે, તે આ પ્રમાણે એકદેશમાં સ્વપર્યાયની વિદ્યમાનતા વડે અને અન્યત્ર પરપયની અવિદ્યમાનતા વડે કહેવાતો ઘટ, સદસત્ એટલે ઘટાઘટ થાય છે તથા એક દેશમાં સ્વપર્યાયો વડે સભાવે વિશેષિત, અને અન્યત્ર દેશમાં સ્વ-પર ઉભય પર્યાયો વડે સદ-સભાવે એકી સાથે અસાંકેતિક એક શબ્દવડે કહેવાને ઈચ્છેલો ઘટ, સદ્ અને અવક્તવ્ય થાય છે, કેમકે એક દેશમાં ઘટ છે, અને અન્ય દેશમાં અવક્તવ્ય છે. તથા એક દેશમાં પરપર્યાયો વડે અસદ્ભાવે વિશેષિત, અને અન્યદેશમાં સ્વ-પર પર્યાયો વડે ભાવાભાવથી એકી સાથે અસાંકેતિક એક શબ્દવડે કહેવા ઈચ્છેલો ઘટ, અસ અને અવક્તવ્ય થાય છે, એટલે અઘટ અને અવક્તવ્ય થાય છે; કેમકે એક દેશમાં અઘટ છે અને એક દેશમાં અવક્તવ્ય છે. તથા એક દેશમાં સ્વપર્યાયો વડે સભાવે વિશેષિત, અને અન્ય દેશમાં પરપર્યાયોવડે અભાવે વિશેષિત, અન્યત્ર દેશમાં સ્વ પરપર્યાયો વડે ભાવાભાવે વિશેષિત ઘટ એકી સાથે કહેવા ઈચ્છલ હોય, તો તે સઅસ અને અવક્તવ્ય થાય છે; કેમકે એક દેશમાં ઘટ છે, એક દેશમાં અઘટ છે, અને એક દેશમાં અવક્તવ્ય છે. આ પ્રમાણે ગાથામાં સ્પષ્ટ કહેલા છ ભેદ અને સાતમો ભાંગો “સદસદવક્તવ્ય” આદિ શબ્દથી જાણવો. સ્યાદ્વાદ દૃષ્ટિએ આ સાત ભાંગા યુક્ત ઘટાદિક પદાર્થ છે, તે છતાં આ શબ્દનય સાત ભાંગામાંના કોઈપણ એક ભાંગાવડે વિશેષતર પદાર્થને માને છે, કેમકે કોઈ પણ એક વિદ્યમાન ધર્મ અંગીકાર કરીને સંપૂર્ણ વસ્તુ માને તે નય કહેવાય છે, પરંતુ સ્યાદ્વાદદર્શની તો સંપૂર્ણ સપ્ત-ભંગ્યાત્મક વસ્તુ માને છે.
અહીં ઋજુસૂત્ર અને શબ્દનયનો તફાવત જણાવવો જોઈએ. ઋજુસૂત્ર નયનભિન્ન ભિન્ન લિંગ અને વચનવાળી વસ્તુને પણ વિશેષતા રહિત માને છે, શબ્દનય તેમ નથી માનતો, તે તો તેવી
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org