________________
૨૪૮] શબ્દનયની વ્યાખ્યા ને માન્યતા. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ એ શબ્દના વાચ્યાર્થની પ્રધાનતાથી નય પણ શબ્દ કહેવાય છે. જેમાં પંચમી વિભક્તિવાળો શબ્દ ઉપચારથી હેતુ કહેવાય છે, તેમ અહીં પણ ઉપચારથી શબ્દને શબ્દનય કહેવાય છે.
પ્રત્યુત્પન્ન-વર્તમાનકાલીન વસ્તુને જાસૂત્રનય માને છે, તે જ વસ્તુને શબ્દનય વિશેષતર માને છે. એટલે કે પહોળા તળીયા પેટાકારાદિ આકારવાળા, માટી આદિથી બનેલા જળધારણાદિ ક્રિયામાં સમર્થ એવા પ્રસિદ્ધ ઘટરૂપ અર્થને શબ્દનય ભાવઘટ કહે છે, પણ તે સિવાયના નામસ્થાપના અને દ્રવ્યરૂપ ઘટને આ નય ઘટરૂપ કહેતો નથી. કેમકે શબ્દપ્રધાન આ નય છે, તેથી શબ્દાનુસાર વાચ્ય અર્થ હોય તેને જ તે વસ્તુપણે માને છે, એટલે કે જે જળધારણાદિ ક્રિયામાં સમર્થ હોય, તે ઘટ કહેવાય, બીજા નામાદિ ઘટ જળધારણાદિ ક્રિયામાં સમર્થ થતા નથી માટે તે ઘટ ન કહેવાય આ રીતે ઋસૂત્રથી વિશેષતર વસ્તુને આ શબ્દનય માને છે. કારણ કે નામસ્થાપના અને દ્રવ્યરૂપ ઘટ, પટની જેમ જળધારણાદિ કાર્ય કરવાને સમર્થ નથી, માટે તે ઘટરૂપ નથી, વળી ઘટનું લિંગ-ચિહ્ન પણ તેમાં જણાતું નથી, તેથી પ્રત્યક્ષ વિરોધ જણાય છે, એટલે તે અઘરૂપ છે. - જો અતીત એટલે નાશ પામેલ અને અનુત્પન્ન એટલે નહિ ઉત્પન્ન થયેલ ઘટ, સ્વપ્રયોજનના અભાવે ઘટ૩૫ ન મનાય, તો પછી નામ-સ્થાપનાદિ ઘડાઓ પણ સ્વપ્રયોજનના અભાવે, ઘટરૂપ કેમ મનાય? તેઓ પણ જળધારણાદિ સ્વિકાર્ય કરવામાં અસમર્થ છે. માટે તે પણ ઘટરૂપ ન કહેવાય. રરર૬ થી રર૩૦. હવે ઋજુસૂત્રથી શબ્દનયની વિશેષતા જણાવે છે.
अहवा पच्चुप्पन्ना रिउसुत्तस्साविसेसिओ चेव । कुंभो विसेसियययरो सब्भावाईहिं सदस्स ।।२२३१॥ सब्भावा-सब्भावो-भयप्पिओ स-परपज्जवो-भयो । ડુંમા- માં- વક્તવ્યોમયજીવમેવ સો રરપુરા वत्थुमविसेसओ वा जं भिन्नाभिन्नलिंग-वयणंपि । इच्छड़ रिउसुत्तनओ विसेसिययरं तयं सद्दो ॥२२३३॥ धणिभेयाओ भेओ यो पुंलिङ्गाभिहाणवच्चाणं । पड-कुंभाणं व जओ तेणाभिन्नत्थमिटुं तं ॥२२३४॥ तो भावो च्चिय वत्थं विसेसियमभिण्णलिंग-वयणं च ।
बहुपज्जायपि मयं सदत्थवसेण सद्दस्स ॥२२३५।। અથવા ઋજુસૂત્ર નયને સામાન્યથી પ્રત્યુત્પન્ન ઘટ માન્ય છે, અને શબ્દ-નયને તે જ પ્રત્યુત્પન્ન ઘટ સર્ભાવવડે વિશેષતર માન્ય છે, એટલે કે સભાવ-અસદ્ભાવ અને ઉભયરૂપથી; સ્વપર્યાયપરપર્યાય અને ઉભયપર્યાયથી; ઘટ, અઘટ, અવક્તવ્ય અને ઉભયરૂપ આદિથી તે નય ઘટને માને છે. અથવા જુસૂત્રનય, જે ભિન્ન ભિન્ન લિંગ અને વચનવાળી વસ્તુને સામાન્યથી માને છે, તે જ વસ્તુને શબ્દનય વચન અને લિંગ વડે વિશેષતર માને છે. (કારણ કે, સ્ત્રી-પુરુષ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org