________________
ભાષાંતર] સાસુત્ર નયની વ્યાખ્યા અને માન્યતા.
[૨૪૭ तम्हा निययं संपयकालीयं लिंग-वयणभिन्नपि ।
नामाइभेयविहियं पडिवज्जइ वत्थुमुज्जुसुओ ॥२२२६।। ઋા એટલે અવક્ર અને શ્રુત એટલે બોધ, આથી જેનો અવક્ર બોધ તે ઋજુશ્રુત અથવા જે વસ્તુને અવક્રપણે સરળતાથી કહે તે ઋજુસૂત્ર. વર્તમાનકાલીન તથા સ્વકીય વસ્તુ તે પ્રત્યુત્પન્ન કહેવાય છે, તેવી વસ્તુને આ નય અવક્ર કહે છે, એથી અન્ય જે વિપરીત વસ્તુ હોય, તે અવિદ્યમાન હોવાથી તેને વક્ર કહે છે; કેમકે અતીત વસ્તુ નાશ પામેલ છે, અને અનાગત વસ્તુ ઉત્પન્ન થયેલ નથી, આથી એ ઉભય સ્વરૂપી વસ્તુ આકાશપુષ્પની જેમ ઉપલબ્ધ થતી નથી, માટે તે વસ્તુ નથી; વળી પરકીય વસ્તુ પણ પરધનની જેમ નિષ્ઠયોજન હોવાથી વસ્તુ નથી. સંવ્યવહારોપલબ્ધિરહિત હોવાથી સામાન્યને ન માનવામાં આવે તો અતીત અને અનાગત વસ્તુ તથા પરકીય વસ્તુ પણ નિષ્ફળ હોવાથી માનવી ન જોઈએ. એ પ્રમાણે સાંપ્રતકાલીન લિંગ અને વચનથી ભિન્ન હોવા છતાં, નામ-સ્થાપનાદિયુક્ત સ્વકીય વસ્તુને આ ઋજુસૂત્રનય અંગીકાર કરે છે. (તાત્પર્ય એ છે કે અતીત-અનાગત નહિ પણ વર્તમાનકાલીન સ્વકીય વસ્તુ લિંગ અને વચનથી ભિન્ન છતાં પણ એક તરીકે જ માને છે.) રરરર થી રરર૬. હવે શબ્દનયની વ્યાખ્યા અને માન્યતા કહે છે.
सवणं सपइ स तेणं व सत्पए वत्थु जं तओ सहो । तस्सत्थपरिग्गहओ नओवि सहोत्ति हेउ व्व ॥२२२७॥ तं चिय रिउसुत्तमयं पच्चुप्पन्नं विसेसिययरं सो। इच्छइ भावघडं चिय जं न उ नामादओ तिन्नि ॥२२२८॥ नामादओ न कुंभा तक्कज्जाकरणओ पडाइ ब्ब । पच्चक्नविरोहाओ तल्लिगाभावओ वावि ॥२२२९॥ जइ विगया-णुप्पन्ना पओयणाभावओ न ते कुंभा ।
नामादओ किमिट्ठा पओयणाभावओ कुंभा ॥२२३०॥ બોલાવવું તે શબ્દ, અથવા જે બોલાવે છે, યા જે વડે વસ્તુ બોલાવાય, તે શબ્દ કહેવાય, તે શબ્દનો વાચ્યાર્થ ગ્રહણ કરવાથી આ નય પણ હેતુની જેમ શબ્દનય કહેવાય છે. ઋજાસૂત્ર નયને અભિમત એવી પ્રત્યુત્પન્ન વસ્તુને વિશેષપણે આ નય માને છે, એટલે કે પૃથુબુબ્બોદરાદિ આકારયુક્ત ભાવઘટને જ આ નય ઘટરૂપે માને છે, પણ નામાદિ ત્રણને માનતો નથી. કારણ કે નામાદિ ઘટ જળધારણાદિ કાર્ય કરતા નથી, ને તેથી તે પટાદિની જેમ ઘટ નથી, વળી આ નય શબ્દને પ્રધાન માને છે એટલે ઘટ શબ્દનો અર્થ ભાવઘટમાં ઘટ છે. વળી ઘટના ચિહ્નોનો પણ અભાવ હોવાથી (નામાદિ ઘટને ઘટ કહેવામાં) પ્રત્યક્ષ વિરોધ છે. અતીત અને અનુત્પન્ન ઘડાઓ પ્રયોજનના અભાવે ઘટરૂપ ન મનાય, તો પછી નામાદિ ઘડાઓ પ્રયોજનના અભાવે ઘટરૂપ કેમ મનાય ? ૨૨૨૭ થી ૨૨૩૦.
જે બોલાવવું તે શબ્દ, અથવા જે બોલાવે છે, અથવા જે વડે વસ્તુ બોલાવાય તે શબ્દ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org