SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯] વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ ५८ वब्बड़ विणिच्छिपयत्थववहारो सव्वदव्वेसुं સમજાવે છે. (જેમકે) સત્ એમ કહેવાથી આ નય વ્યવહાર કરવા લાયક વિશેષોને જ વસ્તુપણે વ્યવસ્થાપન કરે છે. જેમકે સત્ એમ જે કહેવાય છે, તે ઘટપટ આદિ વિશેષોથી જુદું ક્યાં છે ? કે જે સંવ્યવહાર વિના જણાતું હોય, ? એ સામાન્ય તો કહેવાનું માત્ર છે, કોઈ સ્થળે જુદું જણાતું નથી. કેમકે એ સામાન્યની ઉપલબ્ધિ વ્યવહાર નથી, તેથી તથા વિશેષથી વ્યતિરિક્ત માનેલ હોવાથી આકાશપુષ્પની જેમ તે નથી; અને વિશેષો તો ઘટ-પટાદિકની જેમ સ્વપ્રત્યક્ષ હોવાથી વિદ્યમાન છે. કારણ પાણી લાવવું, વ્રણઆદિપર પોટીસ કરવી વગેરે જે લોક વ્યવહાર છે, તે સાક્ષાત્ ઘટ-લીમડાનાં પત્ર આદિ વિશેષો વડે જ કરાતો જણાય છે, (નહિ કે સામાન્યવડે) કેમકે તે વિશેષરૂપ જ પ્રગટ જણાય છે, માટે સામાન્ય તેનાથી જુદું જ નહિ. વળી જે સામાન્ય કહો છો તે વિશેષોથી અન્ય માનો છો, કે અનન્ય માનો છો ? જો અનન્ય માનો તો તે વિશેષરૂપ જ છે, અને અન્ય હોય, તો તે વિશેષ રહિત હોવાથી આકાશપુષ્પની જેમ અભાવરૂપ જ છે. તથા જે વનસ્પતિ સામાન્યપણે કહેવાય છે, તે આમ્ર-નિંબ-કદંબ-જાંબુ વગેરે વિશેષોથી ભિન્ન છે, એમ કહેવામાં આવે, તો તે આમ્રાદિના અભાવરૂપ હોવાથી ઘટાદિકની જેમ અવનસ્પતિ જ છે. માટે ઉપરોક્ત ન્યાયથી આ નય સામાન્યરહિત વિશેષોનો જ સ્વીકાર કરે છે. તે એમ વિચારે છે કે વનસ્પતિ એ શું છે ? આમ્ર છે ? કે બકુલાદિ છે ? કેમકે એ સિવાય વૃક્ષત્વરૂપ સામાન્ય તો જણાતું નથી. આ પ્રમાણે સર્વ દ્રવ્ય ભેદોમાં આ વ્યવહારનય નિશ્ચય કરે છે અથવા અધિક ચય તે નિશ્ચય, એ નિશ્ચય અહીં સામાન્ય છે, તે સામાન્યના વિનિશ્ચય માટે એટલે સામાન્યના અભાવ માટે વ્યવહારનય યત્ન કરે છે. જેમકે નિશ્ચયનયથી વિચારતા ભ્રમરાદિક પાંચ વર્ણ-બે ગંધ-પાંચ રસ-અને આઠ સ્પર્શવાળાં છે છતાં, જે શ્યામવર્ણાદિક અર્થમાં લોકનો નિશ્ચય થાય છે, તે નિશ્ચયાર્થને વ્યવહારનય અનુસરે છે. તાત્પર્ય એ છે કે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ હોવા છતાં પણ એમાંથી લોકને જે બહુ સ્પષ્ટ ગ્રાહ્ય હોય, તેને જ વ્યવહારનય અનુસરે છે. માને છે, ને પ્રરૂપે છે, કેમકે આ નય સંવ્યવહારમાં તત્પર હોવાથી લોકવ્યવહારને ઇચ્છે છે, તેથી વિદ્યમાન એવા પણ બીજા વર્ણાદિકને મૂકી દે છે. ૨૨૧૨ થી ૨૨૨૧. હવે ઋસૂત્રનયની વ્યાખ્યા અને માન્યતા જણાવે છે. Jain Education International વ્યવહારનું વિસ્તારથી સ્વરૂપ. उज्जुं रूजुं सुयं नाणमुज्जुसुयस्स सोऽयमुज्जुसुओ । सुत्तयइ वा जमुज्जुं वत्युं तेणुज्जुसुत्तोत्ति ।। २२२२।। पच्चुप्पन्नं संपयमुप्पन्नं जं च जस्स पत्तेयं । तं रिजुतयेव तस्सत्थि उ वक्कमन्नंति जमसंतं ।। २२२३|| न विगयमणागयं वा भावोऽणुवलंभओ खपुष्पं व । न य निप्पओयणाओ परकीयं परधणनिवऽत्थि ॥२२२४॥ जइ न मयं सामन्नं संववहारोवलद्धिरहियंति । नण गयमेस्सं च तहा परक्कमवि निष्फलत्तणओ || २२२५॥ ' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy