________________
ભાષાંતર ] નિગમની અપેક્ષાએ સામાન્ય વિશેષવાદ.
[૨૪૧ दोहिवि नएहि नीयं सत्थमुलूएण तहवि मिच्छत्तं । जं सविसयप्पहाणत्तणेण अन्नोन्ननिरवेक्खा ॥२१९५।। जइ सामन्नं सामन्नबुद्धिहेउत्ति तो विसेसोवि । सामन्नमन्नसामन्नबुद्धिहेउत्ति को भेओ ? ॥२१९६।। जइ जेण विसेसिज्जइ स विसेसो तेण जंपि सामण्णं ।
तंपि विसेसोऽवस्सं सत्ताइविसेसयत्ताओ ।।२१९७॥ જો ઉપર કહ્યા મુજબ હોય (સામાન્ય તે દ્રવ્ય અને વિશેષ તે પર્યાય) તો નૈગમનય દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયાવલંબી કહેવાય, અને તેથી કરીને તેને સાધુની જેમ સમ્યગૃષ્ટિ કહેવો જોઇએ. શા માટે તેને મિથ્યાત્વનો ભેદ કહેવો ? ઉત્તર - નૈગમનય સામાન્ય ને વિશેષને વસ્તુથી (દ્રવ્ય ગુણ કર્મ પરમાણુરૂપ આધારથી) તથા પરસ્પર અત્યન્ત ભિન્ન માને છે, તેથી કણાદની જેમ તે મિથ્યાષ્ટિ છે. દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નીવડે વૈશેષિક દર્શનકારે પોતાનું સર્વ શાસ્ત્ર રચ્યું છે, તો પણ તે મિથ્યાત્વરૂપ છે, કેમકે સ્વ સ્વ વિષયને પ્રધાનપણે અંગીકાર કરતા તેઓ, દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકને અન્યોઅન્ય નિરપેક્ષ માને છે, (જેનો એ બન્નેને પરસ્પર સાપેક્ષ માને છે) જો સામાન્યને સામાન્યબુદ્ધિનો હેતુ માનવામાં આવે, તો વિશેષને પણ સામાન્યબુદ્ધિનો હેતુ માનવો જોઇએ, તો પછી સામાન્ય અને વિશેષનો ભેદ શો ? વળી જો જેના વડે વિશેષ કરાય તે વિશેષ કહેવાય, તો જે સામાન્ય છે, તે પણ સત્તાદિના વિશેષપણાથી અવશ્ય-વિશેષ કહેવાય. ૨૧૯૩ થી ૨ ૧૯૭.
આ પાંચ ગાથામાંની પહેલી ત્રણ ગાથાઓના અર્થ માટે કંઈ વિશેષ કહેવાની જરૂર નથી, પણ પાછળની બે ગાથાઓ માટે સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. ઉપર કહ્યા મુજબ આ નૈગમનય સામાન્ય તથા વિશેષને પરસ્પર અત્યન્ત નિરપેક્ષ માને છે, તેથી કરીને સામાન્યને વિશેષપણું પ્રાપ્ત થાય છે અને વિશેષને સામાન્યપણું પ્રાપ્ત થાય છે. આથી જ આ નયની આવી માન્યતા મિથ્યાત્વ સંયુક્ત છે. “આ ગાય છે, આ ગાય છે” ઇત્યાદિ (કથન) સામાન્યબુદ્ધિ અને સામાન્યવચનનો હેતુ હોવાથી તે “સામાન્ય” કહેવાય છે, જો આ પ્રમાણે હોય, તો પરમાણુઓમાં રહેલ અન્ય વિશેષ પણ સામાન્ય કહેવાશે જેમકે “આ વિશેષ છે, આ વિશેષ છે.” ઇત્યાદિ (કથન) પણ અન્યની સાથે સામાન્યબુદ્ધિ અને સામાન્યવચનનો હેતુ છે, એથી વિશેષ પણ સામાન્ય કહેવાશે. પરંતુ તે અયોગ્ય છે, કેમકે વિશેષમાં સામાન્ય નથી હોતું, દ્રવ્ય-ગુણ અને કર્મમાં જ તેની વૃત્તિ માનેલ છે. અથવા ગોત્વ ગજાદિ વિશેષ, તે પણ સામાન્ય કહેવાશે, એટલે કે ગોત્વગજત્વાદિ સામાન્યમાં પણ સામાન્ય પ્રાપ્ત થશે. કેમકે “આ સામાન્ય આ સામાન્ય” એવી બુદ્ધિ અને વચનની પ્રવૃત્તિ તેમાં પણ થાય છે. પરંતુ એમ માનવું તે પણ ઉચિત નથી, કારણ કે સામાન્યમાં સામાન્ય હોતું નથી “નિ:સામાન્યાને સામાન્યન” એટલે સામાન્ય, સામાન્ય રહિત છે. આ પ્રમાણે ઉપર કહેલ યુક્તિથી વિશેષ અને સામાન્ય ઉભયને સામાન્યપણું પ્રાપ્ત થતું હોવાથી સામાન્ય અને વિશેષમાં કંઈ તફાવત નહિ રહે.
વળી જે વસ્તુ વડે બુદ્ધિ અને વચનનો ભેદ પડાય તે વિશેષ કહેવાય, આ વ્યાખ્યા વિશેષની હોય, તો પરાપર સામાન્ય (સત્તા અને ગોત્યાદિક)ને પણ વિશેષપણું પ્રાપ્ત થાય, કેમકે સત્તા
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org