________________
૨૪] વિશેષ પદાર્થનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
તથા ગાય અને હસ્તિ આદિમાં જે ગોત્વ-ગાયપણું અને ગાજત્વ (હસ્તિપણું) રહેલ છે, તે સામાન્ય વિશેષ એટલે અવાંતર સામાન્ય જાણવું, કેમકે તે પોતાના આધારભૂત ગાય અને હસ્તિ આદિમાં અનુગતાકાર બુદ્ધિનો હેતુ હોવાથી સામાન્ય છે, અને અશ્વ-મહિષાદિથી ભેદ પાડતું હોવાથી વિશેષ છે, વળી એ ગોત્વ વગેરે પણ ભિન્ન પદાર્થોમાં અભિન્ન બુદ્ધિનો હેતુ હોવાથી તે પણ પોતાના આશ્રયભૂત ગાય આદિથી ભિન્ન જ છે, એમ આ નૈગમનયનું મંતવ્ય છે. ૨૧૮૯ થી ૨૧૯૧. હવે આ નય વિશેષનું સ્વરૂપ જેવી રીતે માને છે તે નિરૂપણ કરે છે. (३१०) तुल्लागिति-गुण-किरिएगदेसतीयागएऽणुदव्वम्मि ।
अन्नत्तबुद्धिकारणमंतविसेसोत्ति से बुद्धी ॥२१९२॥ તુલ્ય આકૃત્તિ-ગુણ અને ક્રિયાવાળા, એક દેશથી નિર્ગત ને આગત-પરમાણુ દ્રવ્યમાં અન્યત્વ બુદ્ધિનું જે કારણ તે અન્ય વિશેષ છે, એમ તે નૈગમનયનો અભિપ્રાય છે. ૨૧૯૨.
જેની આકૃતિ-ગુણ-અને ક્રિયા તુલ્ય હોય, તથા જે એક દેશમાંથી ગયેલ અને આવેલ હોય, એવા પરમાણુ દ્રવ્યમાં “આ પરમાણુ આનાથી ભિન્ન છે” એવા પ્રકારની યોગીઓને જે અન્યત્વબુદ્ધિ થાય છે, તેનું જ કારણ છે, તે અન્ય વિશેષ છે. એમ આ નૈગમનયનું માનવું છે. તાત્પર્ય એ છે કે બધાએ પરમાણુ પરિમંડલાકારવાળા છે. એમ વશેષિકો કહે છે. આથી સમાન આકતિવાળા સર્વ પરમાણુઓમાં “આ સર્વ પરમાણુઓ ભિન્ન ભિન્ન છે, પણ અભિન્ન નથી” એવી જે પરસ્પર ભિન્નતા ગ્રાહક બદ્ધિ યોગીઓને થાય છે, તેમાં જે હેતુભૂત છે, તે પરમાણુદ્રવ્યમાં રહેલ અન્ય
જ છે. કારણ કે જેવી વિશેષતા પ્રથમ અણમાં છે. તેવી બીજામાં નથી ને જેવી બીજામાં છે, તેવી પ્રથમમાં નથી. જો આમ ન હોય, તો સર્વની એકતાનો પ્રસંગ પ્રાપ્ત થાય.
તથા સર્વ પાર્થિવ અણુઓ પરસ્પર તુલ્ય ગુણવાળા છે. તેમજ અણુ અને મનનું પ્રથમ કાર્ય અદૃષ્ટપણે જ કરાયેલું છે. જેમકે અગ્નિનું ઉંચે બળવું, વાયુનું તિથ્થુ વાવું, ઇત્યાદિ. તત્વ એ જ કે સર્વ પરમાણુઓ સમાનક્રિયાવાળા છે.
વળી જ્યારે એક આકાશ પ્રદેશથી એક પરમાણુ સ્થિતિક્ષય થવાથી અન્ય પ્રદેશમાં જાય છે, અને તે જ વખતે સ્થિતિનો ઉદ્ભવ થવાથી તે જ પ્રદેશમાં બીજો પરમાણુ આવીને રહે છે, ત્યારે એક દેશમાંથી ગતાગતપણું થાય છે. આ જ કારણથી વૈશેષિક દર્શનની માન્યતાનુસાર સમાન આકૃતિ, સમાન ગુણ-અને સમાન ક્રિયાવાળા, એક પ્રદેશમાંથી નિર્ગતાગત પરમાણુ દ્રવ્યુમાં જે અન્યત્વ બુદ્ધિનું કારણ છે, તે અન્ય વિશેષ છે. અને એ અન્ય વિશેષ જ આકૃતિ આદિવડે સમાન પરમાણુઓમાં અસમાન બુદ્ધિનો હેતુ હોવાથી અણુઓથી ભિન્ન છે. આમ નૈગમનયનો અભિપ્રાય છે.
नणु दव्व-पज्जवट्ठियनयावलंबित्ति णेगमो चेव । सम्मद्दिट्ठी साहुव्व कीस मिच्छत्तभेओऽयं ? ॥२१९३॥ जं सामन्नविसेसे परोप्परं वत्थुओ य सो भिन्ने । मन्नइ मच्चंतमओ मिच्छद्दिट्ठी कणादो ब्व ॥२१९४।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org