SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬] લક્ષણહારની સમાપ્તિ અને નયનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ સમ્યકત્વ સામાયિક અને ચારિત્ર સામાયિક, મિશ્ર ઉપશમ અને ક્ષાયિક ભાવવાળા છે, શ્રુત સામાયિક અને દેશવિરતિ સામાયિક ક્ષયોપશમભાવરૂપ છે. એ પ્રમાણે સર્વ સામાયિકોમાં યથાસંભવ સર્વ લક્ષણોની યોજના કરવી. અથવા પ્રકારાન્તરે વિશેષ લક્ષણ ભાવથી ચાર પ્રકારે છે. એ શ્રદ્ધાનાદિ સ્વભાવવાળું સામાયિક જેવી રીતે શ્રી જિનેશ્વર કહે છે, તે તેવા જ લક્ષણવાળું તે ગૌતમાદિકને પરિણમે છે. ૨૧૭૭ થી ૨૧૭૯. સમ્યકત્વ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વ વિરતિ સામાયિક - આ ચાર પ્રકારના સામાયિકમાંથી સમ્યકત્વ સામાયિક અને ચારિત્ર સામાયિક એ બન્ને મિશ્ર-ઉપશમ અને ક્ષાયિક સ્વભાવવાળા છે. એટલે કે એ ત્રણે ભાવમાં ઉપરોક્ત બે સામાયિક હોય છે. અને શ્રુતસામાયિક તથા દેશવિરતિસામાયિક એ બે એક ક્ષાયોપથમિક ભાવમાં જ વર્તે છે. આ ચારે પ્રકારનાં સામાયિક યથોક્ત ભાવવાળા છે, અને જીવ પણ એ ભાવોવડે સામાયિકવાનું કહેવાય છે, તેથી તે ચારે સામાયિક ભાવલક્ષણરૂપ છે. આ પ્રમાણે સામાયિકોમાં યથાસંભવ બીજા નામાદિ લક્ષણોની પણ યોજના કરવી. જેમકે એના વડે જીવદ્રવ્ય છે માટે તે દ્રવ્યલક્ષણ છે, આ રીતે બીજાં લક્ષણો પણ વિચારીને યોજી દેવાં. ઉપરોક્ત ભાવલક્ષણ, જીવ અને અજીવ સર્વને જણાવનારું હોવાથી સામાન્ય ભાવલક્ષણ છે, પણ એ સિવાય શ્રદ્ધાનાદિક જે લક્ષણ છે, તે સમ્યકત્વાદિ સામાયિકોમાં જ હોવાથી વિશેષ ભાવલક્ષણ છે. જેમકે-જીવા-જીવાદિ પદાર્થોની શ્રદ્ધા તે સમ્યકત્વ સામાયિકનું લક્ષણ છે, જીવાદિ પદાર્થનું જ્ઞાન તે શ્રુતસામાયિકનું લક્ષણ છે, સર્વ-સાવદ્યયોગનો ત્યાગ તે ચારિત્રસામાયિકનું લક્ષણ છે, અને વિરતાવિરતિ તે દેશવિરતિ સામાયિકનું લક્ષણ છે. આ પ્રમાણે શ્રદ્ધાનાદિ ચાર લક્ષણવાળું સમ્યકત્વાદિ સામાયિક જિનેશ્વર ઉપદેશ છે, અને તેવા જ લક્ષણવાળું તે ગૌતમાદિ શ્રોતાઓને પરિણમે છે. ૨૧૭૭ થી ૨૧૭૯. સમાપ્તમિદં લક્ષણવારમ્ | | | નય દ્વાર // હવે નય એટલે શું ? અને તે કેટલા ભેદ છે ? તે કહે છે. एगेण वत्थुणोऽणेगधम्मुणो जमवधारणेणेव । नयणं धम्मेण तओ होइ नओ सत्तहा सो य ॥२१८०।। (३०५) नेगम संगह ववहारुज्जुसुए चेव होइ बोद्धब्वे । __सद्दे य समभिरूढे एवंभूए य मूलनया ॥२१८१।७५४॥ (३०६) णेगेहिं माणेहिं मिणइत्ति णेगमस्स नेरुत्ती । सेसाणंपि नयाणं लक्खणमिणमो सुणह, वोच्छं ॥२१८२।।७५५।। (३०७) संगहियपिंडियत्थं संगहवयणं समासओ बिंति । वच्चइ विणिच्छयत्थं ववहारो सव्वदव्येसु ॥२१८३॥७५६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy