SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] નયનું સ્વરૂપ અને ભેદો. (३०८) पच्चुप्पन्नग्गाही उज्जुसुओ नयविही मुणेअव्वो । इच्छइ विसेसियतरं पच्चुप्पन्नं नओ सो ॥। २१८४।७५७।। (३०९) वत्थूओ संकमणं होइ अवत्युं नए समभिरूढे । वंजण-मत्थ-तदुभए एवंभूओ विसेसे || २१८५ ।। ७५८ ।। અનંતધર્માત્મક વસ્તુનો બીજાને નિષેધ કર્યા વિના એક ધર્મવડે પ્રરૂપવી, તે નય કહેવાય છે. એ નય સાત પ્રકારે છે. નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજીસૂત્ર-શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત, એ મૂળ સાત નયો છે. તેમાં જે અનેક મતોવડે વસ્તુને કહે, તે નૈગમ કહેવાય, એ નયની વ્યુત્પત્તિ છે. આ પ્રમાણે શેષ બીજા નયોનું લક્ષણ પણ હું કહું છું, તે હે શિષ્ય ! તું સાંભળ, સંગૃહીત અને પિંડિતાર્થવાળું સંગ્રહનયનું વચન સંક્ષેપથી કહે છે, સર્વ દ્રવ્યોમાં વિનિશ્ચિતાર્થને વ્યવહારનય પામે છે, પ્રત્યુત્પન્ન-વર્તમાનકાળ ભાવી વસ્તુને ગ્રહણ કરનાર તે ઋસૂત્ર નયની વિધિ જાણવી, એથી વધારે વિશેષિત પ્રત્યુત્પન્ન ભાવી વસ્તુને શબ્દનય ઈચ્છે છે, સમભિરૂઢનયના મતમાં વસ્તુનું સંક્રમણ માનતાં અવસ્તુ થાય છે, અને એવંભૂતનય વ્યંજન અર્થ તથા એ ઉભયને વિશેષિત કરે છે. ૨૧૮૦ થી ૨૧૮૬. અનંત ધર્માત્મક વસ્તુને નિત્ય અથવા અનિત્ય આદિ કોઈ પણ એક અંશવડે પ્રરૂપવી તે નય કહેવાય છે. પ્રશ્ન :- એક વસ્તુ એકીસાથે અનંતધર્માત્મક કેવી રીતે હોઈ શકે ? ઉત્તર ઃ- દરેક વસ્તુ પર્યાય સહિત છે, અને તે પર્યાય બે પ્રકારના છે, એક યુગપાવી અને બીજા ક્રમભાવી, તેમાં જે રસ રૂપ વિગેરે પર્યાયો છે, તે યુગપદ્ભાવી છે, અને નવા પુરાણાદિ પર્યાયો ક્રમભાવી છે. પુનઃ એ શબ્દપર્યાય અને અર્થપર્યાય એમ પ્રકારે છે, તેમાં “ઈન્દ્ર હરિ” ઇત્યાદિ એક અર્થવાળા શબ્દો જે બોલાય છે, બધા શબ્દપર્યાય છે, અને જે પર્યાયો શ્રુતજ્ઞાનના વિષય રહિત હોવાથી બોલી શકાતા નથી, માત્ર કેવળાદિ જ્ઞાનના જ વિષયભૂત છે, તે અર્થપર્યાયો છે. પુનઃ એ સર્વ સ્વપર્યાય અને પરપર્યાય એમ બે પ્રકારે છે, તે પર્યાયોમાં પણ કેટલાક સ્વાભાવિક છે, અને કેટલાક પૂર્વાપર શબ્દની જેમ આપેક્ષિક છે એ પર્યાયો પણ અતીત અનાગત અને વર્તમાનકાળના ભેદે ત્રણ પ્રકારે છે, ઈત્યાદિ પ્રકારે શાસ્ત્રાનુસારે પોતાની બુદ્ધિથી વસ્તુનું એકીસાથે અનંતધર્માત્મકપણું સમજી લેવું, એ નય મૂળ સાત પ્રકારે છે, તે દરેકનું સ્વરૂપ ભાષ્યકાર મહારાજ હવે સવિસ્તર કહે છે; તેમાં પ્રથમ નૈગમ-નયનો શબ્દાર્થ વ્યુત્પત્તિ અને માન્યતા કહે છે. Jain Education International [૨૩૭ गाई माणाई सामान्नो-भय-विसेसनाणां । जं तेहिं मिणइ तो णेगमो णओ णेगमाणोति ॥ २१८६ ।। लोगत्थनिबोहा वा निगमा तेसु कुसलो भवो वाऽयं । अहवा जं नेगगमोऽणेगपहो णेगमो तेणं ।। २१८७ ।। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy