SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] વીર્ય-ભાવ લક્ષણનું સ્વરૂપ. [૨૩૫ હવે વીર્યલક્ષણ અને ભાવલક્ષણનું સ્વરૂપ કહે છે. विरियंति बलं जीवस्स लक्खणं जं व जस्स सामत्थं । दव्वस्स चित्तरूवं जह विरियमहोसहाईणं ॥२१७२॥ जमिहोदइयाईणं भावाणं लक्खणं त एवहवा । तं भावलक्खणं खलु तत्थुदओ पोग्गलविवायो ॥२१७३॥ उदए सइ जो तेण व निबत्तो उदय एव वोदइओ। उदयविघाय उवसमो उवसम एवोवसमिउति ॥२१७४॥ खय इह कम्मअभावो तब्भावे खाइओ स एहवा । उभयसहावो मीसो खओवसमिओ तहेवायं ।।२१७५।। सव्वत्तो किर नामो परिणामोऽभिमुहया स एवेह । परिणामिउत्ति सुद्धो जो जीवा-जीवपरिणामो ॥२१७६॥ વિર્ય એટલે બળ, એ બળ જીવનું લક્ષણ છે. અથવા જે મણિ-મંત્ર-ઔષધિ વગેરેનું અચિન્ય સામર્થ્ય છે, તેમ જે સચેતન અથવા અચેતન દ્રવ્યનું વિચિત્ર પ્રકારનું સામર્થ્ય તે પણ વીર્ય કહેવાય છે, (વીર્યથી આ બળવાન અથવા સામર્થ્યવાન છે, એમ જણાય છે, માટે વીર્ય જીવ અજીવનું લક્ષણ છે.) જે ઔદયિકાદિ ભાવોનાં કર્મ પગલો-દયાદિ રૂપ લક્ષણ તે ભાવલક્ષણ. અથવા તે ભાવો જ ભાવલક્ષણ છે. તેમાં ઉદય એટલે પુદ્ગલનો વિપાક જાણવો. કર્મ પુદ્ગલોનો ઉદય થવાથી અથવા તે વડે થયેલ ભાવ તે ઔદયિક ભાવ, કર્મ પુદ્ગલના ઉદયનો અભાવ તે ઉપશમ અને તે જ ઔપથમિકરૂપ ભાવલક્ષણ છે. કર્મ પુગલોનો સર્વથા અભાવ તે ક્ષય, તે અથવા તેથી થનાર ક્ષાયિક ભાવલક્ષણ ક્ષયોપશમરૂપ મિશ્રતા તે ક્ષયોપશમ ભાવલક્ષણ. સર્વથા સામાન્યરૂપ પુગલ અને જીવની પરિણતિ તે પારિણામિક ભાવ, તેનાથી જીવ અથવા અજીવનો જે શુદ્ધ પરિણામ તે પારિણામિક ભાવલક્ષણ. બે વગેરે ભાવોનો સંયોગ તે સાંનિપાતિક ભાવ છે. (આ ભાવોથી નારકાદિ જીવો જાણી શકાય છે, માટે તે ભાવો લક્ષણ છે) આ પ્રમાણે અહીં સંક્ષેપથી બાર પ્રકારના લક્ષણનું સ્વરૂપ કહ્યું. ૨૧૭૨ થી ૨૧૭૬. અહીં પ્રસ્તુતમાં ભાવલક્ષણનો અધિકાર હોવાથી ભાષ્યકાર મહારાજ એ ભાવલક્ષણનો અધિકાર સ્પષ્ટ કરે છે. सम्मत्त-चरिताई मीसो-वसम-क्खयस्सभावाइं । सुय-देसोवरईओ खओवसमभावरुवाओ ॥२१७७।। सामाइएसु एवं संभवओ सेसलक्खणाइंपि । जोएज्ज भावओ वा वइसेसियलक्खणं चउहा ॥२१७८।। सद्दहणाइसहावं जह सामइयं जिणो परिकहेइ । तल्लक्खणं चिय तयं परिणमए गोयमाईणं ॥२१७९।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy