________________
ભાષાંતર ] નાના– આદિ લક્ષણના ભેદો.
[૨૩૧ लक्विज्जई सुभासुभमणेण तो लवणं निमित्तंति । भोमाइ तट्टविहं तिकालविसयं जीणाभिहियं ॥२१६३।। नाणुप्पन्नं लखिज्जए जओ वत्थु लक्खणं तेणं ।
उप्पाओ संभवओ तह चेव विगच्छओ विगमो ॥२१६४॥ નાનાત્વ એટલે વિશેષ (તફાવત), તે વિશેષ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ વડે અસમાન સંખ્યાવાળાનો જાણવો, પણ સમાનસંખ્યાવાળાનો નહિ; જેમ દ્રશ્યમાં પરમાણુ અને યણુકનો વિશેષ છે, તેમ અવશેષ અસમાન-સંખ્યાવાળાનો પણ ક્ષેત્ર-કાળ અને ભાવના ભેદે તફાવત જાણવો. જે વડે શુભાશુભ જણાય, તે નિમિત્ત લક્ષણ ને તે નિમિત્ત શ્રી જિનેશ્વર મહારાજે ભૌમાદિ આઠ પ્રકારનું ત્રિકાળ વિષયી કહ્યું છે. અનુત્પન્ન વસ્તુ જણાતી નથી, તેથી ઉત્પન્ન થતી વસ્તુનું લક્ષણ ઉત્પાદ છે અને તે જ પ્રમાણે નાશ પામતી વસ્તુનું લક્ષણ વિગમ - (નાશ) છે. ૨૧૬૧ થી ૨૧૬૪.
નાનાત્વ એટલે પદાર્થોનો પરસ્પર તફાવત એ તફાવત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ વડે અસમાન સંખ્યાવાળા પદાર્થોનો જાણવો, પણ દ્રવ્યાદિ વડે સમાન-રાંખ્યાવાળા પદાર્થોમાં એ તફાવત નથી હોતો. જેમકે-દ્રવ્યમાં સંખ્યાવડે પરમાણુનો અને યણુકાદિકનો, તણુકનો અને ચણકાદિકનો ચણુકનો અને ચતુરણુકનો, ચતુરણુકનો ને પંચાણુકનો ઈત્યાદિ દ્રવ્ય સંખ્યાવડે અસમાન સંખ્યાવાળાનો પરસ્પર તફાવત જાણવો.
એ જ પ્રકારે ક્ષેત્ર-કાળ અને ભાવના ભેદોનો પણ તફાવત જાણવો. જેમકે એકપ્રદેશાવગાહી પદાર્થનો અને બેઆદિપ્રદેશાવગાહી પદાર્થનો તફાવત, બે પ્રદેશાવાહીનો અને ત્રણપ્રદેશાવગાહી પદાર્થનો તફાવત. તથા એકસમય સ્થિતિવાળા પદાર્થનો અને બેઆદિ સમય સ્થિતિવાળા પદાર્થનો તફાવત. તેમજ કૃષ્ણાદિ એક ગુણવાળાનો અને કૃષ્ણાદિ બે વગેરે ગુણવાળા પદાર્થનો તફાવત.
વળી ઉપલક્ષણથી આ પણ વિશેષ જાણવું કે દ્રવ્યથી સમાન સંખ્યાવાળા પરમાણુ આદિનો પણ ક્ષેત્ર-કાળ અને ભાવની સાથે તફાવત છે, એ જ પ્રમાણે સમાન સંખ્યાવાળા એકાદિપ્રદેશાવાહીનો અન્ય ક્ષેત્રાવગાહી પ્રદેશોની સાથે દ્રવ્ય-કાળ અને ભાવવડે તફાવત છે, સમાનસંખ્યાવાળા છતાં એક સમયાદિ સ્થિતિવાળાનો અન્ય સમય સ્થિતિવાળાની સાથે દ્રવ્ય-ક્ષેત્ર અને ભાવવડે તફાવત છે, સમાન સ્થિતિવાળા કૃષ્ણાદિ એક ગુણવાળાનો વર્ણ-ગધાદિ ગુણોની સાથે દ્રવ્ય-ક્ષેત્ર અને કાળવડે તફાવત છે.
જે વડે શુભાશુભ જણાય, તે નિમિત્તલક્ષણ કહેવાય. એ નિમિત્તલક્ષણ ભૌમ આદિ આઠ પ્રકારનું છે, એમ જગબંધુ શ્રી જિનેશ્વરોએ કહ્યું છે. એ આઠ પ્રકાર આ પ્રમાણે છે.
ભૂમિ સંબંધી, સ્વપ્ર સંબંધી, અંતરિક્ષ સંબંધી, દેવ સંબંધી, અંગ સંબંધી, સ્વર સંબંધી, લક્ષણ સંબંધી અને વ્યંજન સંબંધી. આ આઠે પ્રકારનું નિમિત્ત અતીત-અનાગત અને વર્તમાન એમ ત્રણે કાળ સંબંધી છે, તેનું વિશેષ સ્વરૂપ અન્ય ગ્રંથોથી જાણી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org