________________
૨૩૦] પૂર્વાપર ઉભય પદોનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
___ "देवे णं भंते ! भवसिद्धिए भवसिद्धिए देवे ? गोयमा ! देवे सिय भवसिद्धिए, सिय ૩મસિદ્ધિ, મસિદ્ધિવ સિય તેવે સિય નો ત્તિ” આવી રીતે પ્રજ્ઞપ્તિસૂત્રમાં કહેલા આ વાક્યથી ગત્યાગતિલક્ષણનો ત્રીજો ભાંગો સમજાવ્યો છે. તેનો અર્થ આ પ્રમાણે છે.
હે ભગવંત! દેવ ભવસિદ્ધિક છે? કે ભવસિદ્ધિક દેવ છે? ગૌતમ! દેવ ભવસિદ્ધિક છે, અને અભવસિદ્ધિક પણ છે; તેમ જ ભવસિદ્ધિક પણ દેવપણે પણ છે અને અદેવ એટલે નારકાદિપણે પણ હોય છે. આ ઉપરના વાક્યમાં પૂર્વપદવર્તી દેવ શબ્દ, ભવ્યત્વની સાથે વ્યભિચારી છે, કેમકે અભવ્ય પણ દેવ હોય છે, ઉત્તરપદવર્તી ભવ્ય શબ્દ પણ દેવત્વની સાથે વ્યભિચારી છે, કેમકે ભવ્યત્વ, દેવ સિવાય નારકાદિમાં પણ હોય છે. આથી આ વાક્ય ઉભયપદવ્યભિચારી કહેવાય અને તેથી કરીને વિકલ્પયુક્ત વિકલ્પ છે, જે વાક્યમાં બન્ને પદના વ્યભિચારવાળો વિશેષણવિશેષ્યનો સંબંધ હોય, તે વિકલ્પ વિકલ્પ નામે ઉભયપદ વ્યભિચારી એવો ત્રીજો ભાગો જાણવો.
जीवे भंते ! जीवे, जीवे जीवे ? गोयमा ! जीवे ताव नियमा जीये, जीवेवि नियमा વત્તિ કે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિસૂત્રમાં કહેલા આ વાક્યથી ચોથો ભાંગો સમજાવ્યો છે. એ પદમાં એક “જીવ” શબ્દનો અર્થ ઉપયોગ સમજવો એટલે આખા વાક્યનો અર્થ આ પ્રમાણે થાય - હે ભગવંત ! જીવ ઉપયોગ છે, કે ઉપયોગ જીવ છે ? ગૌતમ ! જીવ અવશ્ય ઉપયોગમય છે, અને ઉપયોગ પણ અવશ્ય જીવસ્વરૂપ છે. કેમકે જીવ અને ઉપયોગ બન્ને પરસ્પર ગુણ-ગુણી ભાવે અભિન્ન છે આથી કરીને એ વાક્ય ઉભયપદ અવ્યાહત છે, કારણ કે બન્ને પ્રશ્નમાં નિશ્ચય છે, તેથી કરીને નિયમયુક્ત નિયમવાળો જે વાક્યમાં વિશેષણ-વિશેષ્યનો સંબંધ હોય, તે નિયમ નિયમ નામે ઉભયપદ અવ્યભિચારી ચોથો ભાંગો જાણવો.
લોકવ્યવહારમાં પણ આ ગત્યાગતિ લક્ષણ ચાર પ્રકારે પ્રસિદ્ધ જ છે. જેમ કે “રૂપી ઘટ” આ વાક્યમાંનું પ્રથમપદ “રૂપ” ઘટમાં અને તેથી અધિક પટાદિકમાં પણ છે. તેથી પૂર્વપદ વ્યભિચારી છે, પણ ઉત્તરપદ વ્યભિચારી નથી-કેમકે ઘટ તો રૂપી જ હોય છે. તેથી વિકલ્પ નિયમ નામે આ પહેલો ભાગો જાણવો. “આમ્ર વૃક્ષ છે” આ વાક્યમાં ઉત્તરપદવર્તી વૃક્ષ તો આમ્ર પણ છે અને એ સિવાય બીજા પણ છે. તેથી ઉત્તરપદ વ્યભિચારી નિયમવિકલ્પ નામે આ બીજો ભાંગો જાણવો. “નીલકમળ” આ વાક્યમાંનું પ્રથમપદ “નીલ” તે કમળમાં હોય છે, અને તે સિવાય મરકતાદિમાં પણ હોય છે. વળી ઉત્તરપદવર્તી “કમળ' તે નીલુ પણ હોય છે, અને શ્વેત પણ હોય છે, તેથી ઉભયપદ વ્યભિચારી વિકલ્પ નામે ત્રીજો ભાંગો જાણવો. “જીવ સચેતન છે” આ વાક્યમાંનું પહેલું પદ જીવ તે સચેતન જ હોય છે અને ચેતના પણ જીવને જ હોય છે, તેથી ઉભયપદઅવ્યભિચારી નિયમનિયમ નામે આ ચોથો ભાંગો જાણવો. ૨૧૬૦. હવે નાનાત્વ, નિમિત્ત, અને ઉત્પાદ-વ્યય લક્ષણનું સ્વરૂપ કહે છે.
णाणत्तित्ति विसेसो सो दब्ब-क्रोत्त-काल-भावेहिं । असमाणाणं णेओ समाणसंखाणमविसेसो ॥२१६१॥ परमाणु-दुयणुयाणं जह नाणत्तं तहावसेसाणं । असमाणाणं तह खेत्त-काल-भावप्पभेयाणं ॥२१६२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org