________________
ભાષાંતર] ગત્યાગતિનાં ચાર લક્ષણો.
[૨૨૯ रूवी घडोत्ति चूओ दुमोत्ति नीलुप्पलं च लोयम्मि ।
जीवो सचेयणोत्ति य विगप्पनियमादओ सिद्धा ॥२१६०।। પૂર્વપદ વ્યાહત, ઉત્તરપદવ્યાહત ને ઉભયપદ વ્યાહત અને ઉભયપદ અવ્યાહત (એમ ચાર પ્રકારે ગત્યાગતિ લક્ષણ છે) તેમાં “જીવ દેવ છે, અને દેવ જીવ છે.” આ વિકલ્પ નિયમ નામે પહેલો ભેદ. “જીવે છે તે જીવ, અને જીવ જીવે છે” આ નિયમ નામે બીજો ભેદ છે. “દેવ ભવ્ય, અને ભવ્ય દેવ” આ બન્ને વિકલ્પ નામે ત્રીજો ભેદ છે. “જીવ જીવે છે અને જીવે છે જીવ” આ બન્ને નિયમ નામે ચોથો ભેદ છે કેમ કે જેમ જીવ ઉપયોગવાળો છે, તેમ ઉપયોગવાળો જીવ છે. અથવા રૂપી ઘટ છે, આમ્ર વૃક્ષ છે, નીલકમળ છે, અને જીવ સચેતન છે. આ પ્રમાણે લોકમાં પણ વિકલ્પ નિયમ આદિ ચાર પ્રકારે ગત્યાગતિલક્ષણથી વ્યવહારવૃત્તિ સિદ્ધ છે. ૨૧૫૭ થી ૨૧૬૦.
પૂર્વપદ વ્યાહત (પ્રથમપદ વ્યભિચારી હોય), ઉત્તરપદ વ્યાહત (બીજું પદ વ્યભિચારી હોય) ઉભયપદ વ્યાહત (બન્ને પદ વ્યભિચારી હોય) અને ઉભયપદ અવ્યાહત (બન્ને પદ અવ્યભિચારી હોય) એમ ચાર પ્રકારે ગત્યાગતિ લક્ષણ છે. તેમાં પ્રથમ ભેદનું ઉદાહરણ આ પ્રમાણે છે. “હે ભગવન્! જીવ દેવ છે કે દેવ જીવ છે ?” આ પ્રશ્નનો ઉત્તર આપતાં જગદ્ગુરુ કહે છે કે જીવ દેવ હોય છે અને નથી પણ હોતો; પરંતુ દેવ અવશ્ય જીવ હોય છે. આ પ્રમાણે ભગવંતના ઉત્તરમાં “જીવ દેવ છે.” એ વિશેષણ-વિશેષ્યભૂત બે પદમાં પહેલું પદ જીવ, ઉત્તર પદ દેવત્વની સાથે વ્યભિચારી છે, કેમકે દેવ અને અદેવ જે નારકાદિ તેમાં પણ જીવ હોય છે. અને “દેવ જીવ છે ?” આ બે પદમાંનું પહેલું પદ દેવ, ઉત્તર પદ જીવની સાથે વ્યભિચારી નથી; કેમકે દેવ અવશ્ય જીવ હોય છે. આ પૂર્વપદ વ્યાહત વિકલ્પ નિયમ નામે પહેલો ભેદ સમજવો. વિકલ્પ એટલે વ્યાહત ભજના અથવા વ્યભિચાર અને નિયમ એટલે નિશ્ચય અથવા અવ્યભિચાર. આ ઉપરથી પ્રથમ ભાંગાનો અર્થ એવો થયો કે, જ્યાં ભજનાવાળા પૂર્વપદયુક્ત ઉત્તર પદમાં નિશ્ચિતપણું હોય તે વિકલ્પ નિયમ નામે પહેલો પ્રકાર છે.
વરુ મંતે ! વે, નવે નવ , નોમ ! ગવડ તાવ નિયમ છે, જે પુખ સિય નવ રિચય નો નવ” રૂતિ ને બીજો ભાંગો પ્રતિપાદન કરનાર ભગવતી સૂત્રમાંનું આ વાક્ય છે, તેનો અર્થ એ છે કે હે ભગવંત ! જીવે છે તે જીવ, (ક) જીવ જીવે છે? આના ઉત્તરમાં, હે ગૌતમ ! જીવે છે તે અવશ્ય જીવ છે, પણ જીવ છે તે જીવે છે, અને નથી પણ જીવતો. આ વાક્યમાં જીવે છે” એ શબ્દથી દશ પ્રકારના પ્રાણરૂપ જીવન સમજવું. આ પ્રાણરૂપ જીવન અવશ્ય જીવમાં હોય છે, અજીવમાં તે સર્વથા હોતું નથી.
પરંતુ જીવ એ જીવનરૂપવાળો હોય છે અને નથી પણ હોતો, કેમકે સિદ્ધ જીવોમાં એ દશવિધ પ્રાણરૂપ જીવન નથી, સંસારી જીવોમાં હોય છે. આ વાક્યમાં ઉત્તરપદ વ્યભિચારી છે અને પૂર્વપદ વ્યભિચારી નથી, કેમકે જીવ સિવાય જીવન નથી હોતું, પણ દશપ્રકારના પ્રાણરૂપ જીવન સિવાય જીવ હોય છે. આથી પૂર્વપદમાં વ્યભિચાર ન હોવાથી તે નિશ્ચિત કહેવાય અને ઉત્તરપદમાં વ્યભિચાર હોવાથી વિકલ્પ કહેવાય, તેથી કરીને નિશ્ચયયુક્ત વિકલ્પવાળો જે વાક્યમાં વિશેષણવિશેષ્યનો સંબંધ હોય તે ઉત્તરપદવ્યાહત નિયમ વિકલ્પ નામનો બીજો ભાંગો જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org