________________
ભાષાંતર]
નામ સ્થાપનાવ્યાદિ
[૨૨૭
નામ અને તેનું લક્ષણ તે નામલક્ષણ અથવા સ્તંભ-કુંભાદિ પદાર્થ જે પોતાના સ્તંભ-કુંભાદિ
નામથી વિવક્ષા કરાય તે નામલક્ષણ. ૨. તથા “લક્ષણ” રૂપ ત્રણ અક્ષરનો આકાર વિશેષ અથવા સ્વસ્તિક-શંખ-ચક્ર-ધ્વનિ વગેરે
લક્ષણોની મંગળપટ્ટ આદિમાં અક્ષતાદિ વડે રચના કરાય તે સ્થાપનાલક્ષણ. ૩. જે વડે ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય જણાય, તે દ્રવ્યલક્ષણ જાણવું. તે ધર્માસ્તિકાયાદિકનું ગતિ
ઉપકારાદિ લક્ષણ અનેક પ્રકારે જાણવું.
આ ત્રણ સિવાય શેષ નવ લક્ષણો, કિંચિત્માત્ર વિશિષ્ટ દ્રવ્યલક્ષણ રૂપ જ છે, કેમકે જે ભાવ છે તે પણ દ્રવ્યનો ધર્મ હોવાથી દ્રવ્યલક્ષણ જ છે. (તો પછી સાદેશ્યસામાન્યાદિ તો તે રૂપ હોય એમાં શું આશ્ચર્ય ?) ૨૧૪૯ થી ૨૧૫૧.
એ જ પ્રમાણે સામાન્યથી સાદેશ્યલક્ષણ સામાન્યલક્ષણ-આકારલક્ષણ અને ગતિ-આગતિલક્ષણ કહે છે.
तुल्लागारदरिसणं सरिसं दव्वस्स लक्खणं तंपि । जह धडतुल्लागारो धडोत्ति तह सव्वमुत्तीसु ॥२१५२।। सामण्णमप्पियमणप्पियं च तत्थंतिमं जहा सिद्धो । सिद्धस्स होइ तुल्लो सवो सामण्णधमेहिं ॥२१५३॥ एगसमयाइसिद्धत्तणेण पुणरप्पिओ स तस्सेव । - तुल्लो सेसाऽतुल्लो सामण्ण-विसेसधम्मोत्ति ॥२१५४॥ बाहिरचिट्ठागारो लक्विज्जइ जेण माणसं गूढं । आहारादिच्छा हत्थ-वयण-नेत्ताइसण्णाहिं ॥२१५५।। अवरोप्परं पयाणं विसेस्सविसेसणिज्जया जत्थ ।
गच्चागई य दोण्हं गच्चागइलक्खणं तं तु ॥२१५६॥ તુલ્ય આકારનું દર્શન તે “સાદેશ્ય” કહેવાય આ પણ દ્રવ્યનું જ લક્ષણ છે. જેમ એક ઘટના જેવો બીજા ઘટનો પણ તુલ્ય આકાર છે, તેમ સર્વ મૂર્તિમાન પદાર્થોમાં “સદશ્ય” જાણવું. અર્પિત અને અનર્પિત એમ સામાન્ય બે પ્રકારે છે. તેમાં અનર્પિત (અવિશેષિત) સામાન્ય તે સામાન્ય ધર્મોવડે એકસિદ્ધ સર્વસિદ્ધ સમાન છે. અને એક-સમયાદિસિદ્ધ એક સમયાદિ સિદ્ધપણાની સાથે સમાન છે, તથા શેષ-અસમાન સમયાદિ સિદ્ધપણાની સાથે અસમાન છે, કેમકે તે સામાન્ય-વિશેષ ધર્મવાળા છે. હસ્ત-વચન અને નેત્રાદિની સંજ્ઞાવડે જેમ આહારાદિકની ઈચ્છા જણાય છે, તેમ જે વડે મનમાં ચિંતવેલું જણાય, તે બાહ્ય ચેષ્ટારૂપ “આકાર” લક્ષણ જાણવું. જ્યાં બે પદની પરસ્પર વિશેષણ-વિશેષ્યરૂપે, અનુકૂળ-પ્રતિકૂળપણે પ્રાપ્તિ-અપ્રાપ્તિ થાય. તે “ગતિ-આગતિ” લક્ષણ છે. ૨૧૫૨ થી ૨૧પ૬.
બે વગેરે વસ્તુઓના સમાન આકારનું દર્શન તે “સાદેશ્ય” કહેવાય છે. આવું સાદૃશ્ય પણ દ્રવ્યનું લક્ષણ છે; કેમકે એવું સાદેશ્ય હોવાથી “આ વસ્તુ આના જેવી છે” એવો વ્યવહાર તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org