SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬] પ્રત્યય અને લક્ષણ દ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ગુરુ :- તારું કથન યોગ્ય નથી, કેમકે સર્વ શાસ્ત્ર સાંભળ્યા વિના માત્ર અલ્પાંશે શાસ્રશ્રવણ કરીને પણ શિષ્યો તેના તે ગુણો જાણે છે અને તેથી શેષ સર્વ શાસ્ત્ર સાંભળે છે. અથવા ગુરુ પાસેથી શાસ્ત્રનો સમુદાયાર્થ સામાન્યપણે જાણીને પછી વિશેષ જાણવાની ઇચ્છાએ ઉપરોક્ત ગુણો જાણીને સમગ્ર શાસ્ત્ર શ્રવણ કરવાને પ્રવર્તે છે. એથી તેઓને શાસ્ત્રપ્રત્યય કહેવામાં કાંઇ દોષ નથી. વળી શિષ્યોને આત્મપ્રત્યય પણ હોય છે, જેમ કે - ઘટ-પટાદિકના વિજ્ઞાનની જેમ અમે સામાયિક અધ્યયન વિજ્ઞાનરૂપે જાણીએ છીએ. જેમ અમારા ઘટ-પટાદિના જ્ઞાનમાં અમને સંશયાદિ નથી, તેમ સામાયિક અધ્યયનના વિજ્ઞાનમાં પણ અમને સંશય-વિપર્યય કે અનધ્યવસાય નથી. આ પ્રમાણે તેઓને આત્મપ્રત્યય થાય છે, અથવા કર્મના ક્ષયોપશમથી તેઓને એવો આત્મપ્રત્યય થાય છે. ૨૧૪૧ થી ૨૧૪૫. હવે લક્ષણદ્વાર કહે છે. (૨૦૨) નામ વળા વિણ સરસય સામન્નન-ડડગરે | રાફરાગજ્ઞ-નાપત્તી નિમિત્ત ખાય-વિમે ય ર૪૬ી૰િ૧-૨।। (३०३) वीरियभावे य तहा लक्खणमेयं समासओ भणियं । अहवावि भावलक्खण चउव्विहं सहणमाई ।।२१४७।। ७५२-२१४॥ (३०४) सद्दहण जाणणा खलु विरई मीसं च लक्खणं कहए । तेविनिसामिति तहा चउलक्खणसंजुअं चेव ।।२१४८।। ७५३ - २१५।। નામ-સ્થાપના-દ્રવ્ય-સાદશ્ય-સામાન્ય લક્ષણ આકાર-ગત્યાગતિ નાનાત્વ-નિમિત્ત-ઉત્પાદવિગમવીર્ય અને ભાવ એમ સંક્ષેપથી બાર પ્રકારે લક્ષણ કહ્યું છે. અથવા ભાવ લક્ષણ પણ શ્રદ્ધાન, જાણવું, વિરતિ અને મિશ્ર-એમ ચાર પ્રકારે લક્ષણ કહે છે, તેથી તે ચાર લક્ષણયુક્ત સમ્યક્ત્વ, શ્રુત, સર્વ વિરતિ દેશવિરતિ આ ચાર પદાર્થો સાંભળે છે. ૨૧૪૬ થી ૨૧૪૮. હવે નામ-સ્થાપના-દ્રવ્ય ને સાદૃશ્ય સામાન્યાદિ લક્ષણનું સ્વરૂપ કહે છે. ૧. लक्खणमिह जं नामं जस्स व लक्खिज्जए व जो जेणं । दारं । ठवणाss गारविसेसो विण्णासो लक्खणाणं वा ।। २१४९ ।। Jain Education International लक्खिज्जइ जं जेणं दव्वं तं तस्स लक्खणं तं च । गच्चुवगाराईयं बहुहा धम्मत्थियाईणं ॥ २१५० | किंचिम्मित्तविसिद्धं एवं चिय सेसलक्खणविसेसा । जं दव्वलक्खणं चिय भावोवि स दव्वधम्मोत्ति ।।२१५१।। જે “લક્ષણ” એવું લકારાદિ ત્રણ અક્ષરનું નામ, તે નામલક્ષણ. અથવા જીવાદિ કોઇ વસ્તુનું “લક્ષણ” એવું નામ કરાય તે નામલક્ષણ. અથવા નામ અને નામવાનના અભેદપણાથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy