SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪] ભાવૠતની ઉપચારથી પ્રત્યયતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પરંતુ સિદ્ધાન્ત એ ન્યાયની વિરુદ્ધ છે, કેમકે ચૌદ પૂર્વધર આદિનું વચન પ્રમાણરૂપે માનેલ છે. તેથી શ્રુત પણ પ્રત્યયરૂપ માનવું જોઈએ. આચાર્ય - ગણધરાદિકે રચેલા શ્રતને તું પ્રત્યયરૂપે કહે છે, પણ તે સામાયિકનો હેતુ હોવાથી શ્રુત સામાયિક છે અને તે સર્વ અભિલાપ્ય અર્થગોચર એટલે સર્વ દ્રવ્ય અને તેના કેટલાક પર્યાયને ગ્રહણ કરનાર શ્રુતજ્ઞાન છે, ઇત્યાદિ રૂપે કેવળાદિ જ્ઞાનત્રયની પ્રતીતિ કરાવનાર પ્રત્યયિક છે, પણ કેવળાદિ જ્ઞાનત્રયની જેમ સ્વયં પ્રત્યયરૂપ નથી. તેથી તેને ભાવપ્રત્યયપણે કહ્યું નથી. વચનરૂપ દ્રવ્યશ્રુતને પ્રત્યયરૂપ કહેવામાં આવે, તો તે પણ અયોગ્ય છે, કેમકે પ્રત્યક્ષ જ્ઞાનવાળાનું વચન પણ બીજાને બોધ કરવાના હેતુરૂપ છે પણ બોધરૂપ નથી, તેથી કેવળ પ્રતીતિ કરાવવાના વ્યાપારરૂપ જ છે. એટલે આ ઉપરથી એ સિદ્ધ થયું કે કેવળીએ કહેલું વચન માનવા યોગ્ય છે, તેથી તે વચન પણ ઉપચારથી પ્રત્યય કહેવાય, પરંતુ કેવળજ્ઞાનાદિની જેમ સ્વયં પ્રત્યયરૂપ કહેવાય નહિ. એ પ્રમાણે અવધિ આદિ જ્ઞાનત્રયને પ્રત્યય કહેવાથી તેને જણાવનાર શ્રુતજ્ઞાન પણ પ્રત્યય છે, એમ સામર્થ્યથી સમજાય છે, કેમકે શ્રુતજ્ઞાનના અભાવે અવધિ આદિ જ્ઞાનત્રય પણ કેવી રીતે પ્રત્યય કહેવાય ? ન જ કહેવાય. “અવધિ આદિ જ્ઞાનત્રય પ્રત્યય છે” એ પ્રમાણે વચનરૂપ દ્રવ્યશ્રુત વડે બીજાને પ્રતીતિ કરાવી શકાય છે. તેના અભાવે અવધિ આદિ જ્ઞાનો પોતાનું પ્રત્યયપણું બીજાને જણાવી શકતા નથી અને બીજાને જણાવ્યા સિવાય પ્રત્યયપણું સિદ્ધ ન થાય, માટે દ્રવ્યશ્રુત શ્રુતજ્ઞાન અને તેનાં કારણ પણ પ્રત્યયપણાને પામે છે, તે શ્રત પણ અવધિ આદિ જ્ઞાનોનું પ્રત્યયપણું સાધે છે, તેથી તેનું એટલે શ્રુતજ્ઞાનનું પ્રત્યયપણું અહીં ઉપચારથી સમજવું. ૨૧૩૬ થી ૨૧૪૦. હવે પ્રકારાન્તરે આત્મા-ગુરુ અને શાસ્ત્ર એ ત્રણ પ્રત્યય કહે છે. आया गुरवो सत्थंति पच्चया वाऽऽदिमो च्चिय जिणस्स । सप्पच्चक्खत्तणओ सीसाण उ तिप्ययारोवि ॥२१४१॥ एस गुरू सबण्णू पच्चक्खं सबसंसयच्छेया । भय-राग-दोसरहिओ तल्लिंगाभावओ जं च ॥२१४२।। अणुवकयपराणुग्गहपरो पमाणं च जं तिहुयणरस । सामाइयउवएसे तम्हा सद्धेयवयणोत्ति ॥२१४३॥ सत्थं च सव्वसत्तोवगारि पुब्बावराविरोहीदं । सव्वगुणादाणफलं सव्वं सामाइयज्झयणं ॥२१४४॥ बुज्झामो णं निजमिव विण्णाणं संसयादभावाओ । कम्मनओवसमओ य होइ सप्पच्चओ तेसिं ॥२१४५।। અથવા આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને શાસ્ત્રપ્રત્યય, એમ ત્રણ પ્રકારે પ્રત્યય છે. તેમાં પહેલો આત્મપ્રત્યય શ્રી જિનેશ્વરને સ્વપ્રત્યક્ષપણાથી હોય છે અને ગણધરાદિ શિષ્યોને એ ત્રણે પ્રકારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy