________________
ભાષાંતર] દ્રવ્ય અને ભાવ પ્રત્યયનું સ્વરૂપ.
[૨૨૩ सुयमिह सामइयं चिय पच्चइयं तं जओ य तब्बयणं । पच्चक्खनाणिणो च्चिय पच्चायणमेत्तवावारं ॥२१३९।। ओहाइपच्चओत्ति य भणिए तो तंपि पच्चओऽभिहियं ।
ओहाइतिगं च कहं तदभावे पच्चओ होज्जा ? ॥२१४०॥ સામાયિક જીવનો પર્યાય હોવાને લીધે અરૂપી છે ને તેથી તે અરૂપીને જણાવનાર કેવળજ્ઞાનને જ ભાવપ્રત્યય તરીકે કહેવું યોગ્ય છે, પણ અવધિ મન:પર્યવજ્ઞાનને ભાવપ્રત્યય તરીકે કહેવા યોગ્ય નથી, કેમકે તે પુગલમાત્રને જ વિષય કરનાર છે. જે વેશ્યાજનિત પરિણામ તે જ ઘણું કરીને ભવસ્થ જીવનું સામાયિક કહેવાય છે, ને તે પરિણામ અવધિ તથા મન:પર્યવજ્ઞાનીને પ્રત્યક્ષ થતા હોવાથી તે સામાયિક પણ તેમને પ્રત્યક્ષ થાય છે.
શં - જો અવધિઆદિત્રણ જ્ઞાનો જ પ્રત્યય કહેવાય, તો પછી શ્રુતજ્ઞાનને પ્રત્યય નહીં કહેવાય અને તેથી પ્રત્યક્ષ જ્ઞાન વિનાનું વચન માનવું નહિ. (એમ એ ઉપરથી સિદ્ધ થયું).
ઉત્તર :- એમ નહીં. ગણધરાદિ રચિત શ્રુત અહીં (સામાયિકનો હેતુ હોવાથી) સામાયિક છે. અને તે પ્રત્યય કરાવનાર છે. માત્ર વચનરૂપ દ્રવ્યશ્રુતને પ્રત્યય કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કેમકે પ્રત્યક્ષ જ્ઞાનવાળાનું વચન પણ પ્રત્યય કરવાના વ્યાપાર-રૂપ છે, અવધિ આદિ ત્રણ જ્ઞાન પ્રત્યય છે. એમ કહેવાથી શ્રુત પણ અર્થપત્તિથી પ્રત્યય છે, એમ કહ્યું કેમકે શ્રુતના અભાવે અવધિ આદિ ત્રણ જ્ઞાનો પણ કેવી રીતે પ્રત્યય થઈ શકે ? ૨૧૩૬ થી ૨૧૪૦.
શિષ્ય :- જો સામાયિક જીવનો પર્યાય હોવાથી અરૂપી હોય, તો તે માત્ર કેવળ જ્ઞાનનો જ વિષય થઈ શકે અને એથી કરીને એક કેવળજ્ઞાન જ પ્રત્યય કહેવાય પણ અવધિ-મન:પર્યવજ્ઞાન પ્રત્યય ન કહેવાય, કેમકે તે બન્ને રૂપી દ્રવ્યનો જ વિષય કરનારા છે. જો કદી સામાયિક પદગલિક હોય, તો તે બન્ને જ્ઞાન તેનો વિષય કરે અને પ્રત્યય કહેવાય, પરંતુ એવું નથી, સામાયિક તો જીવનો પર્યાય હોવાથી અરૂપી છે, એટલે તે સામાયિક તેનો વિષય કેવી રીતે કરી શકે ? એથી એ બન્નેને પણ ભાવપ્રત્યય ન કહેવાય.
આચાર્ય :- સિદ્ધાત્માને સમ્યક્ત સામાયિક હોય છે, તે લેશ્યાના પરિણામ-રૂપ નથી તથા અયોગી કેવળીને સમ્યક્ત સામાયિક અને ચારિત્ર-સામાયિક હોય છે, તે પણ લેશ્યાના પરિણામરૂપ નથી, આ બે સિવાયના ભવસ્થ જીવોને જે સામાયિક હોય છે, તે પ્રાયઃ દ્રવ્યલેશ્યાજનિત પરિણામરૂપ હોય છે. એવું સામાયિક અવધિમન:પર્યવ જ્ઞાનવાળાને પણ પ્રત્યક્ષ થાય છે કેમ કે સામાયિકના પરિણામ ઉત્પન્ન કરનાર વેશ્યા દ્રવ્યને તે જ્ઞાનવાળાઓ સાક્ષાત્ જાએ છે, તેથી તે દ્વારાએ થયેલું સામાયિક પણ તેમને પ્રત્યક્ષ છે, અને મતિ-શ્રુત જ્ઞાનવાળાઓ એ પ્રમાણે કંઈ પણ સાક્ષાત્ જોતા નથી, એથી કરીને તે બન્નેને ભાવપ્રત્યયપણે કહેલ નથી.
શિષ્ય :- જો આપ કહો છો એ પ્રમાણે અવધિ-મન:પર્યય ને કેવળજ્ઞાન, એ ત્રણ જ્ઞાનના પ્રત્યયરૂપ જ સામાયિક હોય તો શ્રુતજ્ઞાનને પ્રત્યયરૂપપણું જ નહીં કહેવાય. કેમકે ઉપરોક્ત ન્યાયે અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાન રહિત જે મનુષ્ય હોય, તેનું વચન માનવા યોગ્ય નથી, એમ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org