SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨] દ્રવ્ય અને ભાવ પ્રત્યયનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ जेणाइंदियमिटुं सामइयं तोऽवहाइविसयं तं । न उ मइ-सुयपच्चक्खं जं ताई परोक्नविसयाई ॥२१३५॥ દ્રવ્યનો, દ્રવ્યથી અથવા દ્રવ્યવડે જે પ્રત્યય તે દ્રવ્યપ્રત્યય જાણવો. તેથી વિપરીત પ્રત્યય તે ભાવપ્રત્યય, એ પણ અવધિજ્ઞાનાદિ ત્રણ પ્રકારે છે. કેવળજ્ઞાનીપણાથી શ્રી જિનેશ્વરને આત્મિક પ્રત્યય છે, (તેથી તે સામાયિક પ્રરૂપે છે.) અને આ કેવળી છે, એવા પ્રત્યક્ષપણાના પ્રત્યયથી ગૌતમાદિ તે સામાયિકને સાંભળે છે. તથા સામાયિકને અતીન્દ્રિય વિષયવાળું માનેલ હોવાથી તેને અવધિ આદિ જ્ઞાનના વિષયવાળું કહ્યું છે, કેમકે મતિ શ્રુત પ્રત્યક્ષ વિષયવાળાં નથી, પણ તે પરોક્ષાર્થ વિષયવાળાં છે. ૨૧૩૩-૨૧૩૪-૨૧૩૫. પ્રત્યવાનું પુરુષરૂપ દ્રવ્યની જે પ્રતીતિ તે તથા તપ્તમાષકાદિ દ્રવ્યથી થયેલ પ્રતીતિ અથવા ઘટાદિ દ્રવ્ય વડે થયેલ પ્રતીતિ તે દ્રવ્યપ્રત્યય કહેવાય છે; અને જે પ્રતીતિ બાહ્ય દ્રવ્યથી ન થાય, પરંતુ એથી વિપરીત બાહ્યદ્રવ્યની અપેક્ષા વિના સાક્ષાત્ ઉપલંભથી-આત્મોપયોગથી થાય, તે ભાવપ્રત્યય કહેવાય છે. એ ભાવપ્રત્યય, અવધિ મન:પર્યવ, અને કેવળજ્ઞાન એમ ત્રણ પ્રકારે છે. આ ભાવપ્રત્યયનો અહીં અધિકાર છે. તીર્થકર ભગવાન કેવળજ્ઞાની હોવાથી સામાયિકનો અર્થ સાક્ષાતપણે જાણીને “હું કેવળી છું” એવા કેવળજ્ઞાનાત્મક ભાવપ્રત્યયથી સામાયિક પ્રરૂપે છે. અને ગૌતમાદિ ગણધરો, જગબંધુ ભગવાન્ સર્વ સંશયનો છેદ કરે છે, તેથી તે “કેવળજ્ઞાની છે” એમ પ્રત્યક્ષ અનુભવ દ્વારા જાણીને ભાવપ્રત્યયથી ભગવર્લ્ડક્ત સામાયિકનું શ્રવણ કરે છે. પ્રશ્ન - મતિ-શ્રુત જ્ઞાન પણ પ્રતીતિ કરાવનાર છે, તો પછી તેને ભાવપ્રત્યય શા માટે ન કહેવાય ? અને અવધિ આદિ ત્રણ જ્ઞાનો જ ભાવપ્રત્યય કેમ કહેવાય ? ઉત્તર :- સામાયિક એ જીવનો પર્યાય છે અને જીવ અમૂર્ત છે. તેથી સામાયિક ઇન્દ્રિયનો વિષય નથી, એમ તત્ત્વજ્ઞ પુરુષોએ માનેલ છે. આ કારણથી અવધિ આદિ જ્ઞાનોનો જ તે વિષય છે, મતિ-શ્રુતજ્ઞાનનો વિષય નથી, કેમકે તે બે જ્ઞાન બાહ્યપરોક્ષાર્થ વિષયવાળાં હોવાથી ઇન્દ્રિય દ્વારા બાહ્ય પદાર્થોનું જ્ઞાન કરાવનાર થાય છે. ૨૧૩૩ થી ૨૧૩૫. સામાયિક એ જીવનો પર્યાય હોવાથી માત્ર કેવળજ્ઞાનનો જ વિષય થઈ શકે, અવધિ અને મન:પર્યવ જ્ઞાન પુદ્ગલ વિષયી હોવાથી તેનો વિષય સામાયિક કેવી રીતે થાય? તેનો ઉત્તર કહે છે. जुत्तमिह केवलं चेव पच्चओ नोहि-माणसं नाणं । पोग्गलमेत्तविसयओ सामइयारूवया जं च ॥२१३६॥ जं लेसापरिणामो पायं सामाइयं भवत्थस्स । तप्पच्चक्खत्तणओ तेसिं तो तंपि पच्चक्खं ॥२१३७॥ ओहाइपच्चयं चिय जइ तं न सुयंमि पच्चओ पत्तो । पच्चखनाणिवज्जस्स तेण वयणं न सद्धेयं ॥२१३८।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy