________________
ભાષાતર]
પ્રત્યય કાર,
[૨૨૧
હવે પ્રત્યયદ્વાર કહે છે. (३००) पच्चयनिक्लेवो खलु दव्वम्मी तत्तमासगाईओ ।
भावम्मि ओहिमाई तिविहो पगयं तु भावेणं ॥२१३१॥७४९।। (३०१) केवलनाणित्ति अहं अरहा सामाइयं परिकहेइ ।
तेसिंपि पच्चओ खलु सव्वण्णुत्ती निसामेति ॥२१३२॥७५०।। પ્રત્યય નિક્ષેપ પણ નામાદિ ચાર પ્રકારે છે. તેમાં તત્ત્વભાષક વગેરે દ્રવ્યપ્રત્યયમાં ગણાય છે. અહીં ભાવપ્રત્યયનો અધિકાર છે, કેમકે “હું કેવળજ્ઞાની છું” એવા પ્રત્યયથી અરિહંતો સામાયિક કહે છે તથા ગૌતમાદિ ગણધરો “આ સર્વજ્ઞ છે” એવો પ્રત્યય થવાથી સાંભળે છે. ૨૧૩૧-૨૧૩૨.
જેનાથી પ્રતીતિ થાય છે, અથવા પ્રતીતિ તે જ પ્રત્યય કહેવાય છે. એ પ્રત્યયનો નિક્ષેપ પણ કારણના નિક્ષેપ મુજબ નામાદિ ચાર પ્રકારે છે; નામપ્રત્યય, સ્થાપનાપ્રત્યય, દ્રવ્યપ્રત્યય અને ભાવપ્રત્યય.
નામ અને સ્થાપના પ્રત્યય સુગમ છે, અને દ્રવ્ય પ્રત્યયના ત્રણ ભેદમાં જ્ઞશરીર તથા ભવ્યશરીર પ્રત્યય પણ સુગમ હોવાથી એ સંબંધમાં કંઇ વિશેષ કહેવાનું નથી, ત્રીજો ભેદ જે તવ્યતિરિક્ત પ્રત્યય છે તે ૧. તપાવેલા લોઢાના ચણા હાથ વડે ઉપાડવા, ૨. સર્પવાળા ઘડામાં હાથ નાખવો, મંત્રિત ચોખા ચાવવા, એમ કરવાથી જો કાંઈ પણ હાનિ ન થાય તો તેને જે દોષથી આરોપિત કરવામાં આવ્યો હોય તેને, તે દોષ વિનાનો સિદ્ધ થયેલ ગણવામાં આવે છે. કેમકે એ દ્રવ્યો નીતિના હેતુભૂત હોવાથી તે દ્રવ્યપ્રત્યય કહેવાય.
. ભાવપ્રત્યયમાં અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન એ ત્રણનો સમાવેશ થાય છે. કેમકે એ ત્રણથી બાહ્યલિંગની અપેક્ષા વિના આત્માને પ્રતીતિ થાય છે, આ કારણથી એ ત્રણે તાત્ત્વિ કપ્રત્યયરૂપ હોવાથી ભાવપ્રત્યય ત્રણ પ્રકારે છે. મતિ અને શ્રુત બાહ્યલિંગની અપેક્ષાએ આત્માને પ્રત્યય ઉપજાવે છે, તેથી તેની વિવક્ષા અહીં કરી નથી.
અહીં પ્રસ્તુતમાં ઉપયોગી તો ભાવપ્રત્યય છે, કેમકે “હું કેવળજ્ઞાની છું” એ પ્રમાણેના પોતાના ભાવપ્રત્યયથી અરિહંતો સામાયિકનો અર્થ જાણીને તેનો ઉપદેશ કરે છે તથા ગણધરો પોતાના હૃદયના સંશયનો છેદ થવાથી- “આ સર્વજ્ઞ છે” એવા પ્રત્યયથી તેઓ શ્રી તીર્થંકર પાસેથી તે સામાયિક સાંભળે છે. ૨૧૩૧-૨૧૩૨. - હવે ઉપરોક્ત વિષય વધારે સ્ફટ કરવાને ભાષ્યકાર મહારાજ દ્રવ્ય અને ભાવપ્રત્યયનું સ્વરૂપ કહે છે.
दब्बस्स दव्वओ वा दब्बेण व दव्वपच्चओ नेओ । तब्दिवरीओ भावे सोऽवहिनाणाइओ तिविहो ॥२१३३॥ केवलनाणित्तणओ अप्पच्चिय पच्चओ जिणिंदरस । तप्पच्चक्नत्तणओ तत्तो च्चिय गोयमाईणं ॥२१३४।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org