SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬] ક્યા કાળનું પ્રયોજન? [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ ચારિત્રનો અભાવ માનવામાં આવે, તો ક્ષીણમોહાદિમાં પણ તેનો અભાવ માનવો જોઈએ. આથી તેઓના મતે ચારિત્ર વગેરે પણ સિદ્ધાવસ્થામાં છે, એ માન્યતાની અપેક્ષાએ ક્ષાયિક ભાવ સાદિ અનન્ત નામના એક બીજા જ ભાંગામાં છે, શેષ ત્રણ ભાંગે નથી. કેવળજ્ઞાન સિવાયના શેષ ચાર જ્ઞાનોની અપેક્ષાએ ક્ષાયોપથમિક ભાવ સાદિસાજો ભાંગે છે સાદિ અનન્ત નામનો બીજો ભાંગો અહીં ન હોય, મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનની અપેક્ષાએ ભવ્યોને ક્ષાયોપથમિકભાવ અનાદિ સાત્ત છે, અને અભવ્યોને અનાદિ અનન્ત છે. | સર્વ પુગલ ધર્મ-દ્રવ્યણુકાદિ પરિણામરૂપ પારિણામિકભાવ સાદિસાંત નામના પ્રથમ ભાંગે છે, સાદિ અનન્ત એવો જે બીજો ભાંગો તે આ ભાવમાં નથી હોતો, ભવ્યપણાની અપેક્ષાએ પારિણામિક ભાવ અનાદિ સાંત છે. “રિ નોમ, નો મળે.” એ વચનથી સિદ્ધના જીવો ભવ્ય નથી તેમ અભવ્ય પણ નથી. જીવપણું અને અભવ્યપણું એ બેની અપેક્ષાએ પારિણામિક ભાવ અનાદિ અનન્ત છે. આ પ્રમાણે ઔદયિકાદિ ભાવોનો કાળ કહ્યો, કેમકે જીવાજીવાદિ ભાવોનું અવસ્થાન તે જ કાળ છે, એટલે ભાવોનું અવસ્થાન કહેવાથી ભાવકાળ પણ કહ્યો. ૨૦૦૭ થી ૨૦૮૧. અહીં પ્રસ્તુત અધિકારમાં ક્યા કાળનું પ્રયોજન છે ? તે કહે છે. (२८४) एत्थं पुण अहिगारो पमाणकालेण होइ नायव्यो । खेत्तम्मि कम्मि कालम्मि भासियं जिणवरिंदेण ? ॥२०८२।७३३।। (२८५) वइसाहसुद्धइक्कारसीए पुव्वण्हदेसकालम्मि । महसेणवणुज्जाणे अणंतर परंपरं सेसं ॥२०८३।।७३४॥ આ અધિકારમાં પ્રમાણકાળનું પ્રયોજન છે. (કેમકે) ક્યા ક્ષેત્રમાં, કઈ વખતે શ્રી જિનેશ્વરે (સામાયિક અધ્યયન, કહ્યું? એ પ્રશ્નના ઉત્તરમાં) વૈશાખ સુદી અગિયારશે મહાસેનવન નામના ઉદ્યાનમાં અનન્સર નિર્ગમ થયો અને તે સિવાયના ક્ષેત્રમાં પરંપરાએ નિર્ગમ થયો. ૨૦૦૨-૨૦૮૩. અહીં અનેક પ્રકારના કાળની પ્રરૂપણા કરી. તેમાં આ સ્થળે પ્રમાણકાળનું મુખ્ય પ્રયોજન છે. શિષ્ય - પૂર્વે ૨૦૩૦ મી દ્વારગાથામાં ભાવકાળનું અહીં પ્રયોજન છે, એમ કહ્યું છે અને હમણાં પ્રમાણકાળનું પ્રયોજન કહો છો. આમ પૂર્વાપર વિરોધવાળું કેમ કહો છો ? ગુરૂ - ક્ષાવિકભાવ કાળમાં વર્તતા ભગવંતે સામાયિક અધ્યયન કહ્યું છે, માટે એ અભિપ્રાયથી પૂર્વે ભાવકાળનું પ્રયોજન છે એમ કહ્યું છે અને દિવસના પૂર્વાર્ધમાં-પ્રથમ પૌરિષીરૂપ કાળમાં ભગવંતે સામાયિક અધ્યયન કહ્યું છે, એ અભિપ્રાયથી હમણાં અહીં પ્રમાણકાળથી પ્રયોજન કર્યું છે. એટલે ઉભયકાળનું પ્રયોજન વિરુદ્ધ નથી અથવા પ્રમાણકાળ તે અદ્ધાકાળનો પર્યાય હોવાથી ભાવકાળ જ છે. તેથી પણ એ પ્રમાણે કહેવામાં કંઈ વિરોધ નથી. શિષ્ય -શ્રીમાનું મહાવીર જિનવરે ક્યા ક્ષેત્રમાં, કઈ વખતે પ્રથમ સામાયિક અધ્યયનનો ઉપદેશ કર્યો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy