SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ભાવ નિર્ગમ. [૨૦૭ ગુરૂ - વૈશાખ સુદિ એકાદશીના દિવસે પ્રથમ પરિષીમાં, મહાસેનવન નામના ઉદ્યાનમાં ભગવંતે પહેલવહેલું સામાયિક અધ્યયન ઉપદેશ્ય, અને એ સિવાયના ગુણશીલાદિ ઉદ્યાન-ક્ષેત્રમાં તે પરંપરાએ ઉપદેશ્ય, કેમકે સૌ પહેલાં મહાસેનવનમાં ઉપદેશ્ય અને તે બીજા ક્ષેત્રોમાં ઉપદેશ્ય છે. ૨૦૦૨-૨૦૮૩. હવે ભાવ નિર્ગમ કહે છે. (૨૮૬) પ્રફયમ વાપરરી માવડો નિ ત્રિવિરરસ | भावे खओवसमियम्मि वट्टमाणेहि तं गहियं ॥२०८४॥७३५॥ किह पगयं भावेणं कहमहिगारो पमाणकालेणं ? । खाइयभावेऽरुहया पमाणकाले य जं भणियं ॥२०८५।। अहवा पमाणाकालोवि भावकालोत्ति जं च सेसावि । किंचिम्मेत्तविसिट्ठा सब्वे च्चिय भावकालत्ति ।।२०८६॥ आहिक्केणं कज्जं पमाणकालेण जमहिगारोत्ति । सेसावि जहासंभवमाउज्जा निग्गमे काला ॥२०८७।। खेत्तं मयमागासं सब्बदबावगाहणालिंगं । तं दव्वं चेव निवासमेत्तपज्जायओ खेत्तं ॥२०८८॥ तं च महासेणवणोवलक्खियं जत्थ निग्गयं पुवं । सामाइयमन्नेसु तु परंपरविणिग्गमो तस्स ॥२०८९।। સાયિક ભાવમાં વર્તતા એવા ભગવંત જિનેશ્વરથી આ સામાયિક અધ્યયન નીકળ્યું અને ક્ષાયોપથમિક ભાવમાં વર્તતા ગણધરોએ તે ગ્રહણ કર્યું. શા માટે ભાવકાળનું પ્રયોજન છે, અને શા માટે પ્રમાણકાળનો અધિકાર છે ? ક્ષાયિક ભાવમાં વર્તતા શ્રીઅરિહંતે પ્રમાણકાળે કહ્યું છે માટે અથવા પ્રમાણકાળ પણ ભાવકાળ જ છે અને બીજા કાળો છે, તે પણ કિંચિત્માત્ર વિશિષ્ટ ભાવકાળ જ છે, એટલે તે સર્વ ભાવકાળ જ છે. (અહી) મુખ્યતાએ પ્રમાણકાળ વડે કાર્ય છે, તેથી તેનો અધિકાર છે શેષ બીજા કાળો પણ સામાયિક નિર્ગમમાં યથાસંભવ યોજવા, દ્રવ્યના નિવાસરૂપ ચિહ્નવાળું આકાશ તે ક્ષેત્ર માનેલ છે, જો કે તે દ્રવ્ય જ છે, (તો પણ) નિવાસમાત્ર રૂપ પર્યાયની અપેક્ષાએ તેને ક્ષેત્ર કહેવાય છે. તે ક્ષેત્ર અહીં મહાસેનવન કહ્યું છે, કે જ્યાંથી સામાયિક નીકળ્યું છે તથા બીજાં ક્ષેત્રોમાં પણ પરંપરાએ તેનો નિર્ગમ થયો છે. ૨૦૦૫-૨૦૦૯. ક્ષાવિકભાવમાં વર્તતા ભગવંત શ્રી મહાવીરદેવથી સામાયિક અધ્યયન નીકળ્યું અને ક્ષાયોપથમિકભાવમાં વર્તતા ગણધરોએ તે સામાયિક અને બીજું શ્રુત ગ્રહણ કર્યું. ભગવંતને જ્ઞાનાવરણ-દર્શનાવરણ-ચારિત્રમોહનીય અને અંતરાય સર્વથા ક્ષીણ થયેલ હોવાથી ક્ષાયિકભાવ હોય છે અને ગણધરોને તે વખતે તે તે આવરણોનો ક્ષયોપશમ હોવાથી ક્ષયોપશમ ભાવ હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy