________________
ભાષાંતર] ભાવકાળનું સ્વરૂપ.
[૨૦૫ मइअन्नाणाईया भव्व-ऽभव्वाण तइयचरिमोऽयं । सव्यो पोग्गलधम्मो पढमो परिणामिओ होइ ॥२०८०।। भव्बत्तं पुण तइओ जीवा-ऽभब्बाइ चरिमभंगो उ ।
भावाणमयं कालो भावावत्थाणओऽणण्णो ॥२०८१।। નારકાદિ ઔદયિકભાવ સાદિસાત્ત છે, મિથ્યાત્વાદિ ભવ્યોની અપેક્ષાએ અનાદિસાન્ત, અને અભવ્યોની અપેક્ષાએ અનાદિ અનન્ત છે આ પ્રમાણે બીજા સાદિ અનન્ત ભાંગા સિવાય બાકીના ત્રણ ભાંગે ઔદયિક ભાવ છે. સમ્યકત્વ-ચારિત્રરૂપ જે ઔપથમિક ભાવ તે સાદિસાન્ત ભાંગે છે, દાનાદિ પાંચ લબ્ધિ અને ચારિત્રરૂપ ક્ષાવિકભાવ પણ સાદિયાન્ત માંગે છે, તથા સમ્યકત્વ જ્ઞાન-દર્શન અને સિદ્ધપણું એ સાદિઅનન્ત ભાંગે છે.
કેવળજ્ઞાન સિવાય ચાર જ્ઞાનને આશ્રયીને ક્ષાયોપથમિકભાવ સાદિ સાત્ત ભાંગે છે, મતિઅજ્ઞાન વિગેરે ભવ્ય તથ અભવ્યની અપેક્ષાએ ત્રીજા અને ચોથા ભાંગે છે, સર્વ પુગલધર્મરૂપ પરિણામિકભાવ પ્રથમ ભાંગે છે, ભવ્યપણું ત્રીજા ભાંગે છે, જીવ અને અભવ્યપણું ચોથા ભાંગે છે. આ પ્રમાણે આ ભાવોનો કાળ છે, કેમકે તે ભાવોના અવસ્થાનથી અભિન્ન છે. ૨૦૦૭ થી ૨૦૮૧.
નારક – તિર્યચ-મનુષ્ય અને દેવરૂપ ઔદયિકભાવ સાદિસાત્ત છે, કેમકે તે દરેકનો આદિ અને અન્ત છે. મિથ્યાત્વ, કષાય, વેદ, અજ્ઞાન-અસંમતપણું અસિદ્ધપણું અને “લેશ્યા આ સત્તર પ્રકારનો જે ઔદયિકભાવ તે ભવ્યોની અપેક્ષાએ અનાદિસાન્ત અને અભવ્યોની અપેક્ષાએ અનાદિ અનન્ત છે. આ પ્રમાણે બીજા સાદિસાજો ભાંગા સિવાય ત્રણ ભાંગે ઔદયિકભાવ છે.
ઔપશમિકભાવ પહેલા સાદિસાજો ભાંગે જ છે, તે સિવાયના ત્રણ ભાંગા આ ભાવ માટે શન્ય છે. કેમકે આખા સંસારમાં પહેલવહેલું ઉપશમ સમ્યકત્વ થાય અથવા ઉપશમશ્રેણિમાં ઉપશમ સમ્યકત્વની અને ઉપશમ ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તે બન્નેના અવશ્ય આદિ અને અન્ન હોય છે. માટે ઔપથમિકભાવ પહેલા સિવાય ત્રણ ભાંગે નથી.
દાન-લાભ-ભોગ ઉપભોગ અને (સકરણ) વીર્ય, એ પાંચ લબ્ધિ તથા ચારિત્ર આદિ ભેદની અપેક્ષાએ ક્ષાયિક ભાવ સાદિસાત્ત છે. "
શિષ્ય:- સિદ્ધાત્માઓને ચારિત્ર હોય છે, તો તે અપેક્ષાએ ચારિત્રમાં સાદિઅનાનો ભાંગો કેમ ન કહેવાય ?
ગુરૂ - “સિદ્ધ નોવરિરી, નરિત્તિ” એ વચનથી સિદ્ધના જીવો ચારિત્રી નથી, તેમ અચારિત્રી પણ નથી. માટે ચારિત્રમાં એ બીજો ભાંગો ન ઘટે.
ક્ષાયિક સમ્યક્ત્વ કેવળજ્ઞાન, કેવળદર્શન અને સિદ્ધપણું, સિદ્ધઅવસ્થામાં હોય છે, તેથી તે લાએ સાદિઅનન્ત નામના બીજા ભાંગે પણ ક્ષાયિકભાવ હોય છે. આ સિવાયનો ત્રીજો અને ચોથો એ બે ભાંગા આ ભાવમાં નથી ઘટતા.
આ સંબંધમાં બીજા આચાર્યનો મત એવો છે કે સિદ્ધના જીવોને દાનાદિ પાંચ લબ્ધિ અને ચારિત્ર હોય છે, કેમકે તેમને તેના આવરણનો અભાવ છતાં પણ જો તે દાનાદિ લબ્ધિઓ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org