SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪] ભાવકાળનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ શ્વેતાદિ પાંચ વર્ણોમાંથી જે વર્ણ (રંગે-કાંતિએ) કાળો હોય, તે વર્ણકાળ કહેવાય. અથવા જે કોઈ જીવાદિ પદાર્થનું જે કાળે વર્ણન કરાય, તે વર્ણકાળ કહેવાય. અથવા જે કાળે શ્વેતાદિ વર્ણની પ્રરૂપણા-વર્ણન કરાય, તે પણ વર્ણકાળ કહેવાય. આ જ વિષયનું વધારે સ્પષ્ટીકરણ કરવા ભાષ્યકાર મહારાજ કહે છે કે પર્યાયકાળના ભેદથી શ્યામવર્ણ તે વર્ણકાળ કહેવાય છે. જેમકે જે કાળમાં દ્રવ્યને જાણે તે દ્રવ્યકાળ, અને પર્યાયને જાણે તે પર્યાયકાળ; કૃષ્ણવર્ણ દ્રવ્યનો પર્યાય હોવાથી વર્ણકાળ છે અને તે પર્યાયકાળનો ભેદ છે. શિષ્ય - જો એ પ્રમાણે પર્યાયકાળ પણ છે, તો પછી પૂર્વે ૨૦૩૦મી ગાથામાં તેનો ઉપન્યાસ કેમ ન કર્યો? આચાર્ય - દ્રવ્યથી પર્યાય કર્થચિતું અભિન્ન છે. તેથી દ્રવ્યકાળ કહેવાથી પર્યાયકાળ પણ સાથે આવી જ ગયો, તેથી તે ભિન્ન નથી કહ્યો. અથવા પર્યાયના ભેદરૂપ આ શ્યામવર્ણનું કથન કર્યું, તેથી તે પણ ત્યાં કહેલો જ છે. શિષ્ય - શ્યામવર્ણને નામથી જ કાળો કહેવાય છે, તો તેનો નામકાળ કેમ નથી કહેતા ? ગુરૂ - કાળનામનો એવો કોઈ નિયમ નથી, કારણ કે ગૌરવર્ણમાં પણ કોઈ વખત કાળનામ હોય છે, આ કારણથી એનો બીજાથી ભેદ જણાવવા માટે જે વર્ષે જ કાળો હોય, વર્ણકાળ કહેવાય છે; અન્ય નહીં એટલો નામકાળથી વર્ણકાળમાં તફાવત છે. ૨૦૭૩-૨૦૭૪. -- ભાવકાળનું સ્વરૂપ કહે છે. (२८३) साई सपज्जवसिओ चउभंगविभागभावणा एत्थं । ओदइयाईयाणं तं जाणसु भावकालं तु ॥२०७५॥७३२॥ साई संतोऽणंतो एवमणाईवि एस चउभंगो । ओदइयाईयाणं होइ जहाजोगमायोज्जा ॥२०७६॥ અહીં ઔદયિક વિગેરે (ઔપશમિક ક્ષાયિક-ક્ષાયોપથમિક અને પરિણામિક.) ભાવોની સ્થિતિની સાદી સાન્તાદિ ચાર ભાંગામાં ભાવના થાય તે ભાવકાળ જાણવો. સાદિયાન, સાદિઅનંત, અનાદિસારા અને અનાદિ અનંત - આ ચાર ભાંગા ઔદયિક આદિ ભાવોના છે, તે યથાયોગ્ય જ્યાં ઘટે ત્યાં યોજવા. ૨૦૦પ-૨૦૭૬. હવે સાદિસાન્તાદિ ભાંગાના ભેદ જ્યાં ઘટે ત્યાં યોજે છે. जो नारगाइभावो तह मिच्छत्ताइओ व भब्वाणं । ते चेवाभव्वाणं ओदइओ बितियवज्जोऽयं ॥२०॥७॥ सम्मत्त चरित्ताई साई संतो य ओवसमिओऽयं । दाणाइलद्धिपणगं चरणंपि य खाइओ भावो ।।२०७८॥ सम्मत्त नाण-दसण-सिद्धत्ताइं तु साइओऽणंतो । नाणं केवलवज्जं साई संतो नओवसमो ॥२०७९।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy