SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦] કર્મના સોપક્રમની સિદ્ધિ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ જેમ જીવની વૃત્તિ છે, તેમ આ ઔદારિક શરીરની વૃત્તિ પણ તેમાં છે, એ તો સર્વને પ્રતીત છે. માટે આ હેતુમાં આપેલું દૃષ્ટાંત સાધનધર્મરહિત નથી. ૨૦૫૬-૨૦૫૭, કર્મનું સોપક્રમપણું સિદ્ધ કરવામાં બીજી યુક્તિઓ બતાવે છે. किंचिदकालेऽवि फलं पाइज्जड़ पच्चए व कालेणं । तह कम्मं पाइज्जइ कालेण विपच्चए वलेण्णं ॥। २०५८ ।। भिण्णो जह कालो तुल्लेऽवि पहम्मि गइविसेसाओ । सत्थे व गहणकालो मइ-मेहाभेयओ भिन्नो ।।२०५९।। तह तुल्लम्मिवि कम्मे परिणामाइकिरियाविसेसाओ । भणोऽणुभवणकालो जेट्ठो मज्झो जहन्नो य ||२०६०।। हवा दीहा रज्जू ज्झइ कालेण पुंजिआ खिष्पं । वियओ पडो व सुस्सई पिंडीभूओ य कालेणं ॥। २०६१ ।। भागो व निरोवट्टो हीरइ कमसो जहऽण्णहा खिप्पं । किरियाविसेसओ वा समेऽवि रोगे चिगिच्छाए || २०६२ ॥ જેમ કોઇ આમ્રાદિકનું ફળ વૃક્ષપર હોય તો ક્રમસર યોગ્યકાળે પાકે છે અને કોઇ વખત ઘાસ વિગેરે ઢાંકવાથી અકાળે પણ પાકે છે; તેવી રીતે કર્મ પણ બંધકાળે બાંધેલ સ્થિતિને અનુસારે ક્રમશઃ અનુભવતાં સંપૂર્ણકાળે ભોગવાય છે, અનેકોઇ વખત અપર્વતનાદિ વડે તે કર્મ અન્તર્મુહૂર્તમાં શીઘ્રપણે પણ ભોગવાય છે. અથવા જેમ ત્રણ મુસાફરોનો માર્ગ સરખો છતાં પણ ગતિની વિશેષતાથી માર્ગમાં જુદો જીદો - વધારે ઓછો કાળ લાગે છે. અથવા શાસ્ર ગ્રહણ કરવામાં મતિ (ગ્રહણ કરવાની શક્તિ) અને મેધા (અવધારણ શક્તિ)ના ભેદથી ગ્રહણકાળમાં ભેદ થાય છે; તેમ સમાન સ્થિતિવાળું કર્મ છતાં પણ તેનો અધ્યવસાનાદિ પરિણામ અને ચારિત્રાદિ ક્રિયાના ભેદથી ઉત્કૃષ્ટ-મધ્યમ-અને જઘન્યરૂપ અનુભવકાળ ભિન્ન ભિન્ન થાય છે. Jain Education International અથવા જેમ લાંબું દોરડું એક છેડાથી ક્રમશઃ સળગાવતાં લાંબાકાળે સળગી રહે છે, અને એકઠું કરીને સળગાવતાં શીઘ્રપણે સળગી જાય છે, તેમ જ પહોળું કરેલું ભીનું વસ્ત્ર જલ્દી સૂકાઈ જાય છે અને એકઠું કરેલું લાંબાકાળે સૂકાય છે અથવા અપવર્તના સિવાય જેમ કોઈ મોટી સંખ્યાનો ભાગ કરતાં લાંબો કાળ લાગે છે અને અપર્વતના કરવાથી શીઘ્રપણે ભાગ કરાય છે. તથા જેમ કેટલાક માણસોને કોઢ આદિ રોગ થયો હોય, તે રોગ ઔષધાદિ ક્રિયાના વિશેષપણાથી દૂર થવામાં કાળભેદ થાય છે-ઓછે વત્તે કાળે વ્યાધિ દૂર થાય છે. (તેમ કર્મમાં પણ અપર્વતનાદિ કરણ વડે અનુભવના કાળનો ભેદ થાય છે.) ૨૦૫૮ થી ૨૦૬૨. હવે પ્રશસ્ત અને અપ્રશસ્ત દેશકાળનું સ્વરૂપ કહે છે. जो जस्स जयाऽवसरो कज्जस्स सुभासुभस्स सोपायं । भण्णइ स देसकालो देसोऽवसरोत्ति थक्कोत्ति ||२०६३ || For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy