________________
ભાષાંતર] બીજા કર્મોના ઉપકમની સિદ્ધિ.
[૧૯૭ વળી સુખ-દુઃખ એ પુચ-પાપજનિત છે, તો પણ તે સુખ-દુઃખ પુષ્પમાળા-અંગના-વિષકંટકાદિ બાહ્ય સહકારી દ્રવ્યાદિના સામર્થ્યથી થાય છે, પણ એમને એમ પુન્ય-પાપના ઉદયમાત્રથી નથી થતા. આ પ્રમાણે જેમ સુખ-દુઃખ રૂપ કાર્ય જે સર્વ લોકને અનુભવસિદ્ધ છે, પણ બાહ્યદ્રવ્ય-ક્ષેત્ર આદિની અપેક્ષાએ જ ઉદય પામે છે અથવા ક્ષય થાય છે, પણ એમને એમ નથી થતું, તેવી રીતે એ સુખદુઃખના કારણભૂત પુન્ય-પાપાત્મક કર્મ પણ દ્રવ્ય ક્ષેત્રાદિની અપેક્ષાએ જ ઉદય અથવા ક્ષય પામે છે. કારણ કે કાર્ય દ્રવ્યાદિની અપેક્ષા રાખે છે અને કારણ અપેક્ષા નથી રાખતુંએમ કહી શકાય નહિ.
જેમ કાર્યભૂત ઘટ, ચક્ર-ચીવરાદિની અપેક્ષા વડે ઉત્પન્ન થાય છે અને એ ઘટના કારણભૂત કુંભાર-ચક્ર વિગેરેની અપેક્ષા સિવાય જ ઘટ ઉત્પન્ન કરે છે, એમ કહેવું એ અયોગ્ય છે, તેવી રીતે સુખ-દુઃખરૂપ કાર્ય અને તેના કારણમાં પણ સમજવું. માટે ઉદયાદિ પ્રત્યે દ્રવ્યાદિની અપેક્ષાવાળાં જે કર્મ છે તેમનો દ્રવ્યાદિના સન્નિધાનમાં ઉપક્રમ પણ થવો યોગ્ય છે. ૨૦૫૦-૨૦૫૧. ઉપક્રમ વિના, કર્મ જેવું બાંધ્યું હોય તેવું જ વેદાય તો મોક્ષનો અભાવ થાય.
जइ ताणुभुइउ च्चिय खविज्जए कम्ममन्नहा न मयं । तेणासंखभवज्जियनाणागइकारणत्तणओ ॥२०५२।। नाणाभवाणुभवणाभावादेक्कम्मि पज्जएणं वा ।
अणुभवओ बंधाओ मोक्खाभावो स चाणिट्ठो ॥२०५३।। જો બાંધેલું સર્વ કર્મ અનુભવીને જ ખપાવાય છે, અન્યથા નહિ, એમ તારું માનવું હોય, તો તે અયોગ્ય જ છે, કેમકે અસંખ્યાત ભવમાં વિવિધ પ્રકારની ગતિના કારણભૂત કર્મ બાંધેલું હોય છે, તે કર્મ એક ભવમાં અનુભવાતું નથી અને અનુક્રમે તેનો અનુભવ થાય, તો પુનઃ પુનઃ બંધ તો થયા કરે તેથી મોક્ષનો અભાવ થાય, અને એ અભાવ ઇષ્ટ નથી. ૨૦૫૨-૨૦૫૩.
જો જેવું બાંધ્યું હોય, તેવું જ કર્મ પ્રતિસમય વિપાકનુભાવથી જ ભોગવ્યા બાદ ક્ષય થાય, ઉપક્રમ દ્વારા શીધ્રપણે વેદાઇને ક્ષય ન થાય, એમ માનવામાં આવે, તો કોઇપણ જીવનો કદાપિ મોક્ષ ન થાય, કેમકે તદ્ભવ મોક્ષગામી જીવને પણ અસંખ્યાત ભવોપાર્જિત કર્મ સત્તામાં હોય છે અને તે કર્મ વિવિધ અધ્યવસાયથી બાંધેલાં હોવાથી નરકાદિ વિવિધ ગતિના કારણભૂત હોય છે. તે સર્વનો અનુભવ એક છેલ્લા ભવમાં કદીપણ થઈ શકે નહીં, કેમકે નારક-તિર્યંચાદિ વિવિધ ભવોના હેતુભૂત પરસ્પર વિરૂદ્ધ કર્મો એક ચરમભવમાં અનુભવી શકાય નહિ. તથા વિવિધ ગતિના કારણભૂત એ કર્મો અનુક્રમે જુદા જુદા ભવમાં અનુભવીને જીવ મોક્ષ પામે, એમ કહેવામાં આવે, તો તે પણ અયોગ્ય છે, કેમકે એ કર્મ જુદા જુદા ભાવોમાં અનુક્રમે વિપાકથી અનુભવતાં પુનઃ વિવિધ ગતિના કારણભૂત કર્મનો બંધ થાય, અને પુનઃ પાછું જુદા જુદા ભવમાં ભમવાનું થાય. એ પ્રમાણે વારંવાર બંધ અને તેનો અનુભવ થવાથી કદી પણ કોઈ પણ જીવનો મોક્ષ ન થાય, એટલે મોક્ષનો અભાવ જ થાય. એવો અભાવ માનવો ઇષ્ટ નથી, માટે કર્મનો ઉપક્રમ માનવો એ જ લાભદાયી છે. (અને સત્ય છે.) ૨૦૫-૨૦૫૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org