________________
૧૯૯] બીજા કર્મોના ઉપકમની સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
ગુરૂ - તારી તે સમજ અયોગ્ય છે, કેમકે જો કર્મનો અલ્પ રસ અને અલ્પ સ્થિતિનિર્દેતુક થતા હોય, તો તું કહે છે તે પ્રમાણે દોષ પ્રાપ્ત થાય, પરંતુ એમ થતું નથી. કર્મનો અલ્પ રસ થાય છે, તે અધ્યવસાય વિશેષથી થાય છે. એટલે અકૃત અભ્યાગમ દોષ નથી લાગતો તેમજ આયુ વિગેરેની અલ્પસ્થિતિ થાય છે, તે પણ હેતુ સિવાય નથી થતી, કિંતુ અધ્યવસાન વિગેરે પૂર્વોક્ત હેતુઓથી થાય છે, એટલે તેમાં પણ અકૃતઅભ્યાગમ દોષ નથી લાગતો. અને તેથી સિદ્ધાત્માઓને પણ કર્મસંબંધ નથી થતો, કેમકે તેઓને કર્મ આગમનના હેતુનો અભાવ છે. ૨૦૪૬ થી ૨૦૪૯. કર્મનો ઉપક્રમ સહેતુક થાય છે એમ બતાવવા કહે છે કે,
उदय खय-क्खओवसमो-वसमा जं च कम्मुणो भणिया । दब्वाइपंचयं पइ जुत्तमुक्कामणमओऽवि ॥२०५०।। पुण्णा- पुण्णकयंपि हु सायासायं जहोदयाईए ।
बज्झबलाहाणाओ देइ तहा पुण्ण-पावपि ॥२०५१॥ ઉદય-ક્ષય-ક્ષયોપશમ-અને ઉપશમ જે કર્મના કહેલા છે, તે દ્રવ્યાદિ પાંચની અપેક્ષાએ છે, માટે તેનો ઉપક્રમ યોગ્ય છે. જેમ સુખ-દુઃખ એ પુન્ય-પાપજનિત છતાં પણ તે બાહ્ય બળના આધાનથી ઉદયાદિ આપે છે, તેવી રીતે પુચ-પાપાત્મક કર્મ પણ (દ્રવ્યાદિની અપેક્ષાએ ઉદય થાય છે અને ક્ષય પામે છે.) ૨૦૫૦-૨૦૫૧.
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ-અને ભાવ એ પાંચની અપેક્ષાએ, કર્મનો ઉદય-ક્ષય-ક્ષયોપશમ-અને ઉપશમ થાય છે. આ કારણથી પણ શસ્ત્રાદિ દ્રવ્યો પામીને આયુષ્યાદિ કર્મના ક્ષયને વિષે ઉપક્રમ યુક્ત છે, જેમકે સર્પવિષાદિ દ્રવ્ય-નરકાવાસાદિ ક્ષેત્રગ્રીષ્માદિ કાળ-નારકાદિ ભવ અને વૃદ્ધત્વાદિ ભાવ પામીને જીવને અશાતાવેદનીયનો ઉદય થાય છે. તથા સદગુરૂનાં ચરણ કમલરૂપ દ્રવ્યપૂજ્યપવિત્ર)તીર્થાદિ ક્ષેત્ર-સુષમદુઃષમાદિકાળ-ઉત્તમ માનવકુળમાં જન્મ થવારૂપ ભવ-અને સંખ્યજ્ઞાન-ચારિત્રરૂપ ભાવ પામીને અશાતા વેદનીનો ક્ષય થાય છે.(વેદનીયકર્મનો ક્ષયોપશમ અને ઉપશમ નથી થતો)
એજ પ્રમાણે મોહનીયકર્મમાંના મિથ્યાત્વ મોહનીયનો ઉદય કુતીર્થાદિદ્રવ્યકુરુક્ષેત્ર અથવા સાધુ આદિ રહિત દેશ-દુઃષમાદિકાળ-તેલ-વાઉ આદિ એકેંદ્રિય અથવા અનાર્ય માનવકુળમાં જન્મ થવારૂપ ભવ અને કુસિદ્ધાન્તની દેશનારૂપ ભાવ પામીને થાય છે. અને તીર્થકરાદિ દ્રવ્યમહાવિદેહાદિ ક્ષેત્ર-સુષમદુઃષમાદિકાળ-ઉત્તમ માનવકુળમાં જન્મ અને સમ્યજ્ઞાન-ચારિત્રરૂપ ભાવ પામીને મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષય-ક્ષયોપશમ અને ઉપશમ થાય છે.
એ જ પ્રમાણે જ્ઞાનાવરણ-દર્શનાવરણકર્મના ઉદય-ક્ષયને ક્ષયોપશમ પણ થાય છે. ભેંશનું 'દહીં તથા રીંગણાનું શાક વિગેરે દ્રવ્ય, સલઆદિ ક્ષેત્ર-ગ્રીષ્માદિકાળ-એકેંદ્રિયાદિ ભવ અને વૃદ્ધાવસ્થાદિપ ભાવ પામીને નિદ્રારુપ દર્શનાવરણીય કર્મનો ઉદય થાય છે અને પૂર્વે કહ્યા મુજબના દ્રવ્યાદિ પાંચ પામીને ક્ષય ક્ષયોપશમ થાય છે. અને ઉપશમ બે નિદ્રાકર્મના નથી થતા. એ જ પ્રમાણે બીજા કર્મોના પણ ઉદયાદિ યથાયોગ્ય દ્રવ્યાદિ પામીને થાય છે, તે સ્વબુદ્ધિથી વિચારી લેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org