________________
ભાષાંતર ]
બીજા કર્મોના ઉપક્રમની સિદ્ધિ
[૧૯૫
કદી ઘણા કાળ પર્યન્ત વેદવા યોગ્ય કર્મ પુદ્ગલો અનુભવ્યા સિવાય જ નાશ પામે અથવા કર્મ ન બાંધ્યાં હાય અને વેદાય, તો તું કહે છે તેમ કૃતનાશ અને અકૃતઅભ્યાગમ દોષ લાગે, પરંતુ જે દીર્ઘકાળે વેદવા યોગ્ય કર્મ હોય અધ્યવસાય વિશેષ ઉપક્રમાવીને અલ્પકાળે અનુભવાય,ત્યાં તે દોષો ક્યાંથી લાગે ? ન જ લાગે. જેમ ઘણાકાળ સુધી ભોગવવા યોગ્ય આહાર ભસ્મક નામના વાત વ્યાધિવાળો માણસ સ્વલ્પકાળમાં ભોગવી નાંખે છે - ખાઇ જાય છે, તેમાં કૃતનાશ કે અકૃતઅભ્યાગમ નથી, તેમ અહીં કર્મ સંબંધમાં પણ સમજવું.
શિષ્ય :- જે બાંધેલું કર્મ હોય, તે સર્વ જો સ્વલ્પકાળે વેદાતું હોય, તો પ્રસન્નચન્દ્રરાજર્ષિએ સાતમી નરક યોગ્ય અશાતાવેદનીયાદિ કર્મ બાંધ્યું હતું એમ સંભળાય છે, તે સર્વ કર્મ જો તેમણે સ્વલ્પકાળમાં વેદ્યું હોય, તો તેમને સાતમી નરકમાં થતા દુઃખનો ઉદય થવો જોઇએ અને જો તે સર્વ કર્મને ન વેદ્યું હાય, તો કૃતનાશાદિ દેાષ પ્રાપ્ત થવા જોઇએ.
ગુરૂ :- તારૂં કહેવું સત્ય છે પરંતુ તેમણે તે સર્વ કર્મનો પ્રદેશોદયથી શીઘ્રપણે અનુભવ કર્યો હતો, રસોદયથી નહોતો કર્યો, કેમકે સર્વ કર્મ પ્રદેશાનુભવ દ્વારા તો ભોગવાય છે જ એવો નિયમ છે. પણ અનુભાગના ઉદય સંબંધી તો ભજના છે. એટલે કે કોઇક કર્મનો અનુભાગ-રસ વેદાય છે અને કોઇક ફર્મનો રસ અધ્યવસાય વિશેષથી હણાઇ જતો હોવાથી નથી પણ વેદાતો. એમાટે આગમમાં પણ કહ્યું છે કે “તત્ત્વ નું નં તં અનુમાનમાં તે પ્રત્યેય વે, પ્રત્યેવં નો વે; તત્વ ળ ગ ત વસમ્મે તે નિયમા વેપ' કૃતિ । એટલે તેમાં જે અનુભાગ઼કર્મ છે, તે કેટલાક વેદે છે, અને કેટલાક નથી વેદતા, પરંતુ જે પ્રદેશકર્મ છે, તે તો અવશ્ય સર્વ વેદે છે.
આ જ કારણથી પ્રસન્નચંદ્રરાજર્ષિએ શુભ અધ્યવસાયથી નરક યોગ્ય કર્મનો રસ નાશ કરીને માત્ર નીરસ એવા તે કર્મના પ્રદેશો ભોગવ્યા, અને તેથી કરીને તેમને નરકમાં થતા દુઃખોનો ઉદય ન થયો. સુખ-દુઃખનો અનુભવ થવો, એ કર્મના વિપાકોદયથી જ થાય છે, માટે બાંધેલા કર્મના સર્વ પ્રદેશો અવશ્ય વેદાય છે, તેથી કર્મનો ઉપક્રમ કરનારને કૃતનાશાદિ દોષો કદી પણ લાગે નહિં.
શિષ્ય :- આપ કહો છો તે પ્રમાણે પ્રસન્નચંદ્રરાજર્ષિએ અનુભાગનો અનુભવ ન કર્યો તેથી તેમને નરકજન્ય દુઃખોદય ન થયો, જો એમ હોય, તોપણ તેમણે જેવો અનુભાગરસ બાંધ્યો, તેવો અનુભવ્યો નહિ, તેથી તેમને કૃતનાશદોષ પ્રાપ્ત થયો જ ગણાય.
ગુરૂ :- એ પ્રમાણે કૃતનાશ તો ઇષ્ટ છે, કેમકે શુભ અધ્યવસાયથી રસનો નાશ થાય, એમાં શું અનિષ્ટ છે ? સર્વ કર્મનો સર્વથા મૂળથી નાશ કરવામાં સર્વ સાધુ પુરૂષો યત્ન કરે છે જ, તેથી તેવો કૃતનાશ તો સર્વથા સર્વને ઇષ્ટ છે.
શિષ્ય :- પણ જ્યારે બહુ રસ અને બહુ સ્થિતિવાળું કર્મ છતાં, તેને અલ્પ રસ અને અલ્પ સ્થિતિવાળું કરીને વેદે છે, ત્યારે તે અલ્પ રસ અને અલ્પ સ્થિતિવાળું કર્મ પૂર્વે કર્યું ન હતું છતાં પ્રાપ્ત થયું, એટલે અકૃત અભ્યાગમ પણ દોષ થયો જ, અને તેથી મોક્ષમાં પણ અનાશ્વાસતા થશે, અને વગર કરેલ કર્મોના આવવાથી સિદ્ધાત્માઓને પુનઃ સંસારમાં અવતરણ થવાનું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org