SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪) બીજા કર્મોના પણ ઉપકમની સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ सव्वं च पएसतया भुज्जइ कम्ममणुभावओ भइयं । तेणावस्साणुभवे के कयनासादओ तस्स ? ॥२०४९।। એ પ્રમાણે પરિણામવસાતુ અનિકાચિત સર્વ ક્રમ પ્રકૃત્તિનો ઉપક્રમ થાય છે અને નિકાચિત કર્મનો પણ પ્રાયઃ તપવડે ઉપક્રમ થાય છે. આ સ્થળે જો એ પ્રમાણે અપ્રાતકાલીન કર્મનો પણ ઉપક્રમ કરશો તો અકૃતાગમ-કૃતનાશ અને મોક્ષમાં અનાશ્વાસ આદિ દોષો પ્રાપ્ત થશે. (એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કારણકે જેમ બહુકાળ ભોગવવા યોગ્ય આહારનો ભસ્મક રોગવાળો શીધ્રપણે ભોગ કરી નાખે છે, તેમ દીર્ઘકાળ પર્યત ભોગવવા યોગ્ય કર્મનો શીધ્રપણે અનુભવ કરીને નાશ કરે છે, તેથી તે દોષ ન આવે.) સર્વ કર્મ પ્રદેશાનુભવે ભોગવાય છે જ, માત્ર અનુભાગથી ભજના છે, તેથી અવશ્ય અનુભવવા યોગ્ય એવો પ્રદેશોદય થતો હોવાથી કૃતનાદાદિ દોષ કયાંથી આવે ? ૨૦૪૬ થી ૨૦૪૯. માત્ર આયુષ્યનો જ ઉપક્રમ થાય છે, એમ નહિ, પરંતુ જ્ઞાનાવરણીયાદિ સર્વ પ્રકૃતિનો શુભાશુભ પરિણામથી અપર્વતનાકરણ વડે સ્થિત્યાદિ ખંડનારા ઉપક્રમ થાય છે. અને તે પ્રાયઃ જે કર્મ નિકાચના કરણ વડે નિકાચિત ન થયું હોય તેવા સ્પષ્ટ, બદ્ધ અને નિધત્ત અવસ્થાવાળા કર્મનો જ થાય છે, અને પ્રાયઃ ગ્રહણ કરવાથી કોઈક વખત તીવ્ર તપસ્યા વડે નિકાચિત કર્મનો પણ ઉપક્રમ થાય છે, જો સર્વ કર્મ ઉપક્રમ વિના જેવું બાંધ્યું હોય, તેવું જ અનુભવાય, તે કદિપણ કોઇનો પણ મોક્ષ ન થાય, કેમકે જે જીવો તભવ મોક્ષગામી હોય છે, તેઓને પણ ચતુર્થાદિ ગુણઠાણે પણ અન્તઃ કોટાકોટી સાગરોપમ પ્રમાણવાળા કર્મોની સ્થિતિ અવશ્ય સત્તા અને બંધમાં હોય છે. શિષ્ય - ત્યારે માત્ર આયુષ્યનો જ ઉપક્રમ કાળ હ્યો, અને શેષ કર્મનો કેમ ન કહ્યો? ગુરૂ - લોકમાં આયુષ્યનો ઉપક્રમકાળ પ્રસિદ્ધ છે, તેથી તે કહ્યો છે, (અથવા આયુનો ઉપક્રમ બાહ્ય નિમિત્તોથી થાય છે, બાકીના કર્મોનો તો અધ્યવસાયની મુખ્યાતાથી ઉપક્રમ થાય છે (અથવા આયુની નિયત ઉદીરણા કરતાં આ જુદી ઉદીરણા છે) અને તદનુસાર ઉપલક્ષણથી શેષ કર્મનો પણ ઉપક્રમકાળ સમજી લેવો. શિષ્ય :- પ્રભો ! આપે કહ્યું તદનુસાર ઘણા કાળે વેદવા યોગ્ય કર્મ ઉપક્રમ કરીને શાઘપણે વેદાય, તો અકૃત અભ્યાગમ, કૃતનાશ અને મોક્ષમાં અવિશ્વસ્ત આદિ દોષો પ્રાપ્ત થશે. જેમકેબહુ સ્થિત્યાદિરૂપે કરેલું કર્મ ઉપક્રમથી હમણાં જ વેદાતું હોવાથી આ કાળે વેદાય તેવું કર્મ પૂર્વે કરાયું ન હતું અને ઉદયમાં આવ્યું, તેથી અકૃત અભ્યાગમ દોષ થયો તથા જે કર્મ પૂર્વે દીર્ઘ સ્થિત્યાદિ રૂપે કરેલું હતું, તેના ઉપક્રમ વડે નાશ થવાથી જે કાલે ઉદય આવવાનું હતું તે કાલની અપેક્ષાએ કૃતનાશ દોષ પ્રાપ્ત થયો. આ બે દોષને લઈને મોક્ષમાં પણ અનાથસ્તા થશે, કેમકે ઉપર કહ્યા મુજબ નહિ કરેલા કર્મના આગમનથી સિદ્ધોને પણ કર્મ પ્રાપ્ત થવાથી પુનઃ સંસારાવતરણ થશે. ગુરૂ:- ભાઈ ! તું કહે છે તે દોષો પ્રાપ્ત નથી થતા, કેમકે આયુષ્યાદિકર્મ દીર્ઘ સ્થિત્યાદિરૂપે બાંધ્યા છતાં પણ ઉપક્રમવડે અધ્યવસાયવસાત્ શીધ્રપણે તેનો અનુભવ થઈ જાય છે, પરંતુ જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy