SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] આયુષ્ય ઉપકમના કારણો. [૧૭ અથવા અતિ ઠંડીથી, અરતિથી, ભયથી, સુધાથી, તૃષાથી, વ્યાધિથી, ઝાડા-પીશાબની અટકાયત થવાથી, પ્રથમ ખાધેલું પચી ગયા અગાઉ ભોજન કરવાથી, ચન્દનની જોમ શરીરને ઘસવાથી, મસળવાથી, શેરડી અથવા તલની પેઠે પીલાવાથી ઇત્યાદિ નિમિત્તોથી આયુષ ભેદાય છે. ૨૦૪૧ થી ૨૦૪૩. હવે સામાચારી ઉપક્રમકાળ અને યથાયુષ્ક ઉપક્રમકાળનું સ્વરૂપ ભાષ્યકાર મહારાજ કહે છે. जेणोवरिमसुयाओ सामायारिसुयमाणियं हेट्ठा । ओहाइतिविह एसो उवक्कमो समयचज्जाए ॥२०४४॥ जं जीवियसंवट्टणमज्झवसाणाइहेउसंजणियं ।। सोवक्कमाउयाणं स जीविओवक्कमणकालो ।।२०४५॥ જે માટે ઉપરના શ્રતથી સામાચારીશ્રુત નીચે લાવ્યા, તે સામાચારી ઉપક્રમ કહેવાય છે, તે સિદ્ધાંતપરિભાષાએ ઓઘાદિ ત્રણ પ્રકારે છે. તથા સોપક્રમ આયુવાળાને અધ્યવસાનાદિ હેતુજન્ય જે આયુનું સંવર્તન થાય, તે જીવિત ઉપક્રમકાળ કહેવાય. ૨૦૪૪-૨૦૪૫. પૂર્વે કહ્યા મુજબ ઉપરના નવમા પૂર્વથી ઉદ્ધરીને જે પૂર્વાચાર્યોએ ઓઘનિર્યુક્તિ ઈચ્છામિચ્છાદિ દશવિધ સામાચૉરી અને છેદસૂત્રો-એ ત્રિવિધ સામાચારીને પ્રાતપાદન કરનારું શ્રુતં વર્તમાન સમયના જીવોને યોગ્ય કર્યું. તેને સિદ્ધાન્ત પરિભાષાથી સામાચારી ઉપક્રમકાળ કહેવાય. લોકમાં સામાચારી ઉપક્રમકાળપણે એવો કોઈ કાળ પ્રસિદ્ધ નથી, પરંતુ જે સામાચારીરૂપ શ્રત શિષ્ય ઘણા કાળે ભણાય એવા પૂર્વોમાં ભણી શક્યો હતો, તે શ્રુતને સ્થવિરોએ ઉપક્રમીને અલ્પકાળમાં મેળવી શકાય એવા આવશ્યકાદિમાં સ્થાપ્યું, તેથી ઉપચારથી તે કાળને સામાચારી. ઉપક્રમકાળ કહેવાય છે. તથા સોપક્રમાયુવાળા જીવોનું જે દીર્ઘકાળે વેદવાયોગ્ય બાંધેલું આયુ હોય, તેને અલ્પસ્થિતિવાળું કરવું, તે યથાયુષ્કઉપક્રમકાળ કહેવાય છે. નિરૂપક્રમાયુવાળા (જેમાં કદાપિ કોઈ પણ કારણવસાતું ફેરફાર ન થાય તેવા) જીવોને નિકાચિતપણે આયુ બંધ થતો હોવાથી તેમને અપવર્તનાદિનો સંબંધ નથી થતો, એટલે તેવા આયુનો ઉપક્રમ પણ નથી થતો, સોપક્રમાવાળાને જે આયુનો ઉપક્રમ થાય છે, તે નિહેતુક નથી થતો, પણ અધ્યવસાનાદિ નિમિત્તોથી થાય છે. એટલે જે મરણ લાંબા કાળે થવાનું હતું, તેને આયુના અપવર્તન દ્વારા વહેલું પ્રાપ્ત કરવું, તે યથાયુષ્ક-ઉપક્રમકાળ કહેવાય છે. ૨૦૪૪-૨૦૪પ. બીજા કર્મોનો પણ ઉપક્રમ થાય છે. सव्वपगईणमेवं परिणामवसादुवक्कमो होज्जा । पायमनिकाइयाणं तवसा उ निकाइयाणंपि ॥२०४६॥ कम्मोवक्कामिज्जइ अपत्तकालंपि जइ तओ पत्ता । अकयागम-कयनासा मोक्खाणासासया दोसा ॥२०४७॥ न हि दीहकालियस्सवि नासो तस्साणुभूइओ निप्पं । बहुकालाहारस्स व दुयमग्गियरोगिणो भोगो ॥२०४८॥ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy