SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] કાલના દ્રવ્યકાલઆદિ ભેદો. [૧૮૧ सुर-सिद्ध-भब्ब-ऽभव्वा साइ-सपज्जवसियादओ जीवा । खंधाणागयतीया नभादओ चेयणारहिया ॥२०३४॥ દ્રવ્યની જે વર્તના તે દ્રવ્યકાળ અથવા એ દ્રવ્યો જ દ્રવ્યકાળ છે; કેમ કે દ્રવ્ય વર્તનાથી ભિન્ન નથી. એ માટે સૂત્રમાં કહ્યું છે કે જીવા-જીવ દ્રવ્યો જ સમયાવલિકાદિ ભેદ કહેવાય છે. જીવાજીવને સામાન્યથી દ્રવ્ય કહેવાય છે, તે તો દ્રવ્યર્થ માત્રથી જ કહેવાય. દેવ-સિદ્ધ-ભવ્ય અને અભવ્યની અપેક્ષાએ સચેતન-જીવ દ્રવ્યના સાદિ-સપર્યવસિતાદિ ચાર પ્રકારની સ્થિતિ છે. તથા સ્કંધ-અતીતકાળ અને આકાશાદિની અપેક્ષાએ અચેતન-અજીવ દ્રવ્યની પણ ચાર પ્રકારની સ્થિતિ છે. ૨૦૩૨-૨૦૩૩-૨૦૩૪. સાદિ-સાન્તાદિરૂપ દ્રવ્યની વર્તના તે દ્રવ્યકાળ કહેવાય છે અથવા એ સચેતન-અચેતનરૂપ દ્રવ્ય જ દ્રવ્યકાળ કહેવાય છે, કેમકે વર્તના-પરિણામાદિ થકી દ્રવ્ય જુદું નથી. તે માટે આગમમાં કહ્યું છે કે- “મિર્થ મંતે ! વારિ પવુ ? મોચમા ! Mવા વ ૩ળવા જેવું.” હે ભગવંત કાળ કોને કહેવાય ? ગૌતમ ! જીવો અને અજીવો જ કાળ છે. આ પ્રમાણે આગમ જીવાજીવ દ્રવ્યોને જ સમયઆવળિકાદિરૂપે કાળ કહેલ છે. પણ દ્રવ્યરૂપે તો દ્રવ્યાર્થપણાથી જ માત્ર તેઓને સામાન્યપણે દ્રવ્ય કહેવાય છે. માટે એ દ્રવ્ય જ દ્રવ્યકાળ કહેવાય છે. એ સચેતન અચેતનરૂપ દ્રવ્યની સ્થિતિ ચાર પ્રકારે છે. તેમાં દેવ-નારકી-તિર્યંચ અને મનુષ્યરૂપ પર્યાયની અપેક્ષાએ જીવની સાદિ-સાત્ત સ્થિતિ છે, અમુક એક સિદ્ધની અપેક્ષાએ સાદિ-અના સ્થિતિ. ભવ્યજીવોની અપેક્ષાએ અનાદિ-સાન્તસ્થિતિ, કેમકે તેઓ સિદ્ધ થાય ત્યારે તે ભવ્ય પણ ન કહેવાય અને અભવ્ય પણ ન કહેવાય, તેથી સિદ્ધત્વ પ્રાપ્ત થતાં તેઓનું ભવ્યપણું સમાપ્ત થાય છે અને અભિવ્યજીવોની અપેક્ષાએ અનાદિ-અનન્ત સ્થિતિ છે, આ પ્રમાણે સચેતન દ્રવ્યની સાદિસાંત વિગેરે ચાર પ્રકારની સ્થિતિ છે. એ જ પ્રમાણે ચાર પ્રકારની સ્થિતિ અચેતન દ્રવ્યની પણ છે. જેમ કે દ્વિઅણુકાદિ સ્કંધની સાદિ-સાંત સ્થિતિ, કેમકે એવા દ્વિઅણુકાદિ પુગલ દ્રવ્યની વધારેમાં વધારે અસંખ્યાતા કાળપર્યન્તની સ્થિતિ કહી છે. તથા ભવિષ્યકાળની અપેક્ષાએ સાદિ-અનન્ત સ્થિતિ. ભૂતકાળની અપેક્ષાએ અનાદિ-સાંત સ્થિતિ. આકાશ-ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય વિગેરેની અપેક્ષાએ અનાદિ-અનન્ત સ્થિતિ. એ પ્રમાણે ચેતનારહિત અજીવદ્રવ્યની પણ ચાર પ્રકારની સ્થિતિ છે. આ બન્ને પ્રકારના દ્રવ્યની સ્થિતિ તે દ્રવ્યકાળ કહેવાય છે. ૨૦૩૨ થી ૨૦૩૪. હવે અદ્ધાકાળનું સ્વરૂપ અને તેના ભેદ કહે છે. सूरकिरियाविसिट्ठो गोदोहाइकिरियासु निरवेक्खो। अद्धाकालो भण्णइ समयक्रेत्तम्मि समयाई ॥२०३५॥ (૨૨૦) સમયા-ડડતિય મુહુરા દિવસમોરત્ત-વ-માસા ચા संवच्छर-जुग-पलिया सागर-ओसप्पि-पलियट्टा ॥२०३६॥६६३॥ સૂર્યક્રિયાવિશિષ્ટ અને ગોદોહાદ્યાત્મક ક્રિયામાં નિરપેક્ષ, જે સમયક્ષેત્રમાં સમયાદિરૂપે કાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy