SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨] અદ્ધાકાળનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પ્રવર્તે છે, તે અદ્ધાકાળ કહેવાય છે.(તેના આ ભેદો છે.)સમય આવલિકા-મુહૂર્ત-દિવસ-અહોરાત્રપક્ષ-માસ-વર્ષ-યુગ-પલ્યોપમ-ઉત્સર્પિણી-અવસર્પિણી-અને પુદ્ગલપરાવર્ત. ૨૦૩૫-૨૦૩૬. મેરૂની ચારે દિશાએ સૂર્ય-ચંદ્ર વિગેરેના ભ્રમણરૂપ ગતિક્રિયા વડે પ્રગટ કરાતો, અઢીદ્વિીપ અને બે સમુદ્રમાં જે સમયાદિરૂપ કાલ પ્રવર્તે છે, તે અદ્ધાકાળ કહેવાય છે. આ અઢીદ્વિીપ અને બે સમુદ્રરૂપ સમયક્ષેત્ર સિવાય અન્યત્ર સૂર્ય વિગેરેની ગતિક્રિયાનો અભાવ હોવાથી ત્યાં અદ્ધાકાળ કહેવાતો નથી; કેમકે ત્યાંતો ક્રિયા જ પરિણામવતી હોવાથી કાળ કહેવાય છે. ઉપરોક્ત જે અદ્ધાકાળ તે ગોદોડાદ્યાત્મક ક્રિયાની અપેક્ષા રાખતો નથી, પરંતુ સૂર્ય વિગેરેની ગતિક્રિયાની અપેક્ષા રાખે છે. એટલે કે ગતિમાનું સૂર્ય પોતાના કિરણો વડે જેટલા ક્ષેત્રને પ્રકાશમાન કરે, તેટલા ક્ષેત્રને દિવસ અને તે સિવાયના ક્ષેત્રને રાત્રિ કહેવાય છે. આ રાત્રિ અથવા દિવસનો અતિ સૂક્ષ્મ અંશ તે સમય, તેવા અસંખ્યાતા સમયની આવલિ ઈત્યાદિરૂપે પ્રવર્તેલો કાળ સૂર્યાદિની ગતિ સિવાય અન્ય ક્રિયાની અપેક્ષા નથી રાખતો. નિર્વિભાગ(જેના ભાગ ન થઈ શકે)પરમસૂક્ષ્મ કાળનો અંશ તે સમય કહેવાય છે. તે સિદ્ધાંતમાં કહેલા કમળના સો પાંદડાના અને જીર્ણ સાડીના ફાડવાના દષ્ટાંતથી જાણવો. એવા અસંખ્યાત સમયે એક આવળી થાય. બે ઘડીરૂપ કાળ તે મુહૂર્ત કહેવાય. સૂર્ય કિરણોથી પ્રકાશિત આકાશ ખંડરૂપ, અથવા ચાર પ્રહારાત્મક જે હોય તે દિવસ અને સૂર્ય કિરણોથી અસ્પષ્ટ આકાશ ખંડ, અથવા બીજા ચાર પ્રહારાત્મક જે હોય તે રાત્રિ, એ ઉભય મળીને અહોરાત્ર કહેવાય. પંદર અહોરાત્ર મળીને એક પક્ષ. બે પક્ષનો એક માસ. બાર માસનું એક વર્ષ.પાંચ વર્ષે એક યુગ. અસંખ્યાત યુગે એક પલ્યોપમ. દશ કોડીકોડીપલ્યપમે એક સાગરોપમ. દસ કોડીકોડી સાગરોપમે એક ઉત્સર્પિણી. તેટલા જ સાગરોપમે એક અવસર્પિણી અને અનન્તી ઉત્સર્પિણી તથા અવસર્પિણી મળીને એક પુદ્ગલપરાવર્ત થાય. આ પુગલપરાવર્તના દ્રવ્યાદિ ભેદ છે, તે અન્ય ગ્રન્થોથી જાણી લેવા. ૨૦૩૫-૨૦૩૬. હવે યથાયુષ્કકાળનું સ્વરૂપ તથા તેના ભેદ કહે છે. आउयमेतविसिट्ठो स एव जीवाण वत्ताणइमओ। भण्णइ अहाउकालो वत्तइ जो जच्चिरं जेण ।।२०३७॥ (૨૨) નેરણય-તિરિચ-મg૩-રેવા ગર્ચ તુ ગં ને ! - નિત્તિયમન્નમ પતિ ૩૩ ૩ ર૦રૂ૮દદજી તે જ પૂર્વોક્ત વર્તનાદિમય અદ્ધાકાળ આયુષ્યમાત્રથી વિશિષ્ટ હોય અને જેટલા કાળપર્યન્ત - જે જીવ જે આયુષ્યયુક્ત વર્તે, તે તે જીવોનો યથાયુષ્કકાળ કહેવાય છે. નારકી-તિર્યંચ-મનુષ્ય અને દેવ આયુમાંથી કોઈ પણ આયુ જે જીવે જે પ્રકારે પૂર્વભવમાં બાંધ્યું હોય, તેને તેવા વિપાકથી અનુભવવું. એ યથાયુષ્કકાળ કહેવાય છે. ૨૦૩૭-૨૦૩૮. - પૂર્વોક્ત વર્તનાદિમય અદ્ધાકાળ નારકાદિ આયુથી વિશિષ્ટ હોય ત્યારે તે જ યથાયુષ્યકાળ કહેવાય છે. એટલે કે જે જીવે આર્ત-રૌદ્રધ્યાનાદિ પ્રકારે જેટલા કાળપર્યન્તનું આયુષ્ય બાંધ્યું હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy