SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦] કાળના દ્રવ્યકાલઆદિ ભેદો. (२०८) चेयणमचेयणस्स व दव्वस्स ठिई उ जा चउविगप्पा । સા દોડ઼ે વાતો ઞદવા વિયં યં ચેવં ર૦રૂશા૬૬॥ દ્રવ્યકાળ-અધ્યાકાળ-યથાયુષ્યકાળ-ઉપક્રમકાળ-દેશકાળ-મરણકાળ-પ્રમાણકાળ-વર્ણકાળ અને ભાવકાળ, એવી રીતે નવ પ્રકારે કાળ જાણવો. તેમાં અહીં ભાવકાળ અધિકૃત છે. ચેતન અથવા અચેતન દ્રવ્યની જે ચાર પ્રકારની સ્થિતિ, તે દ્રવ્યકાળ છે; અથવા એ દ્રવ્યો જ દ્રવ્યકાળ છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ૨૦૩૦-૨૦૩૧. નામ અને સ્થાપન કાળ સુખે સમજાય એવા છે, તેથી તેની વ્યાખ્યા મૂકીને શેષ દ્રવ્યાદિ નવ ભેદો કાળના છે, તે કહે છે. તેમાં પ્રથમ વર્તનારૂપકાળ તે દ્રવ્યકાળ કહેવાય. સૂર્ય-ચન્દ્રની ગતિથી પ્રગટ થતો અઢીઢીપાન્તરવર્તી જે કાળ તે અાકાળ દેવાદિના જીવનરૂપ કાળ તે યથાયુષ્યકાળ ઈચ્છિત અર્થને દૂરથી નજીક લાવવારૂપ કાળ તે ઉપક્રમકાળ. ઈષ્ટવસ્તુની પ્રાપ્તિ થવારૂપ અવસ૨કાળ તે દેશકાળ. મરણ પામવારૂપ કાળ તે મૃત્યુકાળ. દિવસ-રાત્રિરૂપકાળ તે પ્રમાણકાળ. શ્યામવર્ણ તે વર્ણકાળ અને ઔદયિકાદિ ભાવના સાદિ-સપર્યવસાનાદિ ભેદ તે ભાવકાળ. અહીં પ્રસ્તુતમાં ભાવકાળનો અધિકાર છે; અને બાકીના દ્રવ્યકાળાદિ તો કાળના ભેદ હોવાથી જ અહીં પ્રરૂપ્યા છે. દેવ-નારકાદિ સચેતન અને પુગળ સ્કંધાદિ અચેતન દ્રવ્યની અવસ્થાનરૂપ સ્થિતિ સાદિસપર્યવસાનાદિ ભેદે ચાર પ્રકારે છે. તે સ્થિતિ દ્રવ્યનો પર્યાય હોવાથી દ્રવ્યકાળ કહેવાય, અથવા સચેતન અચેતનરૂપ એદ્રવ્ય જ દ્રવ્યકાળ કહેવાય, કેમકે પર્યાય અને પર્યાયવાન્ બન્ને અભિન્ન હોય છે. ૨૦૩૦-૨૦૩૧.૦ દ્રવ્યકાળ અને તેની ચાર પ્રકારની સ્થિતિ ભાષ્યકાર કહે છે. Jain Education International दव्वस्स वत्तणा जा स दव्वकालो तदेव वा दव्वं । न हि वत्तणाविभिण्णं दव्वं जम्हा जओऽभिहिअं ||२०३२|| सुत्ते जीवा जीवा समया -ऽऽवलियादओ पवुच्चति । दव्वं पुण सामन्नं भण्णइ दव्वट्टयामेत्तं ॥। २०३३॥ • જો કે આ ભાવાર્થ ભાષ્ય ગાથા ૨૦૩૪ માં લીધો છે. ૨૦૩૧ મી ગાથા પછી નીચેની એક ગાથાની ભાષ્યકારે વ્યાખ્યા નથી કરી. (२०९) गइ सिद्धा भवियाया अभविय पुग्गल अणागयद्धा य । तयद्ध तिन्नि काया जीवाजीवाट्ठिई चउहा ||६६२ || અર્થ :- ગતિ, સિદ્ધ, ભવ્ય અને અભવ્યની એપક્ષાએ સાદિસપર્યવસિતાદિ ચાર પ્રકારે જીવની સ્થિતિ છે; અને પુગળ, અનાગતકાળ, અતીતકાળ, તથા ધર્માદિ ત્રણ અસ્તિકાયની અપેક્ષાએ સાદિસપર્યવસિતાદિ ચાર પ્રકારે અજીવની સ્થિતિ છે. ૬૬૨. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy