________________
ભાષાંતર ]
કાળ શબ્દની વ્યુત્પત્તિ.
હવે કાળનું દ્રવ્યાન્તરંગપણું તથા કાળશબ્દની વ્યુત્પત્તિ કહે છે.
जं वत्तणाइरुवो वत्तुरणत्यंतरं मओ कालो । आहारमित्तमेव उ खेत्तं तेणंतरंगो सो । २०२७ ॥
कलणं पज्जायाणं कलिज्जए तेण वा जओ वत्युं । कलयंति तयं तम्मि व समयाइकलासमूहो वा ।। २०२८ ।। सो वत्तणाइरुवो कालो दव्वरस चेव पज्जाओ । किंचिम्मेत्तविसेसेण दव्वकालाइववएसो || २०२९ ।।
જે વર્તનાદિરૂપ કાળ છે, તે દ્રવ્યથી અનર્થાન્તરભૂત માનેલ હોવાથી દ્રવ્યની અત્યંતર છે અને ક્ષેત્ર તો માત્ર તેનો આધાર છે નવા પુરાણાદિ પર્યાયોનું જેથી કથન થાય તે, અથવા જે છતે વાર્ષિકાદિરૂપે વસ્તુ જણાય તે, અથવા સમયાદિ કળાઓનો સમૂહ તે કાળ, એ વર્તનાદિરૂપ કાળ, દ્રવ્યનો પર્યાય જ છે, પણ કિંચિત્માત્ર વિશેષની અપેક્ષાએ દ્રવ્યકાળ-અહ્વાકાળ આદિ વ્યપદેશ કરાય છે.
વર્તના-પરિણામ-ક્રિયા-પરત્વ-અપરત્વે આ સર્વ કાળકૃત છે, તેથી તે કાળના લિંગ તરીકે છે.
તેમાં નવા-પુરાણાદિરૂપે તે તે ભાવે નિરંતર વર્તવું તે વર્લ્ડના કહેવાય અને નવા પર્યાયની જે પ્રાપ્તિ થાય તે પરિણામ કહેવાય. આવો પરિણામ વાદળાં વિગેરેમાં આદિમાન છે, અને ચન્દ્રવિમાન વિગેરેમાં અનાદિ છે. એક સ્થળથી બીજા સ્થળે જવારૂપ દેશાંતર પ્રાપ્તિ તે ક્રિયા, દેવદત્તથી યજ્ઞદત્ત પહેલા જન્મ્યો હોવાથી પર કહેવાય અને યજ્ઞદત્તથી દેવદત્ત પાછળ ઉત્પન્ન થયેલ હોવાથી અપર કહેવાય. આ ચારે લક્ષણવાળો વર્તનાદિરૂપ કાળ દ્રવ્યથી અભિન્ન છે. અને ક્ષેત્ર તો દ્રવ્યનો આધાર માત્ર છે, તેથી કાળ પદાર્થ દરેક દ્રવ્યની અપેક્ષાએ અંતરંગ છે, અને ક્ષેત્ર દ્રવ્યની બહારછે. આ કારણથી દ્રવ્ય નિર્ગમ કહ્યા પછી નિર્દેશાનુસારે ક્ષેત્ર નિર્ગમ કહેવો જોઈએ, તે છતાં પ્રથમ કાળનિર્ગમ કહીએ છીએ.
નવા-પુરાણાદિ અથવા સમયાદિ પર્યાયોનું કથન કરવું તે કાળ, આ માસિક છે, આ વાર્ષિક છે, આ શરદઋતુ સંબંધી છે, ઈત્યાદિરૂપે વસ્તુ જેનાથી જણાય તે કાળ. અથવા તે કાળ છતે જ આ માસિક છે, આ સાંવત્સરિક છે, ઈત્યાદિરૂપે વસ્તુ જણાય છે માટે કાળ કહેવાય. અથવા સમયાદિ કળાઓનો સમૂહ તે કાળ, તે વર્તનાદિરૂપ કાળ દ્રવ્યનો પર્યાય જ છે, પરંતુ કિંચિત્માત્ર વિશેષ વિવક્ષાથી દ્રવ્યકાળ-અદ્ધાકાળ-યથાયુષ્ય-કાળ આદિ વ્યપદેશ કરાય છે. ૨૦૨૭ થી ૨૦૨૯. હવે દ્રવ્યકાળાદિના ભેદો કહી, ભાવકાળ જણાવી આ અધિકારમાં કર્યો કાળ લેવો છે તે
હે છે.
(२०७) दव्वे अद्ध अहाउय उवक्कमे देस - कालकाले य ।
[૧૭૯
Jain Education International
तह य पमाणे वन्ने भावे, पगयं तु भावेणं ||२०३०||६६०||
For Private & Personal Use Only
www.jainelibrary.org