________________
૧૭૮] ગણધરોના અગિયાર દ્વાર. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
અર્થ - ત્રીસ, બાર, દસ, બાર, બેતાલીસ, ચૌદ, બે, નવ, બાર, દસ અને આઠ વર્ષ પર્વતનો ઈન્દ્રભૂતિ આદિનો છાસ્થપર્યાય જાણવો. સર્વ આયુષ્યમાંથી છદ્મસ્થપર્યાય અને ગૃહવાસપર્યાય બાદ કરતાં શેષ જે રહે, તે કેવળી પર્યાય જાણવો. દુપર-૬૫૩.
શ્રી જિનેશ્વરદેવ અને ગણધરનું નિર્ગમન કહેવાથી, દ્રવ્યનિર્ગમ દ્વાર કહ્યું; હવે ક્ષેત્રનિર્ગમ દ્વાર કહેવું જોઈએ; પરંતુ કાળ એ દ્રવ્યની અંતરંગપણે જણાતો હોવાથી, પ્રથમ કાળદ્વાર કહીને પછી ક્ષેત્રનિર્ગમ દ્વાર કહીશું. ૨૦૧૬. ૬૫૪ થી ૬૫૯ સુધીની ગાથા પણ ભાષ્યકારે નથી લીધી તે અહીં લઈએ છીએ. (२०१) बारस सोलस अट्ठारसेव अट्ठारसेव अद्वैव ।
सोलस सोल तहेकवीस चोद सोले य सोले य ॥६५४॥ (२०२) बाणउई चउहत्तरी सत्तरि तत्तो भवे असीई य ।
एगं च सयं तत्तो तेसीई पंच णउई य ॥६५५।। (२०३) अत्तरिं च वासा तत्तो बावत्तरिं च वासाइं।
बावट्ठी चत्ता खलु सव्वगणहराउयं एयं ॥६५६॥ (२०४) सव्वेए माहणा जच्चा सव्वे अज्झावया विऊ ।
सव्वे दुवालसंगी य सब्वे चोद्दसपुन्विणो ॥६५७॥ (२०५) परिणिव्वुया गणहरा जीवंते णायए णवजगणाउ ।
इंदभूई सुहम्मो य रायगिहे निब्बुए वीरे ॥६५८॥ (२०६) मासं पाओवगया सव्वेऽविय सब्य लद्धिसंपन्ना ।
वज्जरिसहसंघयणा समचउरंसा य संठाणे ॥६५९।। બાર, સોળ, અઢાર, અઢાર, આઠ, સોળ, સોળ, એકવીસ, ચૌદ, સોળ અને સોળવર્ષનો અનુક્રમે ઈન્દ્રભૂતિ આદિનો કેવળીપર્યાય છે.
બાણ વર્ષ, ચુમોતેર, સીત્તેર, એંશી, એકસો, ત્યાશી, પંચાણું, અઠયોતેર, બહોતેર, બાસઠ, અને ચાળીશ વર્ષનું અનુક્રમે બધા ગણધરોનું સર્વાયુ જાણવું.
બધા ગણધરો જાતિવંત બ્રાહ્મણો હતા, વળી તેઓ વિદ્વાન અધ્યાપકો તેમજ દ્વાદશાંગી અને ચૌદપૂર્વને ધારણ કરનારા હતા, નવ ગણધરો શ્રી વીર ભગવંતની હયાતીમાં મોક્ષ પામ્યા અને ઈન્દ્રભૂતિ તથા સુધર્મસ્વામી, શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા પછી રાજગૃહમાં મોક્ષે ગયા. બધાએ ગણધરો એક માસનું પાદપોપગમન અણસણ કર્યું હતું તથા સર્વલબ્ધિયુક્ત, વજીરૂષભનારાચ સંઘયણવાળા અને સમચતુરગ્નસંસ્થાનવાળા હતા. ૬૫૪-૬૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org