SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ગણધરોના અગિયાર દ્વારા [૧૭૭ તેમાં ઈન્દ્રભૂતિ આદિ ત્રણેના પિતા વસુભૂતિ છે અને બાકીના ગણધરોના પિતા અનુક્રમે ધનમિત્રાદિ જાણવા. પૃથિવી, વારૂણી, ભદ્રિલા, વિજયદેવા, જયન્તી, નંદા, વરૂણદેવા અને અતિભદ્રા. એ ગણધરોની માતાઓ જાણવી. પહેલા ત્રણની માતા પૃથિવી છે ને બાકીનાઓની અનુક્રમે બીજી વારૂણી આદિ છે. તેમાં વિજયાદેવા મંડિક ને મૌર્ય બંનેનાં પિતા ભિન્ન હોવા છતાં એક જ માતા છે. વિજયદેવાનો પહેલો પતિ ધનદેવ મરણ પામવાથી તે મૌર્યના ઘરમાં રહી. આથી ભિન્ન પિતા છતાં બન્નેની માતા એક હતી. તે વખતે તે દેશમાં તે કાળે તે રીતે અન્ય ગૃહમાં સ્થાન કરવામાં કંઈ વિરોધ નહિ હોય. ૬૪૭-૬૪૮. ગોત્રકાર. (१९६) तिण्णि य गोयमगोत्ता भारदा अग्गिवेस वासिट्ठा । कासव गोयम हारिय कोडिण्णदुगं च गोत्ताइं ॥६४९॥ અર્થ - ઈન્દ્રભૂતિ આદિ પહેલા ત્રણ ગણધરો ગૌતમગોત્રીય છે. વ્યક્ત-સુધર્મ-ને મંડિક અનુક્રમે ભારદ્વાજ-અગ્નિવૈશ્યાયન-ને વાશિષ્ટ ગોત્રીય છે, મૌર્ય-અકંપિત-ને અચલ ભ્રાતા એ ત્રણ અનુક્રમે કાશ્યપ-ગૌતમ ને હારીતગોત્રીય છે અને મેતાર્ય તથા પ્રભાસ એ બે કૌડીન્યગૌત્રીય છે. ૬૪૯. અગાર પર્યાયદ્વાર. (१९७) पण्णा छायालीसा बायला होइ पण्ण पण्णा य । तेवण्ण पंचसट्ठी अडयालीसा य छायाला ॥६५०॥ (१९८) छत्तीसा सोलसगं अगावासो भवे गणहराणं । छउमत्थयपरियागं अहक्कम कित्तइस्सामि ॥६५१॥ અર્થ - પચાસ વર્ષ, છેતાલીસ વર્ષ, બેંતાલીસ વર્ષ, પચાસ વર્ષ, પચાસ વર્ષ, તેપન વર્ષ, પાંસઠ વર્ષ, અડતાલીસ વર્ષ, બેંતાલીસ વર્ષ, છત્રીસ વર્ષ અને સોળ વર્ષ પર્વત, અનુક્રમે ઈન્દ્રભૂતિ આદિ ગણધરોનો ગૃહવાસ જાણવો. હવે પછી અનુક્રમે છઘસ્થપર્યાય કહેવાશે. ૬૫૦-૬૫૧. છવસ્થ પર્યાયાર. (१९९) तीसा बारस दसगं बारस बायाल चोद्दस दुगं च । णवगं बारस दस अट्टगं च छउमत्थपरियाओ ॥६५२॥ (२००) छउमत्थपरीयागं अगावासं च वोगसित्ताणं । सव्वाउगस्स सेसं जिणापरियागं वियाणाहि ॥६५३॥ जिण-गणहरनिग्गमणं भणियमओ खित्तनिग्गमावसरो । कालंतरंगदरिसणहेउ तु विवज्जओ तह वि ।।२०२६॥ ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy